શ્રાદ્ધ ૨૦૧૭

4 09 2017

શ્રદ્ધા પૂર્વક, શ્રાદ્ધના દિવસોમાં યાદ કરજો
જેમના પર તમને શ્રદ્ધા હતી.
જેને તમે દિલથી ચાહ્યા હતાં.
માતા, પિતા, સાસુમા, સસરાજી અને પ્રિતમ.
(બીજા કોઈ પણ હોય તો !)

શુભકર્તા, વિઘ્નહર્તા ગણપતિ કદી વિદાય લઈ શકે? ચાલો ત્યારે હવે તેમને ( ગણપતિ બાપાને) દિલમાં સ્થાપી આવી રહેલ શ્રાધ્ધના દિવસોમાં આપણાથી વિજોગ પામેલાં સ્નેહીજનોને યાદ કરી તેમને અશ્રુના યા સાચા બે ફુલ અર્પણ કરીએ.

અમેરિકામાં માતા યા પિતા રોજ યાદ કરવાની પ્રથા ભલે ન હોય. કિંતુ આપણે તો જનમ ધર્યો ત્યારથી હિંદુસ્તાની છીએ. ભલે અંહીનું નાગરિકત્વ હોય, મરશું ત્યાં સુધી હિંદુસ્તાની રહેવાના શ્રાદ્ધના દિવસોમાં માતા-પિતા ને યાદ કરી શ્રદ્ધાંજલી આપવાની અંતરની ઈચ્છા રોકી ન શકી.

પૂ. સસરાજીને તો લગ્ન થયા ત્યારથી જોવા પામી ન હતી તે વસવસો આખી જીંદગી રહ્યો છે. મારા પિતાજીની હું વચલી દિકરી પણ ખૂબ વહાલી હતી. તેમની પાસે કોઈ પણ કામ કઢાવવું હોય તો મારી માનું ખાસ વાક્ય
યાદ આવે છે. “જા, તારા બાપા પાસે, એ માત્ર તારું સાંભળશે.” તેમનું હાસ્ય, આજે પણ નજર સમક્ષ તરવરે છે. જ્યારે બી.એ. પાસ થઈ ત્યારે મારા કરતાં મારા પિતાજી વધારે ખુશ હતા. બસ આ તેમની પહેચાન.

મારા પતિ ઘરમાં સહુથી નાના. એનો અર્થ તેમની માતાના લાડકા. જેનું પરિણામ હું પણ તેમની લાડકી. વડિલોની આમન્યા ગળથુથીમાં શીખી હતી. એ મારી વહાલી માના સંસ્કાર.પૂ.બાએ લગ્ના પછીની સાડાચાર વર્ષમાં
પ્રેમની જે મૂડી આપી છે તે મારા મૃત્યુ સુધી મને ખરચવા ચાલશે.નામ પ્રવિણા, કિંતુ બા હંમેશા ‘પવિના’ કહે ખૂબ પ્યારુ લાગતું હતું.  તેમના આશિર્વાદથી આજે જીવન હર્યુભર્યુ છે. નાની ઉમરમાં પણ સાસુ-મા ભેદ જણાયો ન હતો. ‘પ્રણામ’.

મારી મમ્મી, ખૂબ વહાલી અને તેનું સુખ ખૂબ પામી. હા, મા સાથે મતભેદ જરૂર થતાં. કદીયે વહાલના દરિયામાં ઓટ નથી આવી. સંસ્કારની સાથે સાથે, કાર્ય કુશળતામાં પ્રવિણતા બક્ષનાર એ માને કોટિકોટિ પ્રણામ.
શ્રાદ્ધના દિવસોમાં સહુને પ્રણામ, પ્યાર અને મીઠી મીઠી યાદ.

ઈશ્વર તેમને જ્યાં પણ હોય ત્યાં ક્ષેમકુશળ રાખે. શ્રાદ્ધના દિવસો આવે અને જે વ્યક્ક્તિ આપણા જીવનમાંથી વિદાય થઈ હોય તેની યાદ સતાવે. એવું નથી કે તે દિવસે જ આવું બને. જીવનમાં પ્રિય પાત્રોની જુદાઈ સહેવી સહેલી નથી. તે સાથે એ પણ સત્ય છે કે, જે રસ્તે તેઓ ગયા તે રસ્તા પર આપણી કૂચ જારી છે.

જન્મ ધર્યો ત્યારેથી એ કૂચ વણથંભી ચાલુ છે. તો પછી ગમ શાને ? ગમ કરતાં કહીશ કે’ ખાલી જગ્યા’, જે ફરી પૂરાઈ ન શકે. એમાં પણ સત્ય નથી. ચાલો એ વાત જવા દઈએ. આજકાલ પુનઃ લગ્ન પ્રચલિત છે. તેથી પુરાણી પ્રિત વિસરવી શક્ય નથી.

શામાટે શ્રાદ્ધ કરવું જોઈએ. શામાટે એ સોળ દિવસોમાં જ ! મારા મત અનુસાર વિક્રમ સંવંત બદલાવાનું. નવરાત્રી અને દિવાળીના તહેવારો પ્રેમે મનાવવાના. આપણા પૂર્વજો કહો કે વિદ્વાનો યા પંડિતો.  ભાદરવા સુદ પૂનમથી અમાસના સોળ દિવસ આને માટે નિયત કર્યા છે. કોઈ પણ વ્યક્તિનું આખા વર્ષમાં આ સોળ તિથિ પ્રમાણે વિદાય થવાનું નિશ્ચિત છે. તો જેઓ ગયા તે પણ આ સોળમાંથી એક દિવસે ગયા હતાં.

તેમની યાદમાં કોઈ સારું વર્તન, કોઈની આંતરડી ઠારવી , કોઈને સહાય કરી શકીએ તો તેમની યાદ કરી સાર્થક લાગશે. તેમાં કોઈ પુણ્ય કમાવાની આશા રાખતા હો તો તે ઠગારી છે. માત્ર સ્નેહ પૂર્વક તેનું સ્મરણ કરવું. તેને સંદેશો પહોંચાડવો કે “અમે તમને ભૂલ્યા નથી ” .

શ્રદ્ધા સાથે કરેલું શ્રાદ્ધ જરૂરથી વિયોગીઓને  શાતા આપશે. શ્રાદ્ધ કાંઈ ગોર મહારજને બોલાવીને જ થાય એવું નથી. પ્રેમથી એ વ્યક્તિને યાદ કરો. તમે હજુ તેને ચાહો છો એ સંદેશો પહોંચાડો. તેમની વિયોગથી ખાલી પડેલી જગ્યા યાદોથી ભરાયેલી છે તેનો અહેસાસ કરાવો. કોઈની આંતરડી ઠારો. અન્ન યા પૈસાની સહાયથી.

બાકી કાગડાને નીર્યું અને બ્રાહ્મણને  લાડવા ખવડાવ્યા કે ખીર ખવડાવી ને સ્નેહીજનોના આત્માને શાંતિ મળી, એવી અંધ  શ્રદ્ધામાં ન ફાસાશો. જાગો, ઉઠો, ખોટા રિત રિવાજોને ન અનુસરો.

નત મસ્તકે મારા સઘળાં સ્નેહીજનોને પ્રેમ ભરી યાદ. તેમના સંગ દ્વારા પામેલી ખુશી અને પ્રેમ આજે પણ મઘમઘતો છે.

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

4 09 2017
Navin Bnaker

બાકી કાગડાને નીર્યું અને બ્રાહ્મણને લાડવા ખવડાવ્યા કે ખીર ખવડાવી ને સ્નેહીજનોના આત્માને શાંતિ મળી, એવી અંધ શ્રદ્ધામાં ન ફાસાશો. જાગો, ઉઠો, ખોટા રિત રિવાજોને ન અનુસરો.
મને આપની આ વાત ખુબ ગમી.
નવીન બેન્કર

9 09 2017
Raksha Patel

વાત સાવ સાચી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: