આજે ભારતના પ્રજાસત્તાકની ૭૦મી વર્ષગાંઠ. ૬૯ વર્ષ પૂરા કર્યા. ગર્વથી કહો ” ભારતમાતાની જય, વંદે માતરમ”. ભલે ગમે એટલા વર્ષની ઉમર થઈ, આ દિવસ જીંદગીમાં સુવર્ણ અક્ષરે કોતરાયેલો છે. ફેલોશિપ સ્કુલમાં પ્રજા સત્તાક દિવસની ઉજવણી ખૂબ સુંદર રીતે થતી હતી. સવારના પહોરમાં ઈસ્ત્રીવાળા કડક કપડા, સફેદ બૂટ, મોજા અને માથામાં સફેદ રીબીન સાથે ધ્વજ વંદન કરવા જવાનું.
તે દિવસોમાં આખું મુંબઈ ઝગમગ ઝગમગ થતું હતું. રાત પડૅ પૂ. મા તેમજ મોટાભાઇ સાથે અમે બધા ભાઈ બહેન ગાડીમાં લાઈટ જોવા નિકળતા. શાળામાંથી ખટારો કરી વિદ્યાર્થિઓને જોવા લઈ જતા. રાતના સમયે શાળાના શિક્ષકો બધા ઘરે સહિસલામત પહોંચે તેની તકેદારી રાખતા.
“હજુ બાળપણના એ દિવસો મને યાદ આવે રે “.
તમને કદાચ હસવુ આવશે. આજે તો મારા બે પૌત્રો પણ કોલેજની સ્નાતકની પદવી મેળવી ચૂક્યા છે. દાદીને એ દિવસો યાદ કરવાનો હક છે ખરો ? ખબર નહી, પણ તેની યાદ શરીરમાં અનેક સ્પંદનો જરૂર ઉભા કરે છે. આપણો દેશ પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરન્દ્ર મોદીજીના નેજા હેઠળ ભારત અનેરો ઈતિહાસ સર્જી રહ્યું છે.
સહુ ભારતવાસીઓને માટે ખૂબ ગર્વની વાત છે. આજનો દિવસ ઉલ્લાસ અને આનંદપૂર્વક ઉજવીએ. ભારતમાતાનું સિર ગર્વથી ઉન્નત રહે, તે માટે એકાદ નાનો પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા લઈએ.
પ્રજા સત્તાક દિવસની ખૂબ ખુબ શુભકામના.
સહુ આજનો દિવસ ગર્વપૂર્વક ઉજવે તેવી મનોકામના
ભારત માતાકી જય
વંદે માતરમ.
(તાજા કલમઃ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧, ભારતના ઈતિહાસમાં કલંક રૂપે યાદ રહેશે. એ દિવસે થયેલો ભયંકર ધરતીકંપ અગણિત વ્યક્તિઓના મૃત્યુ, એ સહુને ભાવભીની શ્રદ્ધાંજલી )