“એસ્ટ્રોઝ” જીત્યા

3 11 2017

‘અરે, સાંભળો છો’?

‘કેમ તને બહેરો લાગું છું ‘?

‘જવાબ નથી આપતા, તેથી થયું કે હવે ઉમરની અસર થઈ’. અમારા શ્રીમતીજીએ એસ્ટ્રોઝની માફક જીતનો ‘હોમ રન’ માર્યો.

હવે તો ઉઠીને તેમની પાસે ગયો અને વદ્યો,’ હજુ સુધી તો કાનપુરમાં હડતાળ નથી પડી’.

‘શ્રીમતીજી મલક્યા. અરે આપણા ‘અસ્ટ્રોઝ વર્લ્ડ ચેમ્પિયન થયા’.

‘તેનું શું’?

કેમ તેના માનમાં મેં આ શનિવારે પાર્ટી રાખી છે’.

હવે મને રમૂજ કરવાનું મન થયું. જે મારા શ્રીમતીજી ૩૦ વર્ષથી અમેરિકામાં હોવા છતાં કદી બેઝબોલની ગેમ જોવા ટી.વી.ની સામે બેઠા નથી તેમને આજે આ ભૂત ક્યાંથી ચડ્યું. વાત એમ છે ને કે બાળકો ભણી રહ્યા, પરણી ગયા, તેમને ઘરે પણ બાળકો મોટા થવા આવ્યા. શ્રીમતીજી મિત્ર મંડળમાં પછાત ન લાગે (બેકવર્ડ) એટલે આ તૂત ઉભું કર્યું. મને શું વાંધો હોય. મારે મન તો બેઝ બોલ ખૂબ વહાલી રમત છે. માત્ર પાકિટ અરે ભૂલ્યો ચાર્જ કાર્ડ નો ચાર્જ તેમને સોંપવાનો.

‘મારે કહ્યે નહી. આમ પણ ઘરે બેઠાં, તે તો અમારા ‘હોમ મિનિસ્ટર ‘ છે. શનીવાર આવી ગયો. શ્રીમતીજીએ પોતાનું બેઝબોલનું જ્ઞાન વધારવા છાપા વાંચી રાખ્યા હતા. યાદ કેટલું હતું તે એમને જ ખબર.

આવનાર મિત્રોને તો મઝા આવી ગઈ. આમે મફતનું ખાવાનું અને “પીવાનું” હોય ત્યાં કોને મઝા ન આવે ?

શ્રીમતીજી ફુલ્યા સમાતા ન હતાં. આજે તેમનો રોફ કાંઇ ઔર હતો. મનમાં હું પણ પોરસાયો. આજે રાતના જલસો પડી જશે. બીજે દિવસે રવીવાર હોવાને કારણે ઉઠવાની પણ ઉતાવળ ન હતી.

જમ્યા પછી બધા “ડીઝર્ટ” ના ટેબલ પર આવ્યા. એસ્ટ્રોઝના રંગે ટેબલ સજાવ્યું હતું. શ્રીમતીજીથી રહેવાયું નહી. ચાલો બોલો બધા,’ થ્રી ચિયર્સ ટુ એસ્ટ્રોઝ , ન્યૂયોર્ક યાન્કીની સામે જીતવા બદલ ************************

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

3 11 2017
Vijay Shah

aestroz ne yankee saame jitaadyaa?

Vijay D Shah

3 11 2017
Raksha Patel

છેલ્લા અર્ધા વાક્યે તો શ્રીમતીજીએ અવળી દિશામાં હોમ રન કરી નાંખ્યો!

5 11 2017
pravina Avinash Kadakia

Yes, Raksha, that was the intention.

Thanks

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: