આધુનિક ઉપકરણો***3

‘બા એક ફોન તો લો ‘ આપણા બધા વચ્ચે’. આખા ગામમાં તું જો, સહુની પાસે પોતાના ફોન છે. આપણા ચાર જણ વચ્ચે એક ન રખાય. ‘નાનો મંગો જીદે ચડ્યો હતો. તેને ક્યાં ખબર હતી બાપ ને રોજના ૫૦ રૂપિયા ન મળે તો ભાણા ભેગા ન થવાય. કાનજી ને કપિલા ખૂબ મહેનત કરતા. કપિલા બે બાળકો હોવને કારણે ઘરમાં બેસી કોઈનું પોલકુ કે ઘાઘરી શિવતી. કોઈના મઠિયા કે ચેવડો બનાવી આપતી.
એમાંય પૈસાવાળી બાઈડીયું ભાવ કસે. કેમનું સમજાવે મંગાને. મુન્ની હજુ નાની હતી એટલે સમજે નહી. આધુનિક ઉપકરણોની આંધળી દોટમાં કેટલા લોકો પિસાય છે !

‘આધુનિકતાની આંધળી દોટમાં માનવી જીવન જીવવાનું ભૂલી ગયો છે.’ બસ જાણે પૈસો પરમેશ્વર ન હોય ! આ ફોને તો વળી દાટ વાળ્યો. એક જમાનો હતો આપણા દેશમાં ફોન લખાવ્યા પછી દસ વર્ષે નસિબ સારા હોય તો તમને ફોનની લાઈન મળે. એમાં જો ક્યારેય ગરબડ થાય અને ફોન કંપનીનો માણસ રીપેર કરવા આવે તો ખુલ્લે આમ કહે, ‘યે ફોન ખાતા હૈ”. મતલબ કાંઈક પૈસા આપો તો ફોનની લાઈન  ચાલુ કરી આપે .

એક ખાનગી વાત કહું. આજથી ૫૫ વર્ષ પહેલાં જ્યારે મારા મોટા બહેનની સગાઈ થઈ ત્યારે અમારે ત્યાં ફોન ન હતો. થનાર જીજુ, જ્યારે બહેનને ફોન કરે તો અમારી બાજુવાળા સુલોચનામાસીને ત્યાં.  મારી બહેન શરમથી પાણી પાણી થઈ જાય. માસી ખૂબ સારા હતાં. એ જ્યારે ફોન ઉપર વાત કરતી હોય ત્યારે બાજુના રૂમમાં જતા રહે. હવે આવું કોઈને કહીએ તો આજની પ્રજા માને ખરી ?

ત્યાર પછી તો ‘ફોનની જે પ્રગતિ થઈ છે’. બસ તેની વાત કરવામાં પાનાના પાના ભરાઈ જાય. જ્યાં ત્યાં જુઓ ત્યાં સરકારે પૈસા આપીને ફોનના ડબલા લટકાવી દીધા. તેમાં પાછાં ત્રણ જાતના ફોમ દરેક વખતે છૂટા પૈસા જોઈએ, કેટલાય લોકો ફોનના ‘બુથ’ ખોલીને પૈસા કમાતા હતાં. ખૂબ ્તેજી હતી એ ધંધામાં ઘણીવાર તો તેમાં લાઈન લાગે અને કહેવું પડૅ, “ભાઈ, ફોન રખો. કિતને લોગ કતારમેં ખડે હૈ”.

ત્રણ પ્રકારના ફોન એટલે લોકલ કરવો હોય તો તે ખૂબ સસ્તો હોય. એસ.ટી.ડી. તમે જેટલીવાર વાત કરો તેટલા પૈસાનું મિટર ચડે. ભૂલેચૂકે અમેરિકા કરો તો ૨૦૦ થી ૩૦૦ રૂપિયાનું બિલ આસાનીથી થઈ જાય. અમેરિકાના ફોન ખૂબ મોંઘા હતાં. આજે જુઓ, હરણફાળ કેવી ભરી છે. અમેરિકાના ફોન મફત અને તે પણ પાછાં સામે વાત કરતી વ્યક્તિને જોઈ શકાય.

આધુનિક ઉપકરણોમાં આવી રહેલી રોજ નવી નવી ટેકનીકે દુનિયાને ખૂબ નાની બનાવી દીધી છે. હસવાની વાત છે. નવી પરણીને આવેલી દુલ્હન જ્યારે વહાલા પતિદેવ માટે રસોઈ બનાવે છે ત્યારે ,’મમ્મી વઘારમાં શું મુકું.નો ફોન કરે છે. હવે અમેરિકા પરણીને આવેલા બાળકોને ઘરની યાદ  બહુ સતાવતી નથી. કોઈવાર તો એમ લાગે , મમ્મી અને પપ્પા બાળકોના જીવનમાં બહુ દખલ ન દો ! આટલે દૂર ગયા તેમને શાંતિથી જીવવા દો !

ત્યાર પછી પાછો જુવાળ આવ્યો. ફોન લાઈનો આસાનીથી મળતી હતી. અને હવે આ’સેલ ફોને’ તો દાટ વાળ્યો છે. જેમ ‘ધુમ્રપાનની’ મનાઈ છે એવા પાટિયા ચારે બાજુ જોવા મળે છે. તેમ ‘અંહી સેલ ફોન વાપરશો’ નહી એવા પાટિયા દેખાય તો નવાઈ ન પામશે. જી, શાળાઓ નજીક તો આવી તકતી લગાડેલી છે. ત્યાં પોલિસ નો જાપ્તો પણ સારો એવો હોય છે. નહિતર બરાબરની ટિકિટ મળે.

સેલફોનના ફાયદા કરતા ગેરફાયદા મને તો વધુ લાગે છે. જુવાની દિવાની, ચાલુ ગાડીએ ફોન વાપરીને કેટલા લોકો મોતને ઘાટ ઉતર્યા છે. હવે આ ,જી-૫, જી-૭ અને જી-૧૦ જેવામાં તો કેટલા બધા નવા ફિચર્સ છે. દિમાગ કામ ન કરે.

આ ફોન આજના જીવનની જરૂરિયાત છે કે વણનોતરેલી ઉપાધી ?

આવતી કાલે આગળ વાંચશો.

3 thoughts on “આધુનિક ઉપકરણો***3

  1. મારી પાસે તો સાદો જ સેલફોન છે.સ્માર્ટફોન, વોટ્સ અપ જેવું કાંઇ જ નહીં. ટીવી પર સિરીયલ જોતી વખતે કે કાર ચલાવતી વખતે હું સેલફોન ઉઠાવતો જ નથી. ટેક્સ્ટ કરતાં પણ મને નથી આવડતું. આખા દિવસમાં એકાદ વખત જ, મેસેજ ચેક કરી લઉં.

  2. Cell phone is more of a problem. Whever people are hooked to it. Not only at home or at work even on Houston Freeway, 59 S.W. Fwy and I 45, and these people are deadliest to other safe drivers. They are to engrossed & do not even know what is going on around. It scares me and annoys me,now I honk at them thinking at least they will pause for moment & look around. It is not a good manners on my side but I do not want them to hurt anybody.
    Nice one Pravina. Cell phone is necessary but most are addicted to it.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: