દશેરા ૨૦૧૭

30 09 2017

નવરાત્રીના નવ દિવસના અપવાસ કરી આજે સવારથી એમી ખુશખુશાલ હતી. લગ્ન પછીના પહેલા દશેરાને દિવસે  આખું કુટુંબ ભેગું થવાનું હતું. ઘરમાં મહારાજ હતા. માત્ર દેખરેખ રાખવાની હતી. અમરના મમ્મીએ મહારાજને બધું સમજાવી દીધું હતું. જો કે સુરેશ મહારાજ આજે પંદર વર્ષથી આવતા હતાં. તેમને આ ઘર ક્યારેય પારકું લાગ્યું ન હતું.

એમી નવી નવેલી દુલ્હન હતી, મહારાજ જૂના હતા. સુરેશ મહારાજ એમી વહુની મુંઝવણ સમજી ગયા હતા. તેમને વાત વાતમાં કહી દીધું કે ચિંતા ન કરશો, હું બધું સંભાળી લઈશ.

એમીને થયું ઘરની વહુ હું છું. મહારાજ કહે એટલે મારે માની લેવાનું ? તેની મમ્મીને ત્યાં એમીનું એકચક્રી રાજ ચાલતું હતું. પપ્પા ક્યારેય એમી ને નારાજ કરતા નહી. અંહી તેને બધું મમ્મીની મરજી અને મહારાજના કહેવા પ્રમાણે કરવાનું. એમીને પસંદ આવતું નહી. આજ કાલની છોકરીઓને બધું પોતાની મરજી પમાણે થવું જોઈએ. જો ન થાય તો બસ સાતમએ આસમાને દિમાગ પહોંચી જાય.

દશેરાને દિવસે ઘીમાં લસલસતી લાપસી અને ભજીયા જોઈએ. એમીને બેમાંથી એક પણ વસ્તુ ન ભાવે. તેની મમ્મીને ત્યાં બધું અલગ રીતે થતું. અમરના ઘરના રિતરિવાજ થોડા જુદા હતા. અમર તેના પિતાજી સાથે ઓફિસે ગયો હતો. પ્રણાલિકા મુજબ નવા વર્ષના ચોપડા લખાવા જવાનું. જૂના બધા વ્યવસ્થિત કરવાના. દર વર્ષની જેમ અમર પિતાજીની સાથે ગયો. અમર ડોક્ટર પણ પિતાજી સાથે ખભે ખભો મિલાવી કામ કરે.

એમીના પપ્પાની સારી નોકરી હતી અને મમ્મી શાળામાં શિક્ષિકા એટલે આમાંથી કાંઈ કરવાનું ન હોય. એના મમ્મીને થાક લાગ્યો હોય તો બધા બહાર ખાઈ આવે. આમ એમી મુંજવણમાં હતી. અમર પણ ન હતો. સ્વભાવિક રીતે તહેવારને દિવસે જે આનંદ અને ઉલ્લાસ ઘરમાં ફેલાય તેનો સદંતર અભાવ.

અમરને ત્યાં તેનાથી વિરૂદ્ધ વાતાવરણ. દરેક તહેવારની જાણ અમરને હોય. તેનું મહત્વ પણ મમ્મી સમજાવે. ઘરમાં આનંદ અને ઉલાસ વરતાય. એમીને નવાઈ ખૂબ લાગતી હતી. ખરું પૂછોતો ઘરનું બદલાયેલું વાતાવરણ તેને ગમ્યું પણ ખરું. અમરની બન્ને બહેનો બાળકો સાથે આવવાની હતી. એમીના મમ્મી પપ્પાતો ત્રણ દિવસ લોનાવાલા ગયા હતા.

સવારના નાહીને આવી ત્યારે મમ્મીએ કહ્યું ,’બેટા તૈયાર થઈને આવજો’.

પૂજાના રૂમમા બન્ને સાથે બેઠા. મમ્મી દશેરાનો પ્રસંગ વાંચી રહ્યા હતાં. રામ , સીતા અને લક્ષ્મણ વનવાસ પૂરો કરી પાછા અયોધ્યા આવ્યા. નગરના બધા માણસો ખુશ હતા. ભરતતો રામની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. રાવણના ગુણોનું વર્ણન કર્યું. સીતાને લઈ આવવાની ભૂલનું પરિણામ ભોગવ્યું. સોનાની લંકા ભડકે બળી.

આમ એમીને વાતમાં ખૂબ રસ પડ્યો. જમવાને સમયે બાળકો સાથે પણ રામાયણના પ્રસંગોનો ઉલ્લેખ થયો. અમર જોઈ રહ્યો હતો, એમીના મુખુ પર બદલાતા ભાવ વાંચવાનો આનંદ માણી રહ્યો! મહારાજે બનાવેલી રસોઈની સહુએ લહેજત માણી.

કંઈક જુદું કરવા માગતી એમીએ મહારાજના કુટુંબ માટે ટિફિન ભરીને આપ્યું. બગિચામાં કામ કરતો માળી અને લિફ્ટ ચલાવનારને બોલાવી પ્રેમે જમાડ્યા. એમીને થતું આપણે તો બધા સાથે આનંદ માણી રહ્યા છીએ. આ સહુને પણ એટલો જ હક્ક છે.   અંતે સંધ્યા ટાણે કોડિયામા તેલ ભરી સાથિયો તેમજ ઘરને શણગાર્યા. એમી બધા કોડિયામાં વાટ મૂકે અને અમર તેમને પ્રગટાવે.

સાંજે જમવાને ટાણે મમ્મીએ ભાર દઈને કહ્યું,’ આપણા સહુમાં રાવણ વસે છે. તેને ઓળખી તેની જગ્યાએ રામને સ્થાપવાના છે. ‘

દશેરાની સહુને મંગલ કામના. આજનો આ શુભ દિવસ સહુને આનંદ અને ઉત્સાહ પ્રેરે !

Advertisements

ક્રિયાઓ

Information

One response

1 10 2017
vibhuti

very appropriate & praiseful

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: