શ્રીમહાપ્રભુજી, ૨૦૧૯

વરૂઠીની એકાદશી. શ્રીમદ વલ્લભચાર્યનો પ્રાગટ્ય દિવસ. જેમનો જન્મ પુષ્ટી જીવોને લીલાની પ્રાપ્તિ કરાવવા થયો છે. આપણા શરીરની બધી ઈંદ્રિયોને પ્રભુમાં જોડી તેમનું ધ્યાન કરવાનું , એનો અર્થ એકાદશી.  પૂરા બાવન વર્ષ ભૂતલ પર બિરાજી પૃથ્વીની ત્રણ વખત પરિક્રમ્મા કરી. ગ્રિષ્મના આરંભમાં આપનું પ્રાગટ્ય માયા રૂપી અંધકાર દૂર કરવા માટે થયું છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાંઈજી પ્રભુના મુખાવતાર છે.

આપશ્રી સદા સર્વદા ૮૪ બેઠકોમાં બિરાજમાન છો. પુષ્ટિમાર્ગ સંપ્રદાયના’ સ્થાપક, “શ્રી કૄષ્ણઃ શરણં મમ” મંત્રનું આરાધન, ષોડષગ્રંથોના રચયિતા શ્રી મહાપ્રભુજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ.  શ્રી પ્રભુને પામવા નવ સીડી છે. અને છેલ્લી દસમી સર્વોત્તમ ભક્તિ પ્રેમ લક્ષણા છે.

ષોડશ ગ્રંથના રચયિતા શ્રીમહાપ્રભુજીનાં  ચરણોમાં દંડવત પ્રણામ.

૧. શ્રી યમુનાષ્ટકમ

૨. શ્રી બાલબોધ

૩. સિધ્ધાંત મુક્તાવલી

૪. સિધ્ધાંત રહસ્યમ

૫. નવરત્નમ

૬.અંતઃકરણ  પ્રબોધ

૭. વિવેક ધૈર્યાશ્રયઃ

૮. શ્રી કૃષ્ણાશ્રયઃ

૯. ચતુઃશ્લોકી

૧૦. પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ

૧૧. ભક્તિવર્ધિની

૧૨. જલભેદઃ

૧૩. પંચપદ્યાનિ

૧૪. સંન્યાસ નિર્ણયઃ

૧૫. નિરોધ લક્ષણ

૧૬. સેવાફલમ

શ્રી કૃષ્ણઃ શરણં મમનો મંત્ર આપીને જીવન ધન્ય બનાવ્યું.

દ્રઢ  હી ન ચરણન કેરો  ભરોસો

દ્રઢ હી ન ચરનન કેરો

શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન

સબ જગમેંજુ અંધેરો

સાધન ઔર નહી યા કલિમેં

જાસો હોત નિવેરો

સુર કહા કહે દ્વિવિધ આંધરો

વિના મોલકો ચેરો ભરોસો

દ્રઢ ઇન ચરનન કેરો

દ્રઢ  ઇન ચરણન કેરો ભરોસો

દ્રઢ  ઇન ચરનન કેરો

શ્રી મહાપ્રભજીના ચરણોમાં દંડવત પ્રણામ

2 thoughts on “શ્રીમહાપ્રભુજી, ૨૦૧૯

  1. Mahaprabhu Shri Vallabhacharya ji’s Badhai: Shri … – YouTube

    Video for youtube mahaprabhu vallabhacharya▶ 4:03
    Apr 25, 2016 – Uploaded by Jigisha Goswami
    Mahaprabhu Shri Vallabhacharya ji’s Badhai: Shri Lakshman Griha Prakt Bhaye. Jigisha Goswami …

Leave a comment