જુઓ આજે “અખા” નો ડખો !

2 11 2017

દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા અમે હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન સમૂળગું ખોય.

(વિદ્યાના અર્થને ન સમજનાર)
**
સૂતર આવે ત્યમ તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે,
વેષ ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી;
અખા ક્રત્યનો ચડશે કષાય, રખે તું કાંઇ કરવા જાય.

( કર્યા કર્મોનો કેફ)
**
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

( અંધશ્રદ્ધાની ચરમ સીમા)
**
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

(ભક્તિના બાહ્યાડંબર)
**
આંધળો સસરો ને સરંગટ વહુ,એમ કથા સાંભળવા ચાલ્યું સહુ
કહ્યું કંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું
ઊંડો કુવો ને ફાટી બોક,શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

(અણસમજની જંજાળ)
**

સજીવે નિર્જીવને ઘડ્યો પછી એને કહે કે, મને કાંઈ દે
અખો તમને એ પૂછે, તમારી એક ફૂટી કે બે ?

તું મુજને બનાવે છે, હું તુજને કેમ બનાવું)
**

જો જોરે મોટાના બોલ ઉજ્જડ ખેડે વાગ્યા ઢોલ
અંધ અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદારા પડ્યા
ના થઈ ઘેંશ કે ના થઈ ઘારી, અખો કહે એ વાત અમે જાણી

(મોટાઈ નોતરે વિનાશ)
**
જ્યાં જુઓ ત્યાં કુડ કુડ, સામ સામા બેઠા છે ઘુવડ
કૉઈએ વાત આવીને સૂરજની કરી, પોપટે આવી ચાંચ ધરી

( જ્ઞાની અને અજ્ઞાની બન્ને સમાન)

**

આ ” અખા ભગત”ના ધપ્પા વિચાર માગી લે તેવા છે. ૨૧મી સદીમાં મહાલતો માનવી

આમાંથી બોધપાઠ લેવાની ક્ષમતા ધરાવતો નથી.

આધુનિકતાને રંગે રંગાયેલો, ભૌતિકતામાં આળોટતો અને સ્વની મહત્તામાં રાચતો આજનો

માનવ, બહેરો છે ?

મુગો છે ?

અહંકારી છે ?

કે પછી અણસમજ ?

*******************************************************

પૈસાનું અનેરું માન, અંગ અંગથી ટપકે ગુમાન
આંખોમાં અહમ અને વર્તનમાં અવળચંડાઈ
બોલે ત્યારે વાણીમાંથી ઉગળે શાને તું ઝેર
‘અખા’ જાશું ત્યારે જોજે, અળગું થાશે વેર

(ગુમાનનુ પ્રદર્શન)
***
પ્રેમની ઝંખના છે પ્રેમની પ્યાસ
શાને હમેશા આ હૈયું  ઉદાસ
લાવી’તી શું લઈ જવા છે પાસ
‘અખા’ વાત આજે કેવી’તી ખાસ

(વિરહની વેદના)

**

” અંતિમ બન્ને પ્રવિનાશ”.

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

2 11 2017
Mahendra Shah

Good!

Mahendra Shah
Artist/ Cartoonist.

2 11 2017
3 11 2017
Raksha Patel

તમે વીડીઓ પોસ્ટ કરી તે બદલ ખૂબ ખૂબ આભાર! અખા વિષે docudramaની વીડીઓ જોઈને ઘણું જાણવા મળ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: