તનમનનું મન

7 11 2017

હાશ, દિવાળી આવી અને ગઈ.  હવે તો દેવદિવાળી  પણ ગઈ. દિવાળી ગમે બહુ પણ તહેવારના દિવસોમાં ઘરમાં કામ, મંદિરે જવાનું, બધું કુટુંબ ભેગું થાય એટલે રસોઈપાણીની  તૈયારી કરવાની. ભલેને મહારાજ આવે, બાઈ કામ કરે પણ હવે ઉમર થઈ એટલે થાકી જવાય. થાકેલું મન એક જ વિચાર કરે ! હકિકતથી આંખમિંચામણા શાને ?  જે ખોળિયામાં પવિત્ર, પાવનકારી આત્મા નો વસવાટ હતો, તેની વિદાય પછી આ સ્થુળ શરીરનો કેવો અંજામ આવે એની શી લમણાઝીક કરવી. ભલેને સહુ છુટકારો મેળવ્યાનો આનંદ મનાવે.

તનમન જીવનના એવા તબક્કા પર પહોંચી હતી જ્યાં ‘અપેક્ષા ‘ શબ્દની હયાતી ન હતી. હવે બધા તો એના જેવું ન વિચારે ? મુસિબતતો ત્યાં આવતી જ્યારે બીજાની અપેક્ષાના જાળામાં તેનું જીવન ફસાતું. હરી ફરીને સર્જનહારને શરણે જતી.  જ્યારે વિચાર આવતો કે હું જીવનમાં સુખી છું ત્યારે ખડખડાટ હસી પડતી.  ત્યાં બીજો વિચાર દોડી આવતો, મારે જીવનમાં શું જોઈએ છે” ?   મૌનનું પાલન કરતી. હિંમત માગતી. ઈશ્વરને વિનવણી કરતી, “પ્રભુ તું એક સહારો છે”. આજે બગિચાન હિંચકા પર ઝુલતાં પાછી વિચારી રહી. આ જીવન કેવી હાથતાળી દઈને પસાર થઈ ગયું હા,’ હજુ અંતિમ યાત્રા નિકળી નથી અને ક્યારે નિકળશે ત્યારે ખબર પણ નહી પડે’. જો, જો ‘પ્રસંગ મારો હતો ને મારી જ ગેરહાજરી હતી’.  એ ભયાનક પરિસ્થિતિમાંથી કુટુંબને ઉગારવાનો એક જ સરળ ઉપાય. મરણ પછી આ પાર્થિવ શરીરના અંગોનું યોગ્ય વ્યક્તિને અર્પણ અને બાકી રહેલા હાડ ચામને ગિધડાંનો ખોરાક બનાવી દેવાનો.

તેમાંય જ્યારે બેસતા વર્ષના દિવસે સવારના પહોરમાં મોટાભાઈનો ફોન આવ્યો. ‘નાની નવા વર્ષના આશિર્વાદ”. કહીને પછી સવાલ પૂછ્યો , ‘તું સુખી છે કે દુઃખી’.

તનમન તો સવાલ સાંભળીને એક પળ આંચકો ખાઈ ગઈ. શું બોલવું તે સુજ્યું નહી. એક લાંબો શ્વાસ લીધો, “મોટાભાઈ આવું કેમ પૂછવું પડ્યું”?

સવાલ નો જવાબ, સવાલ જોઈને મોટાભાઈને થયું કંઈક કાચું કપાયું. અરે આ તો સવારના પહોરમાં વિચારે ચડ્યો હતો એટલે તારો વિચાર જાણવો હતો.

‘ઠીક ભાઈ, તમે કહો છો તો જવાબ આપીશ, ‘દુનિયાની નજરે ખૂબ સુખી છું’. મારી પોતાની નજરમાં અસંતોષ છે કે જીવનમાં ધાર્યા મુકામે પહોંચી શકી નથી. હા, પ્રયત્નો મરતા દમ સુધી ચાલુ રહેશે’.

વાત પૂરી થઈ પણ દિમાગ ચકરાવે ચડ્યું. ‘સ્ત્રીનું હ્રદય નિર્મોહી કક્ષામાં છે.’

આ કયા જમાનાની વાત છે. રામાયણ અને મહાભારતના કે પછી ગીતા અને વેદ ? સ્ત્રી થઈને કહું છું સ્ત્રી ‘સ્વાર્થ’ની પુતળી છે . એમાં હું પણ સ્ત્રી હોવાને કારણે શામિલ છું.હા, માત્રા વધારે કે ઓછી હોઈ શકે. બાકી ૨૧મી સદીની સ્ત્રીને તો પેલો ઉપરવાળો પણ પારખી નહી શકે. સ્ત્રીને જાણવાની આતુરતા ઘણી. પણ પછી પોતાની રીતે મનઘડન અર્થ કાઢે ! સ્ત્રીનો મોહ છૂટવો કઠિન છે. જો એ સ્વાર્થ છોડી પરમાર્થ તરફ વળે તો કદાચ થોડો ફરક પડે. આને માટે ચિંતન આવશ્યક છે.  ્ભણ્યા અને સમજ્યા તો તમને જીવનમાં  બ્રહ્મને જાણવાની ઉત્કંઠા જરૂર થાય.  તનમન આ પ્રકારની સ્ત્રી હતી

તનમનને થયું જીવન તો એવું જીવવું કે , તેનો શોક ન થાય. આ ખોળિયું કોઈના કાજે ઘસાય તો તેનાથી ઉત્તમ શું ? કેટલાય અનુભવોમાંથી ગુજરી ચૂકી હતી   ? જીવનની ઘટમાળમાં બને ત્યાં સુધી સરસ આચરણ કર્યું હતું. ‘સુખી પરિવાર અને સંતોષી જીવન’ , સંસાર મઘમઘતો બાગ હતો. આ જગે કશું શાશ્વત નથી. દિન પ્રતિદિન બધું બદલાય છે. શામાટે ભૂતકાળમાં રાચવું કે ભવિષ્યના સોણલાં સેવવા ? વર્તમાનની હરએક ક્ષણને મન ભરીને જીવવી !

તમારા માનવામાં ન આવે એવી વાત. આંખ ચોળીને ફરીથી વાંચજો. હા, તમે જે વાંચું તે સાચું છે. ચુસ્ત પુષ્ટિમાર્ગિય કુટુંબમાં જન્મ. પિતા વેપારી અને માતા ધાર્મિક પણ ખૂબ સુંદર અને પ્રગતિકારક વિચાર ધરાવનાર. હા અમુક તેના વિચારોમાં બાંધછોડ કદી ન કરે. હોસ્પિટલમાં ગયા, ત્યાં કોઈને અડક્યા . ઘરે આવીને નહાવાનું. હરિજનને કે માસિક આવેલી સ્ત્રીને અડક્યા તો અચૂક નહાવાનું. વળી સ્ત્યવાદી હરિશ્ચંદ્ર એટલે અડકીને આવ્યા હોઈએ તો પૂછે નહી છતાં કહી દેવાનું. માતાના સંસ્કાર અને કેળવણી આખી જીંદગી દીવાદાંડીની જેમ માર્ગ બતાવતા રહ્યા.

કોઈ પણ જાતનું સાહિત્યિક વાતાવરણ નહી. છતાં વાંચવાનો શોખ બાળપણથી. કામકાજ અને ઈતરપ્રવૃત્તિમાંથી સમય મળે એટલે ચોપડી હાથમાં હોય. રાતના સૂતા વખતે પણ બેથી ત્રણ ચોપડીઓ ઓશિકા પાસે જોઈએ.  મમ્મી વઢે તો પણ તે ત્યામ્થી ન ખસે. શાળામાં પહેલી પાટલી પર બેસવાનું. વર્ગમાં ધ્યાન ૧૦૦ ટકા આપવાનું. વર્ગકામ જલ્દી પુરૂં થાય એટલે બાજુમાં બેસેલાંને ખલેલ પહોંચાડવાની. રોજ વર્ગની બહાર કાઢી મૂકે પણ સુધરે એ બીજા. ભણવામાં હોંશિયાર એટલે કોઈ પણ દિવસ ઘરે ફરિયાદ ન પહોંચે. જો  ફરિયાદ ઘરે પહોંચે તો મમ્મીના વેલણ ખાવાની તૈયારી રાખવી પડે.

આમને આમ જુવાની આવી, લગ્ન ગ્રંથી દ્વારા મનના માણિગરને મેળવી ભાગ્યશાળી બને. સોનામાં સુગંધ ભળી અને બે બાળકોની માતા બનવાનું સદભાગ્ય સાંપડ્યું. તનમનની જીંદગીમાં બસ સાધારણ બનાવ બનતા જે મોટેભાગે દરેકના જીવનમાં બને છે. અહંકાર અને સ્વાર્થથી તે લાખો જોજન દૂર હતી.

આજે તે તનમન નીલ ગગન તળે બગિચાના બાંકડા પર સુનમુન બેઠી હતી. વિચારી રહી આ ‘મન’ આજે શું માગે છે? પૂછી પૂછીને થાકી . ઉત્તર મેળવવામાં નિષ્ફળતા સાંપડી. આખરે ઘરમાં આવી સોફા પર ટી.વી. જોતાં ક્યારે આંખ મળી ગઈ ખબર ન રહી.  ભર બપોરે ક્યારેય સ્વપના જોયા છે. જે તનમનને રાતના સ્વપના ન આવતા હોય તેને દિવસે સ્વપનું આવ્યું. તનમન દોડતી બારણું ખોલવા ગઈ.

બારણામાં સડક થઈ ગઈ. ૪૦ વર્ષ પહેલાં પિતાજી અને ૧૩ વર્ષ પહેલાં મમ્મી વિદાય થઈ હતી. બન્ને જણા સાથે બારણામાં ઉભા હતાં. હક્કા બક્કા છૂટી ગયા.

‘મોટાઈ તમે”? મમ્મી તું ક્યાંથી’?

અમને લાગ્યું કે તું આજે ખૂબ યાદ કરે છે’.

હા, મોટાઈ મને પાછાં બાળપણમાં સરી જવું છે. મારે આ દુનિયાથી દૂર જઈ ,નિર્દોષ જીવન પાછું જોઈએ છે.  મમ્મી અત્યારે મને માલતી યાદ આવી. મને કહેતી, ‘તનમન આ જીંદગી આપણા માટે નથી. ‘

‘મમ્મી એ તો ૧૦ વર્ષ થયા ગુજરી ગઈ. આ દુનિયામાં ઘણી હેરાન થઈ હતી. મા, તેના બે પગ પણ કપાવવા પડ્યા હતા.’

‘મમ્મી અને મોટાઈને આશ્ચર્ય થયું. તેમને ખબર ન હતી.

પેલી બીજી બહેનપણી કેન્સરમાં ગઈ. મમ્મી જવાનું તો બધાને છે. તેનો ડર રતિભાર નથી. માત્ર પરાવલંબી જીવન ન થાય’.

અરે, હજુ ગઈકાલે દિવાળી ગઈ અને આજે આવા ગાંડા જેવા વિચાર શામાટે ? દિવાળીના દિવસો દરમ્યાન એક મિત્રનું અવસાન થયું હતું. હવે મોત કાંઈ સમય જોઈને આવતું નથી. કોઈની આજની કાલ થતી નથી. તનમનના દિમાગમાં વિચારોનો ધોધ વહી રહ્યો હતો.

‘આ જીવનનું ધ્યેય શું ?

ક્યાંથી આવ્યા હતા ક્યાં જવાના?

દિવાળી દરમ્યાન જીવનનું સરવૈયું કાઢ્યું હતું. (જમા પાસુ ભારી હતું)

અરે, ગાંડી શું આવા વિચાર કરે છે ?’ મન બોલી ઉઠ્યું.

‘આ જીવન તો એક લહાવો છે. જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. એક પળ પણ નિરર્થક ન જવી જોઈએ. તનમન ખુશ મિજાજમાં હતી. બસ મનોમન કાંઇ નક્કી કર્યું ને ઘરની બહાર નિકળી પડી.’

ક્યારે ઘરડા ઘરને આંગણે આવીને ઉભી રહી ખબર ન પડી. બે મહિના પહેલાં તેની સહેલી સરિતા અંહી આવી હતી. બે દીકરીઓની મા ક્યાંય ન સમાણી. એક દીકરી અમેરિકા હતી શું કરી શકે ?

સરિતા તનમનને જોઈને ખુશ થઈ . તેના મુખ પર ચમક આવી હતી. તેનો મળતાવડો સ્વભાવ અંહી કામ લાગ્યો. કોઈનું પણ કામ કરવામાં નાનમ ન અનુભવતી. હજુ તો બે મહિના જ થયા હતા પણ લાગતું હતું કે તે અંહી બે વર્ષથી રહે છે. તેની વાતો સાંભળીને તનમનના મનને ખૂબ શાંતિ લાગી.

તેના દિમાગના બધા પ્રશ્નોનો હલ મળી ગયો. મુખ પર સ્મિત ફરકાવતી તનમન ટેક્સીમાં  બેઠી, આજે તેને ખૂબ શાંતિની નીંદર આવી !

 

****************************************************************

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: