મારી માવલડી

27 10 2017

પરમ પૂજ્ય મારી માવલડી

‘ મા’ બોલતાં મોઢું ભરાઈ જાય. નજર નાચી ઉઠે અને પગ ટપ ટપ દોડવા તલપાપડ થઈ જાય. બસ હવે તો વિયોગનું દુઃખ સહન કરવાની આદત પડી ગઈ છે.  આ દિલ છે ને, તેને હવે કોઈ જાતનો અહેસાસ થતો નથી. સદા ત્યાં ઉદાસી છવાયેલી હોય છે. હા, મુખ પર સ્મિત મઢી રાખ્યું છે. જો એમ ન હોય તો આ જીવન અકારું થઈ પડે. મમ્મી, જીવનસાથીનો સાથ છૂટ્યો. તું અને મોટાઈ પણ ગયા. ખબર નહી હજુ કેટલાં વર્ષ બાકી છે ? એકલી થાકી ગઈ છું, પણ કૂચ જારી છે.

મમ્મી, ખોટાં શબ્દોનો વ્યય કરી તારા પ્રત્યેની મારી લાગણી જતાવવી નથી . બસ, શ્રીજી ને એકજ હ્રદયપૂર્વકની પ્રાર્થના , ‘તું જ્યાં પણ હોય ત્યાં સુખ ચેનમાં રહેજે’. મા, કોઈના પણ વિયોગથી જીવન અટકતું નથી.

‘મા’ તારા વગરની જિંદગી ફેર તો પડશે ને !

‘તારા વગર મુંબઈ કે બાલાસિનોર’ ,ફેર તો પડશે ને !

બસ વધુ શું લખું. મૌનની ભાષા તને વાંચતા આવડે છે.

તારી દીકરીના દંડવત પ્રણામ

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

27 10 2017
સુરેશ

સૌ માતાઓને પ્રણામ.

29 10 2017
Bhavana Patel

Pranam to all Mothers. This article made my eyes teary. So true about mother.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: