લોકમાન્ય તિલક જયંતિ ૨૦૧૮

1 08 2018

 

 

ઓગસ્ટની પહેલી તારિખ આવે અને આપના સહુના લાડિલા લોકમાન્ય તિલકની યાદ આવે. આજે તેમની પુણ્યતિથિને  દિવસે એક પણ લઈએ. આળસ ખંખેરવી અને દેશ પ્રત્યે ફરજ બજાવવી ! ૧લી ઑગસ્ટ ૧૯૨૦.

“સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક્ક” છે.

આ વાક્ય કાનમાં  ગુંજી ઉઠે. અંગ્રેજોના હાથ નીચે જ્યારે ભારત હતું ત્યારે આપણા દેશની પ્રજાની ખુમારી અજોડ હતી. ક્યાં ગયા આજે એવા શૂરવીરો. પૈસાની ચકાચૌંધમાં શું બધા બહાદૂરો ચૂડીઓ પહેરીને બેઠા છે. ૨૧મી સદીની પૈસા પાછળની આંધળી દોટ આપણને કૈ દિશામાં લઈ જઈ રહી છે ?

આધુનિકતા, મોજશોખના ઉપકરણો પાછળનું પાગલપણું આપણા સચ્ચાઈના માર્ગમાં રોડાં નાખે છે. સહુને માત્ર “પૈસા”ની ઘેલછા છે.

નિતિમયતા અને  દેશ પ્રત્યેની વફાદારી પ્રત્યે સહુ બેદરકારી દાખવીએ છીએ. ભારતમાતાના સંતાનો મોડું થાય એ પહેલાં જાગો, ભારતના સુપુત તરિકે પોતાની જવાબદારી નિભાવો !

૧૮૫૬માં જન્મ અને પુનાની “ડેક્કન કૉલેજની સ્નાતકની પદવી’ ગણિત અને સંસ્કૃત સાથે મેળવી. ૧૮૯૩માં મુંબઈ યુનિવર્સિટિમાંથી વકિલાતની પરિક્ષા પાસ કરી. એ જમાનામાં ‘મરાઠા અને કેસરી” બે સમાચાર પત્રની શરૂઆત કરી. એ સમાચાર પત્ર દ્વારા અંગ્ર્જો વિરૂદ્ધ પ્રચાર કર્યો.  ગણપતિ મહોત્સવનું મહારાષ્ટ્રને સમજાવ્યું. શિવાજી મહારાજે મોગલો સામે યુદ્ધ કર્યું હતું તેની મહત્વતા બતાવી. ૧૮૯૭માં ૧૮ માસની જેલની સજા ભોગવી.

લોર્ડ કર્ઝનના સમયમાં ‘અંગ્રેજી  માલ”નો બહિષ્કાર કર્યો.

અંગ્રેજો સામે માથું ઉંચક્યું. “લોકમાન્યનું બિરુદ પામ્યા”.

લોકમાન્ય તિલકની તો જેટલી ગાથા ગાઈએ તેટલી ઓછી છે. આજે આ બધું જણાવવાનો એક જ ઈરાદો છે.

જાગો ભારતિય જાગો. સમય પાકી ગયો છે. શ્રી નરેન્દ્ર મોદીને સાથ આપો.

આજે મારા પહેલા ભત્રિજાની વર્ષગાંઠ પણ છે. જન્મ દિવસ મુબારક હો વહાલા “પરાગ”.

 


ક્રિયાઓ

Information

One response

1 08 2018

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: