વસંત

બારી પાસે ઉભી રહીને બહારનું સૌંદર્ય નિહાળતાં વર્ષા બોલી,’ અરે વસંત તું હજુ સૂવાનો, કેમ આજે નોકરી પર નથી જવાનું” ?

બહાર ઝાડ પર બેઠેલી કોયલે કૂ કૂ કરીને વાતા વરણ ભરી દીધું.

‘અરે, પાગલ હું તને નથી કહેતી, આ મારો ૨૧ વર્ષનો દીકરો ઓઢવાનાની અંદર હજુ નસકોરાં બોલાવે છે’.

કોયલનો શ્વાસ હેઠો બેઠો.

‘મમ્મી બસ પાંચ મિનિટ’.

‘આ તારી ત્રીજી વારની પાંચ મિનિટ છે’.

વસંત સફાળો ઉભો થઈ ગયો. આજે સવારના પહોરમાં બોસ, સાથે મિટિંગ હતી. ગઈ કાલે કરેલા કામની અગત્યતા સમજાવાની હતી. જો માન્ય રાખે તો સાંજ પહેલા બધી કાર્યવાહી પૂરી કરીને બીજા દિવસથી તેના પર આખા ડિપાર્ટમેન્ટને કામ શરૂ કરવાની સલાહ સૂચના આપવાની હતી. વસંતને ખાત્રી હતી કામમાં કોઈ બાધા નહી આવે. એક તો તેનું નામ વસંત, અને વસંત પંચમીના શુભ દિવસે આ આખો કાર્યક્રમ બોસ સમક્ષ રજૂ કરવાનો હતો.

મમ્મી આજે સવારનો નાસ્તો નહી બનાવતી , મિટિગ વખતે નોકરી પર મળશે. જો મારો ફોન બપોરે ત્રણેક વાગ્યા સુધીમાં આવે તો સાંજના સુંદર આપણા બધા માટે વાળુ તૈયાર કરજે. કહીને દસ મિનિટમાં તૈયાર થઈને ભાગ્યો. ઉતાવળ હતી છતાં ખાત્રી કરી, બરાબર બધા કાગળ અને પ્રોજેક્ટનો સરસામાન બેગમાં ગોઠવ્યો. બસ ચૂકી ન જવાય એટલે લગભગ દોડતો બસ સ્ટોપ પર આવીને ઉભો રહ્યો. નસિબ સારા હતા, બસ આવવાને હજુ બે મિનિટની વાર હતી.

બસ સ્ટોપ પર ઉભેલી કોકીલાને જોઈ મુખ મલકી ગયું. તે પણ સાથે કામ કરતી હતીને મિટિંગ માટે ઉત્સુક હતી.

અરે વસંત, સારું થયું આપણે બસ સ્ટોપ પર મળી ગયા. તમારે આજે પ્રોજેક્ટ બોસને બતાવવાનો છે. તેમણે મને પણ સાથે રહેવાનું  આમંત્રણ આપ્યું છે. ‘શુભકામના. ‘

વસંતને આ સમાચાર સાંભળી શેર લોહી ચડ્યું. આમ પણ કોકીલા તેને ગમતી હતી. બહુ બોલવાનો પ્રસંગ સાંપડતો ન હતો. તેને થયું હવે માર્ગ મોકળો બનશે. મિટિંગ બરાબર આઠ વાગે શરૂ થઈ. મિ. દારૂવાલાને ખાત્રી હતી, વસંતના કામમાં જરા પણ ભૂલચૂક નહી હોય. વસંતની છટા કોકીલાને ગમી અને દારૂવાલાને વસંતનું કામ.

બરાબર ત્રણના ટકોરે ઘરે ફોન કર્યો.

‘હા, બેટા સમજી ગઈ’.

રોજ છવાગે ઘરે આવનાર વસંતને કામ પતાવતા મોડું થયું હતું.

સાંજના સાત વાગે વસંત ,કોકીલાને લઈને ઘરને આંગણે આવી પહોંચ્યો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: