આધુનિક ઉપકરણો ***** ૨

21 07 2017

‘જો તમારા હસ્તાક્ષર બગડ્યા હોય તો તેનું કારણ છે,કમપ્યુટર” ! યાદ છે નાનપણમાં શાળામાં સારા હસ્તાક્ષરવાળાને શિક્ષક બોલાવી શાબાશી આપતા.

‘પપ્પા હવે ‘ટાઈપ રાઈટર’ વસાવો ને ક્યાં સુધી બધો હિસાબ કિતાબ હાથેથી લખશો. હું ટાઈપ ક્લાસમાં જઈ ટાઈપ શીખી લઈશ જેથી તમને રાહત મળે.’ નથી લાગતું આ સદીઓ જૂનો સંવાદ હોય, હા, આ હકિકત હતી’. બાળકો આખો દિવસ ,આઈ પેડ અને સેલ ફોન પર નહોતા ચિટકેલા રહેતાં. માતા અને પિતાને હમેશા મદદ કરવાની ઈચ્છા રાખતા.

હવે આપણે તો ૨૧મી સદીના છીએ. ‘આધુનિકતાની આંધળી દોટમાં, મનુષ્ય જીવન જીવવાનું ભૂલી ગયો છે.’ બસ જાણે પૈસો પરમેશ્વર ન હોય ! માનવ ધીરો ખમ. આ જીંદગી હાથતાળી દઈને લપાઈ જશે. કશું કામ નહિ આવે. શાંતિથી શ્વાસ લે. વિચાર કર તને જીંદગીમાં શું પામવું છે. તારો ધ્યેય નક્કી કર. ચાલો આતો ઉમર થઈને એટલે ભાષણ આપવા બેસી ગઈ. હવે મૌનવ્રત !

શરૂઆત કરીશું જૂના જમાનાના ટાઈપ રાઈટરથી. સાલું ખટર પટર કરે અને માથું પકવે. શું વાત કરવી, એવા જમાનામાં બાળપણ વિતાવ્યું છે કે સારા અક્ષર હોય એટલે જગ જીતી ગયા. ટાઈપરાઈટર તો દુકાનના મહેતાજી વાપરે યા ઓફિસમાં ટાઈપિંગ ગર્લ યાને સેક્રેટરી. મારા તમારા જેવાને ટાઈપ રાઈટર સાથે કોઈ નાતો ન હતો. જો પપ્પાની ઓફિસમાં ગયા હોઈએ તો બેસીને ખટાખટ કરતી હતી.

બાકી જેના હસ્તાક્ષર સારા ન હોય તેના માટે બે વાત પ્રચલિત હતી. ” પૂ. ગાંધીબાપુના હસ્તાક્ષર શ્રી મહાદેવ દેસાઈ વાંચે. ડોક્ટરના દવાના કાગળિયા (કેમિસ્ટ) દવાની દુકાનવાળો વાંચે.’

જો કે તેના પહેલાં તો મહેતાજી, ખડિયા અને કલમથી ચોપડો લખતાં જેમાં ઉધાર અને જમા એવી બે કોલમ પાડી હોય . પાનાને લાઈન ન હોય અને તેને આઠ સળ હોય. દિવસને અંતે જમા પાસુ અને ઉધાર પાસુ મળતા હોવા જોઈએ. ટાઇપ રાઈટર આવ્યા પછી આખી સિસ્ટમ બદલાઈ ગઈ. જે આધુનિકતાની નિશાની ગણાતી થઈ.

આજે, તમે મારા પર હસતા નહી. એ વાત સત્તરમી સદીની હોય એવું લાગે છે.  તમે મારી સાથે  ૧૦૦ ૦/૦ સંમત થશો. પહેલાના જમાનામાં લખતા, વાંચતા ન આવડે તે અભણ ગણાતા. તેઓ કોઈ પણ અગત્યાના પેપર પર અંગુઠો મારતાં. આજે આધુનિક યુગમાં તમને ‘કમપ્યુટર ‘ ન આવડે તો અભણ ગણાવ.

કમપ્યુટર વગર એક દિવસ ન ચાલે. જો કે તે અડધું સત્ય કહેવાય. એવા ઘણા મિત્રો છે જેઓ કમપ્યુટર વગર જીવી શકે છે. આ તો  ‘પસંદ અપની અપની ખયાલ અપના અપના’ જેવી વાત છે. જે અપણે માનીએ છીએ અથવા ધારીએ છીએ તે સત્યથી સો જોજન વેગળું પણ હોઈ શકે ! છતાં પણ કમપ્યુટર જીવનની જરૂરિયાત બની ગઈ છે. અપવાદ બાદ કરતાં

કમપ્યુટર આવ્યા એ આશિર્વાદ છે કે શ્રાપ તે વિચારી જો જો. આજકાલ નાનું બચ્ચું પણ પોતાના રમકડાના કમપ્યુટરથી પરિચિત છે. કદાચ બેસતા શિખે કે તરત જ રમકડા પર ટક ટક કરતાં શિખવાનું ચાલુ કરે છે.

એક નાની કંપનીમાં બધું જ કાર્ય કમપ્યુટર દ્વારા થતું હતું.અચાનક વિજળી ગાયબ. લમણે હાથ મૂકી બેસવાનો  સમય આવ્યો. કમપ્યુટર વગર કશું થઈ ન શકે. આટલી બધી મશિન પર આધાર રાખવાની આદતે શેઠનો ધંધો ચોપટ કર્યો. ગામ નાનું હતું . જનરેટર મોટા શહરમાંથી આવતા સમય લાગે તેમ હતું. આ તો નાના વ્યક્તિની વાત થઈ.

સરકારના બધા કાર્ય હવે કમપ્યુટર દ્વારા થાય છે. બધો ડેટા તેમાં હોય છે. નાનામાં નાની ખાનગી વાત કમપ્યુટરમાં મળે. જેમ તે મશિન ચલાવનાર હોંશિયાર હોય છે તેવી રીતે તે પ્રોગ્રામને આડે રસ્ત વાપરનાર પણ સાથે સાથે પેદા થયા હોય છે. સરકારી ખાનગી ફાઈલો ઉકેલી તેમની ચાલ જાણી ઘણા તેનો ફાયદો ઉઠાવે છે. યાદ હશે , સિક્કાને બે બાજુ હોય છે.

હા, કમપ્યુટરાઈઝ્ડ દુનિયા ખૂબ ઝડપથી કૂચ કરી રહી છે. પણ એ જ કમપ્યુટરનો વપરાશ બાળકો પણ જાણતા હોય છે. માતા અને પિતાનિ ગેરહાજરીમાં તેના કેવા ઉપયોગ કરે છે  એ આપણને સહુને ખબર છે. તેના ભય સ્થાનો અગણિત છે. ફાયદા અને ગરફાયદાને ત્રાજવે તોલી જવાબ જાતે કાઢજો.

સગીર ઉમરની બાળાઓ, બુઢા ખુસડના પ્રેમમાં પડે છે. નાના બાળકોની ગંદી અને જુગુપ્સા ઉપજાવે એવી ફિલ્મ બનાવે છે. હવે વિચાર કરવાનો સમય પાકી ગયૉ છે. “કઈ ઉમરે બાલકને આ બધા ઉપકરણો આપવા જોઈએ’. ખોટી આંધળી અનુકરણ કરવાની રીત  બદલી પોતાનું દિલ હા પાડૅ તે કરવું’.

કોઈની શું વાત કરવી, મારે માટે કમપ્યુટર ‘પ્રાણવાયુ” છે. અતિશયોક્તિ નથી કરતી.  આ કમપ્યુટરને કારણે મનમાં ચાલતા વિચારોને પ્રદર્શિત કરી આપ સમક્ષ પિરસુ છું. દિમાગ હમેશા કાર્યરત રહે છે. વિચારોને વાહન મળ્યું છે. સારા અને નરસા વચ્ચેનો ભેદ વિચાર વિનિમય દ્વારા તારવી શકાય છે. સર્જન શક્તિને વેગ સાંપડ્યો છે. જીવનમાં સમય સહી રીતે  સરે એ સ્પષ્ટ થયું છે. આધુનિકતાનું આંધળું અનુકરણ નહી, તેના ઉપકરણોને ઉપયોગી કરવાનો નમ્ર પ્રયાસ જારી છે.

ઝાડની ડાળી, કલમ, ખડિયો, પાટી અને પેન, કાગળ અને પેન્સિલ, ફાઉન્ટન પેન, બોલ પેન, જેલ પેન કેટ કેટલી લખવા માટેની લેખની આવી અને ગઈ. હજુ પણ થોડા ઘણા ચલણમાં જૂની ચીજો દેખાય છે. જાત જાતની પેનોથી બજાર ઉભરાય છે. કમપ્યુટરે તો આવીને પોતાનું સામ્રાજ્ય પ્રસરાવ્યું છે.

મિત્રો આધુનિક ઉપકરણોને વખોડવાનો પ્રયત્ન નથી. માત્ર વિવેકબુદ્ધિ વાપરી તેનો સદઉપયોગ કરવો હિતાવહ છે.

Advertisements

ક્રિયાઓ

Information

One response

21 07 2017
Bhavana

Computers!! So true. We are forgetting to write and spell. Brain is used for other stuff e.g. memorizing passwords. Khub saras Pravina.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: