આધુનિક ઉપકરણો*****૪

અત્યાર સુધી આપણે જે આધુનિક ઉપકરણોની છણાવટ કરી તેમા ‘ફોન’નો નંબર પહેલો આવે. ફોનમાં જે આધુનિકતાનો ઉછાળૉ આવ્યો છે તે અણકલ્પ્ય છે. ઘણી વખત મનમાં પ્રશ્ન ઉદભવે છે, ‘ફોન ઉપાધિ છે કે સગવડ’. મારે મન, તો એ સગવડ કરતાં ઉપાધિ વધારે લાગે છે.

શું પહેલા ફોન વગર જીવાતું ન હતું ? કેટલી શાંતિ હતી. ક્યાંય પણ ગયા હોઈએ તો ચિંતા નહી કે રસ્તામાં દસ વાર ફોનનો જવાબ આપવો પડે.

“હજુ કેટલી વાર”?

‘સાંજે છ વાગે આવવાનું કહ્યું હતું , સાત વાગી ગયા’.

‘ક્યાં ગુડાણા છો ?’

‘આ થાળી પિરસીને રાખી , બધું ખાવાનું ઠંડુ થઈ ગયું’.

‘બસ, હવે ટાઢી શેરથી ચલાવજો’.

‘તમારે મોડું થશે, ટિકિટ ડોરકિપરને આપી છે. હું થિએટરમાં અંદર બેસી ગઈ’.

‘તમે હવે પાર્ટીમાં નહી આવતા’.”

આવા આવા કેટલા ફોનના જવાબ આપવા પડૅ. ભૂલેચૂકે જો જવાબ ન આપો તો ઘરે પહોંચીને તમારી ખેર નથી.

આ બધાનો સરળ અને સહેલો જવાબ કહી દંઉ. આ તો તમારી દયા આવીને, એટલે ઉપાય બતાવું છું.

‘પ્રિયે, ફોન ઘરે રહી ગયો હતો”. બધી મુસિબત ટળી ગઈ અને તમારા મુખ પર વિજેતાનું સ્મિત રેલાઈ રહ્યું.

બીજો જવાબ છે, “ફોન ડેડ હતૉ”. ચાર્જર ભૂલી ગયો હતો’.

છે ને મસ્ત જવાબ. શૂળીનો ઘા સોયથી સરી ગયો.

આ તો થઈ રમુજી વાતો. ઘણિવાર એવા  ગંભિર અકસ્માતો ફોનને કારણે ટાળી શકાય. પત્નીથી છાના કોઈને મળવાનું આમંત્રણ મળ્યું હતું. આમ તો દિલમાં ઉમળકો હોય પણ ઘરે ‘જગદંબા’ છે, એનો ડર પણ લાગતો હોય.

ભલેને પેલી પંદર વાર ફોન કરે . જવાબ જ નહી આપવાનો. ફોન ઓફિસામાં રહી ગયો. એક પણ રીંગ સાંભળી જ નથી. આવા બધા કાર્યો ફોનને કારણે જીવનમાં ઝંઝાવાત લાવે.

ઘણી વખત ફોનને કારણે જાન પણ બચી જાય. ત્યારે ભાન આવે ફોન હતો તો કેટલું સારું થયું. ફોનનો ઉપયોગ જો વિવેકબુદ્ધી વાપરીને કરીએ તો તે આશિર્વાદ સમાન છે.

નવા નવા અમિરિકા આવ્યા તે સમયે ભારત જવાનું થાય ત્યારે, ‘વરજીને કહેતી, જો ન્યુઝમાં કે પેપરમાં પ્લેન ટૂટી પડ્યાના સમાચાર ન આવે તો માની લેજો કે હું હેમખેમ મારી મમ્મીને ત્યાં પહોંચી ગઈ છું’.

તે સમયે ફોન ખૂબ જ મોંઘા હતાં. તેમાં અમારા વરજી હસાવે, ‘વાત કરવી હોય તો મમ્મી સાથે કર, હું ફોન પર રડવાના પૈસા નહી આપું’.

મને ખબર છે તમે ખડખડાટ હસી રહ્યા છો. આ બધી હકિકત છે, ટાઢા પહોરના ગપ્પા નથી.

હવે આજની હકિકત તપાસીએ.  ઘરમાં માણસ ચાર અને ફોન હોય સાત. અ ધ ધ ધ નથી લાગતું. ફોન જાણે રમવાનું રમકડું ન હોય. મમ્મી પાસે બે ફોન જોઈએ. એક નોકરી માટૅ, બીજો બાળકો માટે. શાળામાં હોય, તેમને જલ્દી પાછા લાવવાના હોય કે સંગિતના વર્ગમાં લઈ જવાના હોય . આ બધી ઉપાધિ કોને તો કહે કે, મમ્મીને !’

પપ્પાને એક પેજર જોઈએ. નોકરી પરથી કોલ લેવાના હોય તો પાછો વધારાનો ફોન. જો ભૂલે ચૂકે લગ્ન કર્યા છતાં બહેનપણી રાખી હોય તો બૈરીથી છૂપાવવા ફોન. બાળકોને ફોન જોઈએ,’મમ્મી લંચના પૈસા ભૂલી ગયો. અરે આજે હોમવર્ક કરવા મિત્રને ત્યાં જવાનું છે તે જણાવવા’.

સાંજ પડે ત્યારે તેમના ઘરમાં જેમ ઘોડાને ખૂંટે બાંધ્યો હોય તેમ બધા રૂમમાં ફોન ચાર્જર પર હોય. એર પોર્ટની જેમ એક ચાર્જીંગ સ્ટેશન રાખ્યું હોય તો કેમ ?

પેલો નિક, મિત્રો સાથે તરવા ગયો હતો. ભૂલથી ફોન ખિસામાં રહી ગયો. અને ફોનનું થઈ ગયું સત્યાનાશ. ઘરે અવતા ગભરાતો હતો. પપ્પા વઢશે અને મમ્મી રીસાશે. ૬૦૦ ડોલરનો ખર્ચો. ભલું હોય જો વિમો ઉતાર્યો હોય તો થોડા ઓછા પૈસા આપવા પડે ! આ થઈ સામાન્ય ઘરની વાત.

જ્યાં પેલા ડોક્ટર અને વકિલના છોકરાઓ તો જરા લાડમાં ઉછર્યા હોય ને ! ‘હું નહી મારો પૈસો બોલે” . તેમને તો લેટેસ્ટ મોડલ જ ચાલે. પછી ભલેને પપ્પાના પૈસાનું આંધણ મૂકાય. બહેનપણી અને દોસ્તારોની સામે ‘વટ’ પડવો જોઈએ ને. જો જરાક ગડબડ લાગે તો તરત ,’એમેઝોન ડોટ કોમ ‘નવો ઓડર મૂકી દે. ફેસ ટાઇમ કરવા જોઈએ. નવી ગેમ બધી સેલ ફોન પર ડાઉન લોડ કરવાની. આઈ ટ્યુનના બધા પ્રખ્યાત ગાયન અપલોડ કરવાના. જે આધુનિક રમત કે કશું પણ નવું આવે એટલે ફોનમાં આવી ગયું સમજી લેવાનું. અરે પેલું ,’નેટ ફ્લિક્સ’ પણ ફોનમાં હોય. ચાલુ વર્ગે ભણે કે સિનામા જુએ, તેના માટે સિક્કો ઉછાળવાનો.

શું આ બધા આધુનિકતાના લક્ષણ છે ? તમે જ કહો ફોને દાટ વાળ્યો છે કે નહી. આ તો સિનેમાનો પ્રીવ્યુ છે.  આખી ફિલમ તો હજુ બાકી છે. તમને તો ખબર છે, ફોન સાથે કેમેરો અને વિડિઓ કેમેરા પણ હોય. તેનાથી કામની વસ્તુ પણ થાય, વગર કામની પણ થાય અને ઘણા લોકો કેવો ‘ખરાબ’ ઉપયોગ કરે છે તે પણ આપણને ખબર છે. જે લખતા પણ મને સંકોચ થાય.

હજુ એક પ્રકરણ આ ફોનની ‘રામાયણ ‘ માટે સાચવ્યું છે. આજે હવે થાકી ગઈ, કારણ સેલ ફોન રણક્યો !

 

 

One thought on “આધુનિક ઉપકરણો*****૪

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: