તમે પરણો ને !

9 09 2017

‘પપ્પા, મારાથી તમારું આવું નિરાશા ભર્યું મુખ નથી જોઈ શકાતું’.

‘પપ્પા કોઈ સારી મિત્ર કે સ્ત્રી મળે તો તમે પરણી જાવ’.

રોજ સવાર પડે કે શિખા પપ્પાને ફોન કરે. બાળકો શાળાએ જાય. પતિદેવ પોતાની બાદશાહી નોકરી પર જાય. શિખા નસિબવાળી હતી. ૧૦થી ૨ ની નોકરી કરે. આટલું બધું ભણી હતી. શામાટે તેનો સદ ઉપયોગ ન કરે. નોકરી માત્ર પૈસા ખાતર નહતી કરતી. તેને ખબર હતી પતિની ધુમ કમાણી છે. પોતાનું દિમાગ કાટ ન ખાઈ જાય તેનું ધ્યાન રાખતી. ઘરનું કોઈ કામ એવું ન હોય કે જેના પ્રત્યે તે બેદરકાર રહે.

પપ્પાને કહી કહીને થાકી,’ તમે અમારી સાથે રહેવા આવી જાવ’. પણ પપ્પા માને તો ને ?

પપ્પાને ખબર હતી શિખા તેના પરિવાર સાથે સુખી છે, વ્યસ્ત છે. વરસમાં બે વાર તેને ત્યાં બેંગ્લોર જતા. સહુને પ્રેમ આપી માનભેર ત્યાં મહિનો પસાર કરી પાછા આવતા. શિખાના પૂજ્ય સાસુ અને સસરા બરાબર બાજુના ફ્લેટમાં રહેતા. તેમનું ખૂબ પ્રેમથી ધ્યાન રાખતી. જેને કારને સાહિલ તેના પર આફ્રિન હતો.  કલકત્તામા શિખાના પપ્પાનું  બહોળું મિત્ર મંડળ હતું. ઘરમાં નોકર ,ચાકર, રસોઈઓ અને ડ્રાઈવર ખૂબ જૂના અને વફાદાર હતા.

જ્યારથી સલોનીએ સાથ છોડ્યો ત્યારથી શ્રી સાવ નંખાઈ ગયો હતો. તેને કશું ગમતું ન હતું. કરે પણ શું ? જીંદગી અને મોત એક માત્ર સર્જનહારના હાથમાં છે. શિખા જ્યારે નોકરી પર જવા તૈયાર થતી હોય ત્યારે સ્પીકર ફોન પર દરરોજ પપ્પાને ભલામણ કરે.

‘બેટા હવે મારી ઉમર ૬૦ ઉપરની થઈ ગઈ’.

‘ પપ્પા. તમે ટી.વી. પર  જોતા નથી અમેરિકામાં તો ૭૦ વર્ષે પણ સ્ત્રી અને પુરૂષ પરણે છે. ‘

‘હા, બેટા તે અમેરિકા છે. ‘

‘તો શું થઈ ગયું’?

શ્રી, આજે ખૂબ વિચારમાં હતો. પથ્થર પર રોજ પાણીની સતત ધાર પડૅ તો વર્ષો પછી ત્યાં ખાડો જણાય છે. શ્રી તો પુરૂષ હતો. તાજો તાજો ઘરભંગ થયો હતો. સલોનીની યાદ તેને કોરી ખાતી હતી.  અધુરામાં પુરું સલોની આજે સ્વપનામાં આવીને વહાલથી સમજાવી રહી હતી.

‘શ્રી, મને ખબર છે તું મને ખૂબ પ્રેમ કરે છે. આપણું ૩૫ વર્ષનું દાંપત્ય જીવન કોઈને પણ ઈર્ષ્યા આવે એવું સુંદર હતું. શ્રી, દો હંસોકા જોડા બિછડ ગયો રે, ગજબ ભયો રામા જુલમ ભયો રે. પણ મારું માન , તને યાદ છે પેલો તારો દોસ્ત વિનય શું કહે તો હતો ?  તું ૧૦૦ વર્ષ જીવવાનો છે. એકલા જીંદગી કાઢવી દુષ્કર છે. મારા આત્માની શાંતિને ખાતર તું યોગ્ય વ્યક્તિને જીવનમાં પ્રવેશ આપ’.

શ્રી એકદમ સફાળો ખાટલામાં બેઠો થઈ ગયો. ‘સલોની, સલોની સ્વપનામાં સતાવે છે. આંખ ખોલું ત્યારે ગાયબ”!

આજે જ્યારે સવારના સાડા આઠ વાગે શિખાનો ફોન આવ્યો ત્યારે શ્રીએ ચાર રિંગ પછી ફોન ઉપાડ્યો.

‘પપ્પા તમે  હજુ ઉઠ્યા નથી’?

‘ના, બેટા સવારના જરા આંખ લાગી ગઈ હતી’.

‘તમે તો રોજ પાંચ વાગે ઉઠો છો પપ્પા’.

‘હા, બેટા કાલે રાતના ઉંઘ ખૂબ મોડી આવી’.

‘પપ્પા, તમને મમ્મી સ્વપનામાં આવી હતી ?’

‘હા’.

કેટલી લાગણી પપ્પા અને મમ્મી કાજે ? શિખાનો ભાઈ સાહિલ તો પરણીને અમેરિકા ગયો હતો. મમ્મીના દુઃખદ સમાચાર સાંભળી ચાર દિવસ આવીને પાછો જતો રહ્યો. ત્યાં તેને પણ બાળકો હતા. તેની ભાભી, સીમીના માતા અને પિતા તેમની સાથે જ રહેતા હતા. બન્ને જણા નોકરી પર જાય તો બાળકોનું ધ્યાન કોણ રાખે? સીમીએ પોતાના માતા અને પિતાને ભારતથી કાયમને માટે અમેરિકા બોલાવી લીધા.

સીમીને ક્યારેય એક પળ પણ વિચાર ન આવ્યો કે સાહિલના પપ્પાજી એકલા છે ! તેમને સ્થળની ફેરબદલી કરાવવા અમેરિકા બોલાવીએ. શ્રી અને સલોની ત્રણેક વાર આવી ચૂક્યા હતા. સીમીના લુખા વર્તનને કારણે માંડ મહિનો માસ રોકાઈને પાછા જતા. સાહિલને તો પોતાની નોકરી પરથી બહુ સમય મળતો નહી. શનીવાર અને રવીવાર સીમી અને બાળકો માટે . તેમાં પપ્પા અને મમ્મી માટે સમય ક્યાંથી લાવે ?

બિચારો સાહિલ, મરજી હોય તો પણ કરવું નામુમકિન !

શ્રી આજે મોડો ઉઠ્યો હતો. સવારના પહોરમાં બાગમાં ફરવા જવાને બદલે જીમમાં ગયો. મોડો ગયો હોવાથી રોજના મિત્રો નિકળી ગયા હતા. ટ્રેડમીલ પર ચાલતા તેની નજર બાજુમાં ગઈ.

‘અરે, સુહાની તું અંહી ક્યાંથી?’

‘હું તો દરરોજ આ સમયે આવું છું.  ઉમર થઈ એટલે બધું કામ ધીરે પતાવીને નિરાંતે આવું. હવે એકલી છું. ઘરમાં ખાસ કામ હોતું નથી .બે કલાક આરામથી જીમમાં પસાર કરી ઘરે જાંઉ, ત્યારે સરલાએ રસોઈ કરી રાખી હોય’. પતિ ગુમાવ્યા પછી સરલા એકલી હોવાને કારણે સુહાનીની સાથે રહેતી. તેનું બધું ધ્યાન રાખતી

નાના એવા સવાલનો આવો લાંબો જવાબ સાંભળી, શ્રીને મનમાં હસવું આવ્યું. શ્રીને યાદદાસ્ત તાજી કરવી પડી. સુહાનીએ ચાર વર્ષ પહેલાં પતિનો સાથ ગુમાવ્યો હતો. અચાનક કેન્સરની ગાંઠને કારણે બે મહિનામાં તેનો પતિ વિદાય થયો હતો. અચાનક દીકરીનો અવાજ કાનમાં ગુંજી ઉઠ્યો,

” પપ્પા યોગ્ય સાથી મળે તો પરણી જાવ”.

.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

9 09 2017
સુરેશ

તમારી જાણ સારુ..
હવે ૬૦ પછીનાં લગ્ન એ ગુજરાતના સમાજમાં નવી વાત નથી રહી. અમારા એક સુરના સગા ૬૮ વર્ષની ઉમરે પરણ્યા. અમદાવાદના ભદ્ર લોકમાં બહુ જાણીતા એક સજ્જન ૭૦ વર્ષની ઉમરે પરણેલા, અને એની બહુ જ ટીકાઓ પણ થઈ હતી. પણ હું એમને અભિનંદન આપવા એમના બહુ જ દુર આવેલા ઘેર ખાસ ગયેલો. બન્ને એટલાં બધાં ખુશ થઈ ગયેલાં કે ન પુછો વાત.
—————-
લગ્નમાં જાતીય વૃત્તિનો સંતોષ તો થોડીક મિનિટો માટે જ હોય છે. પણ એનું મહત્વ જીવન ભરનો સાથ , સહાનુભૂતિ , સહકાર અને એક મેક માટે મદદરૂપ થવાની ભાવના જ હોય છે – જે ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિ આપી શકે.

9 09 2017
pravina

You are totally right. Companionship is the main reason.

9 09 2017
સુરેશ

સોરી…
અમારા એક દુરના સગા

અને હવે તો અમ્દાવાદમાં આવાં સાથી મેળવી આપનારી સંસ્થા પણ છે!

9 09 2017
P. K. Davda

જીવનના એક અગત્યના પ્રશ્નની સરસ છણાવટ કરી છે.

9 09 2017
pravina

Thanks a lot.

9 09 2017
pravinshastri

પ્રવીણાબહેન સરસ વાર્તા.
આ જ વિષયમાં ન્યુ જર્સીમાં આઇસોન્જના નેજા હેઠળ એક સંગીની પ્રવૃત્તિ શરૂ કરી છે. હું એની કમિટિમાં છું. થોડી માહિતિ આપની જાણ માટે અહિ રજુ કરું છું.
સંગી,
સાથે ચાલનાર એટલે સંગી.
એકલવાઈ જીંદગીનો સાથીદાર એટલે સંગી.
જેના ખભાપર માથું ઢાળી રડી શકાય અને આનંદથી મુક્તરીતે હસી પણ શકાય એવો મિત્ર એટલે સંગી.
જીવનના દરેક તબક્કામાં સાથીની જરૂર હોવાની જ. લગ્નની સપ્તપદીમાં પણ એ જ સંદેશ છે. પહેલે પગલે પોતાનાં પેય એટલે પીવાની વસ્તુઓની ભાગીદાર થવાનું કહે છે, બીજે પગલે અન્નની, ત્રીજે લક્ષ્મી અને વૈભવની, ચોથે એના આરોગ્યની, પાંચમે પશુધનની, છઠ્ઠે પગલે દરેક ઋતુમાં સહચારિણી થવા કહે છે અને સાતમે પગલે તો પતિ પત્નીને પણ મિત્ર થવાનું કહે છે. સંગી થવાનું કહે છે. ટૂંકમાં માનવ જીવનમાં દરેક વ્યક્તિને વિજાતીય કંપેનિયનની જરૂર રહે છે. આ કંપેનિયન એટલે સંગી.
સદાકાળ બે વ્યક્તિ જીવનભર સાથે રહી શકે એનાથી રૂડું શું? પણ વાસ્તવમાં એ શક્ય નથી. આધેડ વયમાં એક સાથીદારને કોઈપણ કારણસર ગુમાવી દેવાય, અને જીવનમાં શૂન્યાવકાશ સર્જાય ત્યારે જીવનમાં નિરાશા અને હતાશા છવાઈ જાય. આધેડ એટલે પચાસ વર્ષની વય.પુખ્ત સંતાનો હોય તો તેઓ પણ પોતાના અંગત જીવનમાં વ્યસ્ત હોય. ન કહેવાય, ન સહેવાય એવી એકલતા કોરી ખાતી કોય. એમાંથી કઈ રીતે બહાર નીકળાય!
સિંગલ આધેડ અને વય્સ્કોની મનોદશા તો કોઈ સાઇકોલોજીસ્ટ જ સમજી શકે કે સમજાવી શકે.
ગુમાવેલ સાથીદારની વેદના સમયકાળે ઓછી થતી હોય છે. હવે તો માનવ જીવનની આયુષ્ય રેખા પણ લંબાઈ છે. વિજાતિય સાથીદારની શારીરિક અને માનસિક ભૂખ જાગૃત થાય છે. પણ એ ઈચ્છાની અભિવ્યક્તિ પણ જાણે સંસ્કાર બહારની વાત બની જાય છે. એકલવાયી વ્યક્તિને સાથીદારની જરૂર છે એ કેટલાક પરિવારો અને સાથે સંકળાયલો સમાજ સમજવા અને સ્વીકારવા તૈયાર નથી. પાશ્ચાત સમાજમાં આ પ્રશ્ન નડતો નથી. એક સાથીદાર જતાં બીજો સાથીદાર મળી રહે છે.
આપણા સમાજની એકલવાયી આધેડ અને વય્સ્ક વ્યક્તિને સરળતાથી ગુનાહિત ભાવના વગર યોગ્ય સાથીદારની સંગત કેળવી જીવનને વહેતું રાખવામાં મદદ રૂપ બનવાની કોશીશ કરતી સંસ્થા એટલે “સંગી”
સંગી એ કોઈ ડેટિંગ સર્વિસ કે મેરેજ બ્યુરો નથી. સંગી નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન IASONJ નું બ્રેઈન ચાઈલ્ડ છે. IASONJ નો જ ભાગ છે. સમાજના ઉપેક્ષીત વયસ્ક વર્ગની જરૂરિયાત માટે કાર્ય કરનાર સંસ્થા છે.
સર્વશ્રી રમણ શાહ, રાજુલ શાહ, ડો. જયશ્રી વિન્ટર, ડો.નિર્મલ શાહ, ડો કાનન પત્રાવાલા, અને ઈલા શાહ સંગી દ્વારા વિધુર, વિધવા અને ડિવૉર્સી વ્યક્તિઓ છૂટથી પોતાની પસંદગીના યોગ્ય મિત્રો મેળવી શકે તે માટે અનેક કાર્યક્રમો યોજી રહ્યા છે.
૨૦૧૬ નવેમ્બરમાં સંગીએ ટીવી એશિયાના ઓડિટોરિયમમાં એક વર્ક્શોપનું આયોજન કર્યું હતું. એ જન જાગૃતિનું પ્રથમચરણ હતું. મે અને જુલાઈ ૨૦૧૭માં, ૫૦+ સિંગલ સિનિયર્સ ભેગા મળ્યા હતા. પરસ્પરનો પરિચય સાધ્યો હતો. દર મહિને આવા સ્નેહમિલનો યોજાય એ સમાજ માટે જરૂરી છે. અને એને માટે સમાજ સંગીના આ કાર્યક્રમમાં ભાગીદાર બને એ પણ એટલું જ અપેક્ષિત છે.
સપ્ટેમ્બરની ૧૦ મી તારિખે આવો જ એક પ્રોગ્રામ ૪૫+ વયની સિંગલ વ્યક્તિ માટે યોજાયો છે. માહિતી નીચે મુજબ છે.
Date: Sunday ,Sept 10 ,2017
Time: 11 am to 3 pm
Venue:
Hotel Executive Suites
30 Minue St, Carteret, NJ 07008

10 09 2017
chaman

આ જરુરી છે. આશા રાખીએ કે એ કોઈને ઉપયોગી થઈ પડે ને છેલ્લી અવસ્થાના થોડા વર્ષોમાં મનમાન્યું મળી રહે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: