શિયાળો ‘ શું ખાઈશું’ ?

8 12 2017

 

શિયાળાની ઋતુ ,ગોદડામાંથી નિકળવાનું દિલ ન થાય. સુંદર મજાના વસાણા ખાવાના. ઘીથી લદબદતાં પછી ફરિયાદ કરવાની, વજન વધી ગયું. આ ઉપર જણાવેલી  સુંદર મનગમતી વાનગી ખાવ , ફરિયાદ મટી જશે. અંગ્ર્જીમાં ‘સલાડ’ કહેવાય. આપણી ભાષામાં કાચાં શાકભાજી, જેવાંકે કાંદા ,ટામેટા, કાકડી, મોગરી, મૂળો, પપૈયુ, શણગાવેલા મગ , કોપરું અને સૂકો મેવો. શિયાળાનું સુંદર ખાવાનું. ઉપરથી જાતજાતની ભાજી, વટાણા , તુવેત, લીલા ચણા. બસ વાત ન પૂછો મોઢામાં પાણી આવી જાય.

રોનકને મમ્મીનું બનાવેલું બધું જ ભાવતું. એમાંય શિયાળામાં બનતો અડદિયા પાક ,મેથી પાક, કંટાળા પાક દરરોજ સવારે એક ચકતું ઝાપટે. રીના ભલેને માથા પછાડે, ‘તારું કૉલોસ્ટ્રોલ વધી જશે, તને ડાયાબિટિસ થશે’. સાંભળે તે બીજા. સવારે વહેલો ઉઠીને ચાલવા જાય. રાતના ઘરે આવીને પહેલાં કસરત કરે પછી જમે. કોલોસ્ટ્રોલની તાકાત નથી તેની નજીક પણ સરે.

સાંભળે તે બીજા. રોનક સવારે તે ખાય પછી નોકરી પર લંચમાં સલાડ ખાય. જેમાં શણગાવેલા મગ હોય, બાફેલું બટાકું , કાકડી, ટામેટા, મૂળો અને મીઠું ,નહી નાખતાં લીંબુ નિચોવે. થોડા દાડમના દાણા અને ન હોય તો દ્રાક્ષ.

રાતનું જમવાનું ખૂબ જ હલકું હોય. બાજરીનો રોટલો અને  ભાજીનું શાક કે પછી મગની દાળ. રીના બહેન ચકતું ન ખાય પણ જમવામાં કોઈ સંયમ નહી. જ્યારે વર્ષને અંતે ડોક્ટર પાસે જવાનું આવ્યું ત્યારે રીના બહેનને કોલોસ્ટ્રોલ આવ્યું. રોનક મસ્તરામનું બધું જ બરા બર હતું.  ઘીમાં એચ . ડી. એલ. હોય છે જે લોહી માટે ઉપકારક છે.

મિત્રો ઋતુ અનુસાર ખાતાં સંકોચ ન રાખશો. હમેશા વિચારીને ખાશો તો વાંધો નહી આવે. ચીઝ અને ચિપ્સ વિચારીને ખાજો.

મમ્મી , આ વર્ષે અડદિયા પાક કેમ નથી બનાવ્યો?

નાની સમતા બોલી ઉઠી. હવે તો ચોથી ભણતી હતી. દર વર્ષે શિયાળો આવે એટલે સવારના પહોરમાં મમ્મી દરેકને અડદિયા પાકનું ચકતું આપે. સાથે કંઈક ખારું જોઈતું હોય તો પાપડ કે મઠિયું આપે. કોઈ માને કે ન માને સમતાને તે ખૂબ ભાવતું. આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ જણાતી. દાદી પણ કહેતી શિયાળામાં ‘વસાણા’ નાખી બનાવેલું ચકતું ખૂબ ગુણકારી છે. ઠંડી સામે રક્ષણ પણ મળે.

બાજુ વાળો સોનુ આવું ન ખાય એની મમ્મી કહે ,’જાડા થઈ જવાય’. પછી ભલેને ઠંડીમાં માંદા પડે ને ડોક્ટરની દવા ખાય. આજકાલ તો આપણા ભારતિય અમેરિકા આવીને વસ્યા. અંહીનો ‘ડાયેટિંગ” નો રોગ સહુને એક સરખો લાગ્યો છે. આપણું સુંદર ખાવાનું છોડી પાઈ અને ડોનટ ખાય. તેનાથી જાડા ન થવાય ?

મિત્રો શિયાળામાં મગ, ચલાવે પગ જરૂર ખાવા. બાજરીનો રોટલો ખાવો કોઈ પાસે ચાકરી નહી કરાવવી પડે. સુંઠ , આદુ, હળદર, મરી મસાલાનો ઉપયોગ અચૂક કરવો.  ગરમ ગરમ વઘારેલી ખિચડી, જો જો મોઢામાં પાણી ન આવે.

આજે મારો ઈરાદો ભાષણ આપવાનો ન હતો. પણ કોણ જાણે કેમ આ ઠંડીની ઋતુમાં બાળપણ યાદ આવી ગયું.

‘નિરોગી તન અને (સ્વચ્છ)  નિર્મળ  મન આરોગ્યની ચાવી છે’.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

8 12 2017
સુરેશ

ગમે તેમ કહો. શિયાળામાં મગસ ખાવાની એ મજા હવે ક્યાં?
અમે બધા પોળના મકાનમાં મેડે સૂવા જઈએ, પછી કલાકેક રહીને અમારી બહેન ( બા) પ્રાયમસ પેટાવે. કલાકેક રહીને મગસની સોડમ આવે એટલે અમે એક એક કરીને નીચે રસોડામાં જઈએ. પછી ચીડાતાં ચીડાતાં બહેન અમને રકાબીમાં લસલસતો મગસ આપે. એ મજા આ સલાડ્યું માં ક્યાં ? !

8 12 2017
pravina Avinash Kadakia

મગસ ખાવો હોય તો હ્યુસ્ટન આવો. “બેન” જેવો નહી ,પણ સ્વાદિષ્ટ હશે.

મારી બે પૌત્રીઓને ખૂબ ભાવે છે.

8 12 2017
Rajul Kaushik

પહેલું સુખ તે જાતે નર્યા .
કોઈ પણ વસાણા માફકસર ખાવામાં કશું ખોટું નથી .

12 12 2017
pravinshastri

ડાયાબિટિસ, હાઈ ટ્રાઈગિસરાઈડ તો વર્ષોથી સંગ્રહ્યો છે પણ રો જ સવારે એક ચકતું અડદિયું ખાઉં છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: