૧૫૦ વર્ષ *****શૌર્ય શોધે ઈલાજ

2 10 2018

૨, ઓકટોબર ૨૦૧૮ આજે આપણા પૂજ્ય બાપુની ૧૫૦મી વર્ષગાંઠ છે. માનવામાં આવે છે,

આટલા બધા વર્ષો થઈ ગયા ?

**

૨જી ઓક્ટોબર,

આજે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલાબહાદૂર શાસ્ત્રીજીનો પણ જન્મ દિવસ છે.

**

બન્ને મહાન વ્યક્તિઓ એક જ દિવસે જનમ્યા હતા. તેમના જીવનમાંથી કશું ક પણ ગ્રહણ કરીશું

તો આ જન્મ સફળ થઈ જશે.

*******************************************************************************

 

આવો સુંદર દિવસ હતો. શૌર્યએ પોતાનો નિર્ધાર માતા તેમજ પિતાને જણાવ્યો.  સ્વપનું સાકાર કરવાનો દિવસ આવ્યો. દેશને માટે ફના થવાનો પ્રસંગ ઉભો થયો. શૌર્ય માતા અને પિતાનો લાડકો હતો. ૨ વર્ષ પહેલાં માયામાસીનો એકનો એક દીકરો માતા તેમજ પિતાનું વચન ઉથાપીને જ્યારે લશ્કરમાં જોડાયો ત્યારે માએ રોકકળ કરી મૂકી. ખબર નહી જન્મતાની સાથે ફોઈબાને કેવી રીતે ખબર પડી કે મારા ભત્રિજામાં નામ પ્રમાણે ગુણ હશે ?

‘બેટા તું મારો એકનો એક દીકરો, તું જઈશ તો અમે નોંધારા થઈ જઈશું ”

સાંભળે તો શૌર્ય શાનો ?

“મમ્મી તે મારું નામ શૌર્ય પાડ્યું છે, તો હવે કેમ પાછા પગલાં ભરે છે” ?

‘બેટા મમ્મીએ નહી ફોઈબાને ગમતું નામ હતું,આ તેમની પસંદ છે’ !

ગમે તેમ કરીને માયા મમ્મીને મનાવી લીધી. મંગળદાસ તો માસ્તર મારે પણ નહી અને ભણાવે પણ નહી તેવા હતા. લશ્કરની તાલિમ લેતા બે વર્ષ નિકળી ગયા. સમય મળ્યે શૌર્ય  ઘરે આવતો. જ્યારે ઘરે આવતો ત્યારે માયા મમ્મી દિવાળી ઉજવતી. માને કહેતો ‘જો હું પાછો આવ્યો. તું જરાય ચિંતા કરતી નહી. ‘

માયાનો શ્વાસ હેઠો બેસતો. ધીમે ધીમે પિગળી ગઈ હતી. શૌર્યનું શરીર ખૂબ કસાયું. તેના આખા દીદાર ફરી ગયા. શિસ્તનો આગ્રહી થઈ ગયો. પ્રધાન મંત્રી મોદીજીના રાજ્યમાં બરાબર દેશભક્તિનો રંગ  લાગ્યો હતો. બાકી વાણિયાનો દીકરો લશ્કરમાં જોડાય  !

‘વો કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના’ !

આ વખતે શૌર્ય પાંચ દિવસની રજા ભોગવીને પાછો જતો હતો ત્યારે માયામાસીના પેટમાં ફાળ પડી. કદાચ હવે દીકરાનું મોઢું જોવા નહી પામું.

‘મમ્મી મને કાંઇ નથી થવાનું’ કહી માતા અને પિતાના આશિર્વાદ લઈને શૌર્ય ઘરેથી નિકળ્યો.

પાકિસ્તાને ,કાશ્મીરમાં ખૂબ ઘાલમેલ કરી હતી. પથ્થર મારો એકદમ સામાન્ય થઈ ગયો હતો. બહેન દીકરીઓ તો ઠીક પુરૂષ માણસ માટે પણ ધોળે દિવસે ઘરની બહાર નિકળવું ખતરાથી ખાલી ન હતું . જો દીકરીઓ નિકળે તો તેમનું અપહરણ કરી તેમના પર જુલમ ગુજારતા. દીકરી પાછી આવે ત્યારે સમજી લેવું તેના પર જોર જુલમ થયો છે. નક્કી તેનું શિયળ ભંગ થયું છે. આવા વાતાવરણ માં માનવ શ્વાસ પણ કૈ રીતે લૈ શકે ? માનવીની માનવતા નેવે મૂકાઈ ગઈ હતી. હિંદુઓ તો ઠીક મુસલમાનો માટે પણ ઘરની બહાર નિકળવું ખતરાથી ખાલી ન હતું..

જ્યારે ગોળીબાર થાય ત્યારે મુસલમાન વધારે હોવાથી તેમનો જ કચ્ચર ઘાણ નિકળતો. પથ્થર મારો તો સાવ સામાન્ય હતો.

આવા સંજોગોમાં મોદી સરકારને કાશ્મીરમાં ઈમરજન્સી લાવવા વગર બીજો કોઈ ઈલાજ ન હતો. શૌર્યની શૂરવીરતાને કારણે તેનો નંબર પહેલી ટોળીની પસંદગીમાં લાગી ગયો. તેની છાતી ગજ ગજ ફુલી રહી.  જે કામ માટૅ માથે કફન બાંધીને નિકળ્યો હતો તે સુવર્ણ તક તેને પ્રાપ્ત થઈ હતી. મોદીજીની  દેશ પ્રત્યેની નિષ્ઠાએ ઘણા જુવાનોને જીવવાની દિશા સુઝાડી છે. શૌર્ય તેમાનો એક હતો. કાશ્મિર જઈ તેની રમણિયતાને આંખોથી પી રહ્યો. આવા સુંદર પ્રદેશમાં ચાલતી કરૂણ અને આઘાતજનક પરિસ્થિતિ તેના હૈયાને હચમચાવી ગઈ.

જીવનમાં આ પ્રથમ સુવર્ણતક તેને સાંપડી હતી જે તેણે ઝડપી લીધી.  દેશભક્તિમાં રંગાયેલું તેનું તન અને મન ભારતમાતાને ચરણે ધરી પોતાની ફરજ બજાવી રહ્યો. એક રાતના ખબર નહી કેમ એને કાને કણસતી એક સ્ત્રીનો અવાજ પડ્યો. ધીરે ધીરે એ દિશામાં આગળ વધ્યો. શિયાળાની ઠંડી રાતના તે બે હાથ છાતી પર રાખીને પોતાની લાજ ઢાંકવાનો પ્રયાસ કરી રહી હતી.

સરહદ પર જવાવાળો જવાન કોઈ કોંગ્રેસ, બી જે પી કે સમજવાદી નથી હોતો. એ ભારતમાતાની રક્ષા માટે બલિદાન આપવાવાળો કોઈ માનો સુપુત્ર છે. શૌર્યએ અવાજ સાંભળ્યો. ધર્મ કે મજહબ એ શબ્દથી તેને કશું લાગે વળગે નહી. ભારતમાતાની સુરક્ષા, નાગરિકોની સેવા એ તેનો ધર્મ હોય છે.  ઠંડીથી બચવા પહેરેલું જેકેટ કાઢીને એણે પેલી સ્ત્રીને આપ્યું. પ્રજાનું રક્ષણ કરનાર શૌર્યને એની ચિંતા ન હતી કે એ સ્ત્રી હિંદુ છે કે મુસલમાન ! એણે ‘તે સ્ત્રી’માં સમગ્ર સ્ત્રી જાતિનું દર્શન થયું. જેની ભર બજારે લાજ લુંટાઈ હતી.

આ જગ્યાએ પોતાની મા અથવા બહેન હોત તો? એ પ્રશ્ન તેના દિમાગમાં સળવળી ઉઠ્યો. કણસતી સ્ત્રીને પોતાની જીપમાં બેસાડી પોલિસ થાણે લઈ ગયો. શૌર્ય બેચેન હતો. સ્ત્રીની ઉમર ૨૦ યા બાવીસથી વધારે ન લાગી. તેને સ્ત્રી કહેવી યોગ્ય ન લાગ્યું. કોઈ યુવતી હતી. તેના પર બળાત્કાર કરીને લુચ્ચા લફંગાઓ ભાગી ગયા હતા. ગાડીમાંથી તેને ફેંકીને મરવાને વાંકે છોડી ગયા હતાં.

પથ્થર મારો સાવ સામાન્ય હતો. વરસતા પથ્થરોની વર્ષામાં કામ કરી રહ્યા. એ તો જવાનોના નસિબ સારા કે હજુ સુધી શૌર્યની સાથે આવેલાં કોઈ ઘાયલ થયા ન હતાં.  શૌર્ય જ્યારે તેને જીપમાં બેસાડી લાવ્યો ત્યારે થોડી શરીરમાં ગરમી આવવાથી એ યુવતી વાત કરી રહી હતી. તેની મા બિમાર હતી તે દવા લેવા નિકળી હતી. ક્યાંથી અચાનક ગાડી આવી ને તેને જબરદસ્તીથી ગાડીમાં ખેંચીને બેસાડી. લગભગ એક કલાક ગાડી ચાલી હશે. કોઈ અજાણ્યા ખંડેર જેવી જગ્યામાં તેને લાવ્યા હતાં. ત્રણેક ખુસડ જેવા માણસો હતાં. ઉર્દુ ભાષા બોલતા હતા,

ફાતિમા હવે એકદમ ચૂપ થઈ ગઈ હતી. તેને થયું અમારા જ બંદા આવું કામ કરવાના હોય તો ધા ક્યાં નાખવી ? અંધારાને કારણે તેને કોઈનું મોઢું ઓળખાય એવી શક્યતા ખૂબ ઓછી હતી. પોલિસ સ્ટેશન આવે ત્યાં સુધીમાં શૌર્યએ તેની પાસેથી ઘણી બધી વાત કઢાવી.

ફાતિમાને લાગ્યું એ લોકો આતંકવાદી હતા. પાકિસ્તાનના હતા અને ભારતના કાશ્મિરમાં ઘુસી આવ્યા હતા. કાશ્મિરમાં અરાજકતા અને અશાંતિ ફેલાવતા હતાં. શૌર્યને અનુભવ થયો હતો. કાશ્મિરમા રહેતી પ્રજા ખૂબ પ્રમાણિક હતી. તેમને આ દંગા ફસાદ જરા પણ પસંદ ન હતાં.

ફાતિમાને તેનું બયાન લઈ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હરણીની માફક ફફડતી ફાતિમાની ડોક્ટરી તપાસ કરવામાં આવી. શૌર્યના હાથમાં આ કેસ હતો એટલે એણે અથથી ઈતિ. સુધીની બધી વાતની નોંધણી કરાવી. બધું કામ પતાવી ફાતિમાને ઈજ્જતભેર તેને ઘરે પહોંચાડી.

આતંકવાદીઓને ખબર પડી ભારતના એક હિંદુ સિપાઈએ ફાતિમાને ઈજ્જત ભેર  તેને ઘરે પહોંચાડી. બીજે દિવસે શૌર્યનું પગેરું શોધી તેનું નિકંદન કાઢવાનું નક્કી કર્યું.આખો દિવસ શૌર્ય કામકાજમાં ગુંથાયેલો હતો. રાતના ઘરે જતી વખતે તેની જીપ પર બોંબ નાખી ભાગી છૂટ્યા.

આ બધા ગદ્દારો આપણા દેશના નાગરિક નથી એ શૌર્ય બરાબર જાણતો હતો. ્તેમને પૈસા અને માર્ગદર્શન બહારથી આવતું હતું. એ તો શૌર્યના નસિબ સારા કે જીપમાંથી ઉછળીને દૂર પડ્યો. ઘાયલ થયો હતો. મદદ આવી પહોંચી અને હોસ્પિટલ ભેગો થયો. પાછા પગ પર ઉભા રહેતાં છ મહિના નિકળી જશે ! હોસ્પિટલની ખાટ પર પડેલો  શૌર્ય આ સમસ્યાનું સમાધાન શોધવામાં મશગુલ રહેતો !

શૌર્યએ નોંધ્યું હતું, કાશ્મિરની પ્રજા ખૂબ શાંતિની ચાહક છે. આ આતંકવાદના હુમલાથી ત્રાહિમામ પોકારી ગઈ છે.  ઈલાજ ??????????

 

 

 


ક્રિયાઓ

Information

One response

2 10 2018
સુરેશ

બહુ જ પ્રેરક વાત. આ સત્યકથા હોય તો ઈ-વિદ્યાલય માટે કામની વાત છે. ઈમેલથી જણાવવા વિનંતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: