ગુડિયા

1 06 2019

 

 

guddi

 

 

 

 

 

 

“રીયા”  ગુડિયા રાની ૧૦ વર્ષની થઈ ગઈ. બે આંકડા પર પહોંચી ગઈ. આજે ઘરમાં અને દિલમાં આનંદ છવાઈ ગયો. હજુ તો ગઈ કાલે દાદી તેને ઉંચકીને ફરતી હતી. દાદાની સુંદર વાતો સંભળાવતી હતી તે હવે પાંચમાં ધોરણમાં આવી ગઈ.

શાળામાંથી ‘ઉત્તમ વિદ્યાર્થિનીનું ” પ્રમાણ પત્ર લાવી.  જેને ભણવા કરતા રમત પસંદ હતી, તે હવે ચોપડી હાથમાંથી નીચે નથી મૂકતી. અચાનક તેની પસંદગીનો કળશ ચોપડીઓ વાંચવા પર ઢોળાયો. મેરેથોન માં દોડવા તૈયાર થઈ ગઈ.

સમય સમયનું કામ કરે છે. એ ઉક્તિ પર વિશ્વાસ દૃઢ થયો. ગુડિયા’ તું ગમે તેટલી મોટી કેમ ન થાય . દાદીની નજરમાં “ગુડિયા’ જ રહેવાની. દાદી તને બમણો પ્યાર આપે છે. “દાદા તેમજ દાદીનો”. તને શું ખબર પડે , ‘બેટા’ દાદાને દીકરીઓ ખૂબ વહાલી હતી.

તેઓ જ્યાં છે ત્યાંથી તાર ઉપર બેહદ પ્યાર વરસાવે છે. ગુડિયા તું સુંદર અને સંસ્કારી છે.  તારી મનની બધી મુરાદ પૂરી થાય. વડિલોને માન આપજે. ખૂબ ભણજે. સૂદર વ્યક્તિ તૈયાર થજે !

 

દાદીમાનું ખૂબ ખૂબ વહાલ, અંતરના આશિર્વાદ


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: