સુસ્વાગતમ, ૨૦૧૯

કેમ છો મિત્રો ? નવા વર્ષની ખૂબ ખૂબ વધાઈ.

આપણે નાના હતા ત્યારે ગણિતમાં શિખ્યા હતા કે ૧૯ પછી ૨૦ આવે !  જરા આંખ ખોલો, આજે જુઓ ૨૦ પછી ૧૯ આવે છે. તારક મહેતાએ દુનિયાને ઉંધા ચશ્મા પહેરાવ્યા. આ તો જગત નિયંતાએ દુનિયાને પહેરાવ્યા. માનવને અવળે રસ્તે વાળવાનો પ્રયાસ આદર્યો.  જરૂર તેની પાછળ કોઈ અર્થ છુપાયેલો છે. આખું વર્ષ તે નજર સમક્ષ તરવરશે !

આંખો ખુલ્લી, દિમાગ કાર્યરત ૨૦૨૦ આવી જશે !

ચાલો ત્યારે ઉંધા જઈએ કે સીધા જઈએ, આડા જઈએ કે અવળા જઈએ પ્રગતિના સોપાન સર કરીએ. દરેકને મનમાન્યો અર્થ કાઢવાની છૂટ છે. ગઈ રાતનો આનંદ રગરગમાં પ્રસરેલો છે. હવે આળસ ખંખેરો , નવા દિવસની નવી સવારનો સંદેશો સુણો.

ઉગતા સૂરજના કિરણોમાં સ્નાન કરી, પવિત્ર બનો. પ્રગતિનું એક સોપાન વધારે ચડવાનો નિર્ધાર મજબૂત કરો.

આજે રજાનો દિવસ છે, કાલથી,’ ચલ શુરૂ હો જા’.

One thought on “સુસ્વાગતમ, ૨૦૧૯

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: