ઉત્તર

19 12 2017

આજે ‘યાચના’ દુઃખી હતી, દિલગીર હતી કે નાસીપાસ કાંઇ સમજમાં આવતું ન હતું. લગ્ન થયાત્યારે ખૂબ નાની તો ન કહેવાય પણ ૨૦ વર્ષની હતી. દુનિયાદારીની કોઈ ગતાગમ હતી નહી. યોગેશના ગયા પછી પોતાની સહેલી અચલાની સાથે રહેતી હતી. અચલા ક્યારેય પરણી ન હતી. યાચના અને અચલા બાળપણની સહેલીઓ . બે તન એક મન. યોગેશ હતો ત્યારે ત્રણેની ત્રિપુટી સાથે જ હોય, જાણે અચલા ,યાચના સાથે આણામાં ન આવી હોય. યોગેશ પણ અચલા સાથે ભળી ગયો હતો. તેમાં અચલા ‘બાળકોની ડોક્ટર’ હતી. પોતાના ક્ષેત્રમાં દિલ દઈને કામ કરવું હતું તેથી પરણી પણ ન હતી.

યોગેશ ૬૦ વર્ષની ઉમરે નાનીશી માંદગી ભોગવીને વિદાય થયો ત્યારે યાચનાને માથે આભ ટૂટી પડ્યું હતું. યોગેશના રાજમાં મહારાણીની જેમ મહાલતી હતી. બન્ને દીકરાઓ આગળ ભણવા અમેરિકા ગયા અને ત્યાં સાથે ભણતી અમેરિકન છોકરીઓ સાથે પરણી ગયા. યાચના અને યોગેશ દર વર્ષે આવતાં . પૌત્ર અને પૌત્રીઓને રમાડી મહિનામાં પાછા ઘર ભેગા થઈ જતા હતા.

અચલાને તો પોતાની ‘કરિયર’ બનાવવી હતી.  ડોક્ટર એટલે કોઈ રૂકાવટ પણ ન નડી. બાળકોની નિષ્ણાત હોવાને નાતે યાચનાના બાળકોની સંભાળ સારી લેવાઈ હતી . દિવસો અને વર્ષો પાણીના રેલાની જેમ સરી ગયા. યાચનાને બે બાળકો થયા પછી જ્યારે ત્રીજી વાર સારા દિવસો રહ્યા ત્યારે યોગેશે કહ્યું, ‘બે બાળકો બસ’.

યાચના અને યોગેશ લગ્ન પછી શહેરમાં આવીને વસ્યા હતા. બન્નેની પાસે કોલેજની ઉપાધિ હતી. યાચના એ આજથી ૩૦ વર્ષ પહેલાં કમપ્યુટર સાયન્સમાં એમ.એસ.સી. કર્યું હતું . યોગેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો.  બે બાળકો હતા ત્યારે ઘરમાં એક બહેનને રાખી લીધા હતા, જે બાળકો પણ સંભાળે અને રસોઈ કરે. બાળકોતો મોટા થઈ ગયા. યશોદા બહેન ઘરની વ્યક્તિ થઈ ગયા હતા. જાણે બાળકોને દાદીમા મળ્યા. હવે જ્યારે ત્રીજાના આગમનની એંધાણી જણાઈ ત્યારે યોગેશ અને યાચના બન્ને ચોંક્યા. મહિના દરમ્યાન આવતા મોટા પગાર કોને ન ગમે? જીવનમાં અને કામમાં બન્ને ઠેકાણે, સ્થાયી થયા હતા. જો ઘરમાં નાનું બાળક આવે તો યાચનાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આ સમયે યાચના હવે કોઈ ભોગ આપવા તૈયાર ન હતી.

યોગેશે ,યાચનાને પટાવી જેને કારણે આવનાર બાળકને દુનિયામાં આવવાના વિસા ન મળ્યા. યાચનાને તે વખતે બહુ સમઝ ન પડી કે આ પાપ કહેવાય, કે આ સાચું તેમ જ સારું કાર્ય નથી. યાચના ભણેલી ગણેલી જરુર હતી. પહોંચેલી નહી !  યોગેશને મન તો આની કોઈ વિસાત ન હતી. તે આમ મસ્ત રામ હતો. બે બાળકો હવે ત્રીજા અને ચોથા ધોરણમાં ભણતા હતા. યશોદા બહેન ઘરની વ્યવસ્થા સાચવતા હતા. જીવનમાં શિસ્ત અને નિયમિતતા આવી ગયા હતાં.

યોગેશ અને યાચનાને કામ માટે બહારગામ જવું પડે તો પણ તેમનામાં બાળકોની સાચવવાની ક્ષમતા હતી. જ્યારે યોગેશ અને યાચનાએ આ નિર્ણય કર્યો ત્યારે તે વાત અચલાથી છુપાવી હતી. ઘરમાં પણ કોઈને જાણવા દીધી ન હતી. બન્નેના માતા અને પિતા અજાણ હતા. અચલાએ જો આવત જાણી હોત તો ,યાચનાને સમજાવી શકી હોત કે હવે થઈ ગયું છે તો બાળકને આ જગે આવવા દે. હવે તકેદારી રાખવાની કે ઓપરેશન કરાવી લેવાનું જેથી ભવિષ્યમાં આવું ફરીથી ન બને.

હવે આવનાર બાળક દીકરો હતો કે દીકરી તે પણ એ અવસ્થામાં જાણવું મુશ્કેલ હતું. ખરું પૂછો તો બેમાંથી એકેયને કોઈ ફરક પડવાનો ન હતો. આ વાત વર્ષો પુરાની હતી. યોગેશને ફાની દુનિયા છોડ્યે પાંચ વર્ષ થઈ ગયા હતાં. યોગેશના ગયા પછી યાચના સાવ ભાંગી પડી હતી. યોગેશ તેનો પતિ હતો તેના કરતાં મિત્ર વધારે હતો.

અંહી યાચના પાસે કોઈ ન હતું. માતા, પિતા અને યશોદાબહેન સહુ વિદાય થઈ ગયા હતા. અચલા આજે હજુ કામ પરથી આવી ન હતી. જો કે તેના આવવાનું ક્યારેય ઠેકાણું પણ ન હતું. હવે દર્દી ઓચિંતા આવે તેમની સારવાર કર્યા વગર તો પાછા ન મોકલાય. અચલા ખૂબ  સહ્રદયી ડોક્ટર હતી. એકવાત તેના દવાખાનાનો ઉંબરો ઓળંગે તે વ્યક્તિ પાછી ક્યારેય બીજા ડોક્ટર પાસે ન જાય. અર્ચના હોત તો, વાત કરીને દિલનો બોજો જીવનની ઢળતી સંધ્યાએ હળવો કર્યો હોત !

આજે યાચના સ્વપનામાંથી જાગી ગઈ હતી. સ્વપનામાં એક નાનું બાળક તેને તેડવા માટે ઈશારા કરતી હતી. અચલાના દિમાગ પર ભૂતકાળ છવાઈ ગયો. શું જે બાળકનો  દુનિયા પર  આવવાનો હક છિનવ્યો હતો તે આ છે? તેનું દિમાગ ચકરાવે ચડ્યું હતું.

‘શું તે દીકરી હતી ‘?

‘ખરેખર જાણે અજાણે હત્યા કરી હતી ‘?

‘જુવાની અને નોકરી પર પ્રગતિની લાયમાં એક બાળકીને આ ધરતી પર આવવાનો હક્ક છિનવ્યો હતો’?

આટલા વર્ષો પછી જે યાદો નહિવત થઈ ગઈ હતી તે ક્યાંથી સળવળી. શું તેણે અને યોગેશે કોઈ ગુન્હો કર્યો હતો? અચલા માની ન શકી કે આવું અસંગત સ્વપનું તેને ક્યાંથી આવ્યું ? તેને એકલતા સતાવતી હતી ? તેનુ હ્રદય તેને ડંખી રહ્યું હતું , યાચના અસંજસમાં હતી.  યોગેશ હતો નહી , જેની સાથે પેટછૂટી વાત કરી શકે. મુંઝવણ ભરેલી યાચના પથારીમાં છટપટી રહી હતી.

આ નિર્ણય યોગેશ અને અર્ચનાનો હતો. હવે એ વિષે વિચાર મુનાસિબ ન હતો. પણ કોને ખબર કેમ યાચના પોતાને કોસી રહી હતી. પારેવડું તેની અંદર પોષણ પામી રહ્યું હતું. જુવાનીમાં કરેલી ભૂલ આજે તેને ઝંપવા દેતી ન હતી.

યાચના પાસે  કોઈ ઉત્તર ન હતો.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

19 12 2017
Rajul Kaushik

ભૂતકાળ ક્યારે ભૂતાવળ બની જાય કહેવાય નહીં .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: