જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ , ૨૦૧૭

13 08 2017

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી

આ વર્ષે વળી પાછી જન્માષટમી આવી. ઘેર ,ઘેર આનંદ અને ઉલ્લાસ છવાયો. રાતના ઉજાગરા અને સવારના કનૈયાના જન્મના દર્શન કરવા મંદિરોમાં ભીડ જામે . આ બધું ચીલાચાલુ વર્ષોથી ચાલી આવે છે.

જરા હેઠા બેસો, શ્વાસ લો શું માત્ર આ બધા પ્રસંગો દ્વાર કનૈયો ખરેખર ભૂતલ પર આવ્યો. કાનાને સ્મજવાનો પ્રયત્ન તો કરીએ. કઈ માએ જન્મ આપ્યો અને કોનો ખોળો ખુંદ્યો. ગોકુળના ગોવાળિયા, ભારતની સાવ ભલી ભોળી સામાન્ય પ્રજા વચ્ચે રમીને મોટો થયો. ગોવાલણોના મટકા ફોડ્યા અને તેમના માખણ ચોર્યા. આ બધું શું કહે છે, મહાન બનવા માટે સામાન્યતા જરૂરી છે.

આ જગે સહુ બાળક થઈ અવતરણ કરે છે. તેમના કર્મ તેમની સાચી ઓળખ આપે છે. ક્યારેય કાનાએ પ્રેમ આપવામાં કંજૂસાઈ નથી કરી. તેનું મોહ પમાડે તેવું સ્મિત સહુને ભેદભાવ વગર આપ્યું છે. ગોપીઓના ચીર હરણ કરનારે ભર સભામાં દ્રૌપદીના ચીર પૂરવામાં પળ ભરનો વિલંબ નથી કર્યો.

સુદામા જેવા બ્રહ્મણની  મિત્રતા કેટલા પ્રેમથી નિભાવી છે. સુદામા અને કાનાની મૈત્રી તો દાખલારૂપે અપાય છે.  રાધા વગર પળ ભર ન રહેનારે ગોકુળ ત્યજ્યા પછી પાછા વળી નિરખ્યું પણ નથી. શરદ પૂનમની રાતના રાસમાં દરેકને પોતાના સંગનો સ્વાદ ચખાડ્યો. એક એક ગોપીને એક એક કાનો. સહુને પ્રેમ આપ્યો, સહુનો પ્રેમ ખોબલો ભરીને પીધો. કેટલી સરળતા અને સહ્રદયતા હતી એ પ્રેમમાં. સ્વાર્થનો છાંટો સરખો તેમાં નજરે  ન પડતો.

જ્યાં પણ રહ્યો ત્યાં સહુને દિલથી પ્રેમ અને સહાય આપી ક્યારેય અહંકાર સેવ્યો નથી. મહાભારતના યુદ્ધ વખતે અર્જુન ચરણ પાસે અને દુર્યોધન મસ્તક પાસે બેઠો હતો. સહુ પ્રથમ અર્જુન પર નજર ઠરે એ સ્વભાવિક હતું. છતાં પણ દુર્યોધન વહેલો આવ્યો હતો માટે તેની ઈચ્છા પળવારના વિલંબ વગર પૂર્ણ કરી.

મહાભારતના યુદ્ધના પ્રારંભમાં ધર્મક્ષેત્ર ,કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપેલો ‘ભગવદ ગીતા’નો સંદેશ આજે પણ એટલો જ સત્ય છે. કાનાના કેટ કેટલા રૂપ ? દરેક રૂપમાં તે દિલ ચોરી શકવાને સમર્થ.

જ્ઞાન , કર્મ અને ભક્તિ ત્રણે રસ્તે તેને પામી શકાય તે “ગીતા”ના ઉપદેશ દ્વારા સમજાવ્યું. આવા તો અગણિત પ્રસંગોનો ઉલ્લેખ થઈ શકે. આમાંથી કંઈક તારણ કાઢી, બોધ ગ્રહણ કરી જન્માષ્ટમીનો પર્વ ઉજવીએ તો તે સાર્થક લાગે. પ્રેમ સગાઈ તો કેવી નિભાવે. સારથિ બની અર્જુનનો રથ હાંક્યો. દુર્યોધનના છપ્પન ભોગ ઠુકરાવી વિદુરની ભાજી ખાધી.

ચારેય વર્ણની મહત્વતા સમજાવી. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. કોઈ પણ કર્મ કરવામાં નાનમ નથી. તેના કટાક્ષ ભર્યા નેણે સહુના હૈયા ઘાયલ થાય. માખણ ચોરતો ને ઉપરથી સિનાજોરી પણ કરતો. જશોદા મૈયાને પજવતો. પૂતના મારી, કુબ્જા તારી. તેના કેટલા પરાક્રમ વર્ણવીએ. રાસ લીલા દરમ્યાન સહુનું માન જાળવ્યું. એક એક ગોપી ને એક એક કાન. કેટલું અદભૂત !

સહુથી સુંદર તેનું સ્વરૂપ એટલે ,’લાલો’ . બાળગોપાલ સહુને ગમતો. દરેકના ઘરમાં લાડ પામતો. માખણ અને મિસરી ખાત ધરાતો નહી. આવો કનૈયો તેના પ્રાગટ્ય દિવસને હોંશથી  ઉજવીએ. રાતના બાર વાગે મથુરાની કાળી કોટડીમાં જન્મેલો કાનો આજે પણ સહુના દિલને રીઝવે છે.

જન્માષ્ટમિની ખૂબ  ખૂબ વધાઈ. તેને પારણામાં જુલાવવા અવી પહોંચજો.

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી

હાથી દિયો ઘોડા દિયો ઔર દિયો પાલખી.

આજ મારા આંગણિયામાં ખેલે નંદકુમાર

***************************************************************************

 

ખાસ નોંધઃ આ વર્ષે જન્માષ્ટમી અને ૧૫મી ઓગસ્ટ એકી સાથે છે. એટલે કનૈયાની વર્ષગાંઠ ઉજવી આઝાદીનો ત્રિરંગો લહેરાવીશું.

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: