ગુજરાતમાં ચુંટણીનો નતિજો !

12 12 2017

ગઈ કાલે મતદાન આપવા ગયો હતો. કતાર જોઈને થયું આજે મત નથી આપવો. માંડ માંડ હવે ‘રેશનની’ કતારમાં ઉભા રહેવાનું ગયું તો આ રોજ નિત નવી ચૂંટણીની જફામાં સંડોવાયા. જે રાજ કરવા આવ્યા છે તેમને શાંતિથી કામ ન કરવા દેવા માટે આપણા દેશની પ્રજાએ કમર કસી છે.

ઘરે આવીને થાકેલો પલંગમાં ૧૮૦ ડિગ્રી થઈ ગયો. ત્યાં, ‘અરે આજે સવારના પહોરમાં શ્રીમતિજી વહાલથી ઉઠાડવા આવ્યા.’

‘હવે ઉઠોને, ચા થઈ ગઈ. ગરમા ગરમ બટાટા પૌંઆ પણ બનાવ્યા છે’.

બટાટા પૌંઆનું નામ સાંભળીને પલંગમાં ૧૮૦ ડીગ્રી હતો એનો  માર્યો કૂદકો અને સિધો દોર થઈ બાથરૂમમાં ભાગ્યો. બટાટા પૌંઆ ટેબલ પર લાવ આપણે બન્ને સાથે મોજથી ખાઈએ. બે મિનિટમાં બાથરૂમમાંથી બહાર આવી આરામથી ખુરશી પર અડ્ડો જમાવ્યો. ગુજરાત સમાચાર, અને દિવ્યભાસ્કરે હસીને આવકાર પણ આપ્યો. સમજી ગયાને આજે રવીવાર છે !

ચુંટણીનું પરિણામ આવી ગયું. આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને બી. જે. પી.ની ભવ્યતા પૂર્વક જીત થઈ. પેલો (હાર્દિક) “હાસ્યસ્પદ પટેલ” ફેંકાઈ ગયો. ‘રાહુલ ગાંધી કે ‘રાવણ ગાંધી’ શોધ્યા ન જડે એવી હાલતમાં ભૂગર્ભમાં ચાલ્યા ગયા.

‘મોદીજીને ખૂબ અપશબ્દોથી નવાજ્યા હતા’. કેવી રીતે મોઢું બતાવે. રૂપાણીજી બહુ ખુશ ન થતાં. હવે કામ કરીને પુરાવો આપો કે તમારા પર ભરોસો મૂકી ભૂલ નથી કરી !

‘અરે, જુઓ તો’ રસ્તા ચોખ્ખા ચણક જેવા છે.

રસ્તા પરથી ફેરિયાઓ બધા નિયત સ્થળે જણાય છે.

ટ્રાફિક સિગ્નલ બધા બરાબર ચાલે છે.

ગુજરાતનું નાગરિક તેનું પાલન કરે છે.

રિક્ષાવાળા કોઈને ના પાડતા નથી.

આજે કાંદા ૫૦ રૂ. કિલો વેચાય છે.

ટી.વી. ઉપર લોકો ઝઘડતા નથી.

રવીવાર છે, રસ્તા પર ગિર્દી ઓછી છે.

પરિવાર સાથે રવીવારની મોજ ઉડાવે છે.

હાશ, ચુંટણીના ધમપછાડા સંભળાતાં નથી.

ક્યાંક રેડિયા પરથી નરસિંહ મહેતાના ભજન સંભળાય છે.

અરે, સાંભળૉ છો ? આજે ગરમાગરમ બટાટા વડા, કઢી ભાત અને પુરણ પોળી જમાડીશ.

પેલા અહમદ ચાચા, ચા પીવાની દાવત આપવા આવ્યા હતા.

ગુટકાનો ગલ્લો હજુ ખુલ્યો નથી.

મંદિરમાં આરતીનો મધુરો અવાજ અને ઘંટાનાદ સંભળાય છે.

મકાનમાં ક્યાંય કોઈએ પાનની પિચકારી મારી નથી.

દરેકના ઘરનું આંગણું વાળીઝુડી ને સાફ છે.

કામવાળી બરાબર ૯ વાગે આવી પહોંચી. “ભાઈ તમે સ્નાન કરી લો પછી કપડાં ધોઈશ”.

આ ભા. જ. પે. તો રામ રાજ્યની યાદ અપાવી.

હજુ તો કેટલુંય આ મગજ વિચારે છે. આટલો બધો તફાવત——ત્યાં

‘રવીવાર છે, સુરજ માથે આવ્યો હવે તો ગોદડામાંથી બહાર આવો’.

આ કોનો અવાજ છે ? અરે આ તો શ્રીમતિજીનો, તો શું હું સ્વપનામાં હતો. ગાલે ચુંટણી ખણી . આટલું સુંદર અને સ્વચ્છ અમદાવાદ ક્યારથી થઈ ગયું. આ તો પરોઢિયાનું સ્વપનું જ હોઈ શકે. ભલેને સ્વપનું હતું પણ સોહામણું હતું. પરોઢનું સપનું સાચું પડે તેવું મારી મમ્મી કહેતી હતી !

પથારીમાંથી ઉઠતાંની સાથે કામવાળી, ‘આજે તમારા કપડાં ધોવામાં નહી આવે’.

હું આસમાન પરથી જમીન પર પટકાયો. હકિકત આંખ સમક્ષ ખાલી પગે નાચી રહી હતી !

‘શ્રીમતીજી ચા ઠરીને ઠીકરા જેવી થઈ ગઈ’. (ગરમ કરી આપશે એ વિચારવું પણ અસ્થાને છે )

હવે તો પૂરા હોશમાં હતો. ઠંડી ચા ગળાની નીચે જવા માટે સાફ ઈન્કાર કરી હતી. ત્યાં ટી.વી. પર સમાચાર વહી રહ્યા, ભા. જ. પ. બહુમતિથી ચુંટાઈ આવી છે. ચાનો કપ પટ દઈને અન્ન નળીમાંથી સરકી ગયો !

જોરથી પોકારી ઉઠ્યો,

‘જીતેગી ભાઈ જીતેગી

વિકાસ યોજના જીતેગી’.

ચાલો આજે, મારું સ્વપનું સાકાર થયું. ગુજરાતનું નહી કે શ્રીમતિજીનું !

 

 

 

 

 


ક્રિયાઓ

Information

2 responses

12 12 2017
Chaman Patel

new post?????

“ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર!”
ટીકા નથી!
તમારું ધ્યાન દોરું છું.
નવરો છું એટલે! બાકી આજકાલ કોને સમય છે!

Chiman Patel ‘chaman’

12 12 2017
pravina Avinash Kadakia

“જેવા આપણે હોઈએ તેવા બીજા જણાય”, વડિલ મિત્ર ચિમન પટેલ”
********************************************************************

અમારા મિત્રએ જે પોતાના વિચાર દર્શાવ્યા તે બદલ આભાર. વડિલ મિત્ર, સ્વપનું ચુંટણી

પહેલાં આવી શકે તેને કાંઈ ખબર નથી હોતી કે ચુંટણીનું પરિણામ આવ્યું કે નહી ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: