ચાલણગાડી

જરીપુરાણી યાદ આજે દિલના દરવાજા ખટખટાવી ગઈ. ‘ચાલણગાડી’, એ શબ્દ પણ કદાચ આજે ગુજરાતી શબ્દકોષમાં શોધ્યો નહી જડે . કેમ યાદ આવ્યો ? વાત સામાન્ય છે. મારા દીકરાની દીકરી માટે ‘વોકર’ લેવા ગઈ હતી. એ હવે ચાલતા શિખી રહી છે.

લાકડાંની એ ચાલણ ગાડી યાદ કરું છું ને મારા રુંવાટા ઉભા થઈ જાય છે. કોઈ એને ઠેલણ ગાડીના નામથી પણ ઓળખતું હશે. આજે કદાચ આપણા ગામડામાં કોઈ સુથાર તેને બનાવતો હશે કે નહી એ પણ ખબર નથી.  આજે તો એની ઝાંખી યાદ પણ નથી, કે હું કેવી રીતે તેને પકડીને ચાલતી હોઈશ ? મારા મોટાઈ મને સંભાળતા હશે. મમ્મીને તો બીજા ત્રણ ભાઈ અને બહેનનું પણ ધ્યાન રાખવાનું હોય.

હવે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કાંઇ નહી. જ્યારે મારા પોતાના દીકરા માટે ‘ચાલણ ગાડી” લાવવાની હતી ત્યારે પતિ દેવને રાતના કાનમાં ધીરેથી કહ્યું. તેમની આંખો પરથી સમજી ગઈ, આ મહિનાના પગારમાં પણ તે નહી લાવી શકાય. બાર સાંધતા તેર ટૂટે એવી હાલતમાં મારાથી વધુ શું કહી શકાય, બીજે દિવસે હું અને બા,  જમીને બપોરે ( સાસુમા) વાત કરી રહ્યા હતા.

‘ટીકલુ હવે પકડી પકડીને ચાલે છે. બા, આપણે આવતા મહિને ચાલણ ગાડી લઈ આવીશું.’ બા ખૂબ સમજુ હતા. દર મહિને તેમના પૈસામાંથી ઠાકોરજીના વસ્ત્રો કરાવવા પૈસા બાજુમાં મૂકતા.

‘ બેટા આ વર્ષે ઠાકોરજીના નવા વસ્ત્રોની જરૂર નથી’. હજુ તો ગઈ સાલ કરાવેલા તેમાંથી ત્રણ જોડી ધરાવી નથી. આ પૈસા લઈને ચાલ આપણે ટીકલુની, ચાલણ ગાડી લઈ આવીએ.  આમ સાંજના ઘરમાં ટીકલુને ગાડી લઈને ચાલતો જોઈ પતિદેવ રાજીના રેડ થઈ ગયા.

ચાલણગાડી સાથે નાતો જૂનો છે. જો કે ભૂતકાળ યાદ નથી રાખતી પણ કોઈ વાર વિજળીની જેમ દિમાગમાં ઝબકી જાય છે. એક વાત કહ્યા વગર રહી શકતી નથી. આજે એક બાળક બસ, એવું માનવાવાળા જુવાનિયા બીજુ બાળક પણ કરવા તૈયાર નથી.

“ખૂબ કામ રહે છે”.

“હું થાકી જાંઉછું” .

“એક બહુ થઈ ગયું”. ખેર, એ ચર્ચાનો વિષય નથી.

પડતી આખડતી જ્યારે ચાલતા શિખી હોઈશ ત્યારે મોટા ભાઈ, બહેન અને મમ્મી પપ્પા કેટલા ખુશ થયા હશે ! મારો દીકરો ચાલતા શિખ્યો ત્યારે મારી ખુશીનો પાર ન હતો. હવે આજે, એના દીકરા માટે “વૉકર” લાવવા જઈ રહી હતી.

આ વાત કહેવાનો સંદર્ભ એટલો છે કે, ‘એકલતાનું ખાલીપણું ‘ભરવા જ્યારે ૫૦ વર્ષે લખવા માટે કાગળ અને પેન્સિલ હાથમાં લીધાં ત્યારે એવો જ અનુભવ થયો હતો. ‘ શરૂ શરૂમાં કમપ્યુટર આવડતું ન હતું એટલે ડઝનેક ડાયરી ભરી. મનના વિચારો તેમાં ઉંડેલ્યા. શ્રીનાથજીની સહાય માગી. સાચું પૂછો તો આ જમણો હાથ શ્રીનાથજીના હાથમાં મૂક્યો.

” જગને દીધો હાથ

છોડ્યો અધવચ્ચે સંગાથ

શ્રીજી હાથમાં લો હાથ”.

આમ ચાલણગાડીની સહાયથી ચાલતા શિખી અને ક્યારે પથ પર તેના વગર ચાલતી રહી જે કૂચ આજે પણ જારી છે. હા, વચમાં ખાડા, ટેકરા, નદી ઝરણા બધુ આવે, ધીરજ ધારી કેડી કંડારતી ચાલી રહી છું.

આ તો પેલી દેશી ચાલણગાડીથી ચાલતી હતી એટલે આજે પણ ચાલ તાલમાં છે. આ આજના જમાનાની ચાલણગાડી મોટરથી ચાલતી હોય ને એટલે ક્યારે તાલ બેતાલ થઈ જાય તેનું ચલાવનારને, નાની કેમોટી ઉમરે ભાન પણ રહેતું નથી. જુનું તે સોનું કહેવાનો ઈરાદો નથી પણ નવું સોનાના ઢોળ ચડાવેલું છેતરે ખરું!

2 thoughts on “ચાલણગાડી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: