શામાટે હું શિક્ષિકા બની !

10 10 2019

 

વાંચેલી વાત પરથી લખવાનું મન થયું. હ્રદયદ્રાવક ! વાંચતી વખતે આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

******************************************************************************************

બાળપણમાં તોફાન મેઈલ તરિકે પ્રખ્યાત હતી. એવો એક પણ દિવસ ઉગ્યો ન હોય જ્યારે મને વર્ગની બહાર ઉભા રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થયું હોય. વર્ગમાં મસ્તી કરવી એ મારો ‘જન્મ સિદ્ધ હક’ હતો. સુખી ઘરની હતી એટલે વર્ગમાં ચોરી કરવી એવો તો વિચાર સરખો પણ ન આવે. ‘વિનાશ કાળે વિપરિત બુદ્ધિ” ની માફક મારી બહેનપણિ સરસ મજાની ઘડિયાળ પહેરીને આવી હતી. જો મેં મારા પૂ. મોટાઈને કિધું હોત તો મને જરૂરથી અપાવત તેમાં શંકાને લેશ માત્ર સ્થાન નથી !

તે દિવસે ભાન ભૂલી મેં તે બદકૃત્ય કર્યું. હવે એને ખબર પડી કે એની ઘડિયાળ ચોરાઈ છે એટલે વર્ગ શિક્ષકને ફરિયાદ કરી. શિક્ષક ખૂબ સારા હતા. વર્ગનું બારણું બંધ કરી પૂછ્યું કે જેણે લીધી હોય તે આપી દે. હમણા અથવા રિસેસમાં તેનું નામ જાહેર કરવામાં નહિ આવે !

હું ખૂબ ગભરાઈ ગઈ હતી. હિમત દાખવી શકી નહી. રિસેસ પછી શિક્ષકે સમગ્ર વર્ગના વિદ્યાર્થિને ભિંત તરફ મોઢું રાખી ઉભા કર્યા.

‘બધા આંખો બંધ કરે’ !

એમણે સહુના ખિસા તપાસ્યા. મારા ખિસામાંથી નિકળિ. હું ખૂબ ગભરાઈ ગઈ હતી. ઘડ્યાળ મળી એટલે મારી બહેનપણિ ખૂબ ખુશ થઈ. હવે આ વાતનો ત્યાર પછી જીવનમાં ક્યારેય ઉલ્લેખ થયો ન હતો. તે દિવસે શાળા પૂરી થઈ. પછી તો મારું ભણવાનું પણ પુરું થયું. ત્યારથી એક ધ્યેય નક્કી કર્યો કે ‘હું આવી શિક્ષિકા થઈશ’.

‘મારા વિદ્યાર્થિઓને સાચું અને સારું શિક્ષણ આપીશ. તે દિવસથી એ શિક્ષક સામે મારું મસ્તક નમી ગયું. જેમણે મારી વર્ગમાં સહુની સમક્ષ બેઇજ્જતી ન કરી.

આ વાતને વર્ષો વુતી ગયા. હું બે બાળકોની માતા બની . એક દિવસ એ શિક્ષક મને દાણાવાળાની દુકાનમાં મળિ ગયા. હું પ્રાર્થના સમાજના દાણાવાળાને ત્યાં ફરાળનિ વસ્તુઓ ખરીદવા આવી હતી. તેમને જોઈને હું આનંદ વિભોર થઈ ગઈ. એ વ્યક્તિ પાસે જઈને મેં મારી ઓળખાણ આપી. તેઓ લગભગ ૬૦ની આસપાસ હતા. મને ઓળખી ન શક્યા.

“હું આપને બરાબર ઓળખું છું,  પ્રણામ’ .

પછી ખુલાસા વાર મેં વાત કરી. સાતમા ધોરણમાં હતી તે આખો પ્રસંગ વર્ણવ્યો. આખરે તેમની યાદદાસ્ત પાછી આવી.

ખડખડાટ હસવા લાગ્યા. ઓહ, તે દિવસની વાત છે. તને ખબર છે,’ તે દિવસે મને પણ ખબર ન હતી એ ઘડિયાળ કોણે ચોરી છે ?’

એવું કેવી રીતે હોઈ શકે.

‘બેટા બધાના ખિસા તપાસતી વખતે મેં પણ આંખો બંધ રાખી હતી ” !

આજે એવાતનો ખુલાસો થતા , મારા હ્રદય પરથી દસ મણની શિલા હટી ગઈ.

‘આજે મને કબૂલાત કરવાનો મોકો મળ્યો’.

એશિક્ષકે મને આશિર્વાદ આપ્યા, ‘તેં ખરેખર સાચું ક્ષેત્ર પસંદ કર્યું છે’. જીવનમાં કોઈ એક પણ વ્યક્તિ સાચા માર્ગે પ્રયાણ કરશે તો ભારતની પ્રગતિ નિશ્ચિત છે .

ફરીથી તેમને પ્રણામ કરી હું છૂટી પડી


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: