ઠેરના ઠેર

આ માત્ર આજની વાત નથી . આ તો દરરોજની રામાયણ છે ! કોરોનાની ઝંઝાળ, ઘરમાં પૂરાઈ રહેવાનું,, હિંદુ મુસ્લિમની કટુતા અને પાડોશી પાકિસ્તાનનો ચંચુપાત શું પહેલાં ન હતો ?

કોરોના અને ઘરમાં નજરબંધી આપણે સહુ અકળાઈ ગયા છીએ! સાચી વાત . આ પહેલાં ચોખ્ખાઈ પ્રત્યે બેદરકાર હતા. તો હવે સજાગ બન્યા છીએ . સારું થયું ને? રોજ સવાર પડે ને એ જ રઢિયાળ ક્રમ ! લો, તમને થોડી રાહત આપી ! નારાજ ન થાવ . ખુશ થાવ.

પત્ની અને બાળકો સાથે સુંદર સહવાસ માણો. ગમ્યું ને ? તો પછી આમ રોતી સૂરત શામાટે ? આ કાંઈ આખી જીંદગીનો સવાલ નથી ! ‘જો કોરોનાથી બચ્યા તો ” !

ચાલો મુખ પર હાસ્યને ફરકવા દો ! ન આવતું હોય તો પેલા ‘યોગ’ના મુક્ત હાસ્ય દ્વારા સનમાન કરો.

‘લગાવો અટ્ટાહાસ્ય, મને હસવાનો અવાજ સંભળાતો નથી .

જુઓ જીંદગીની રફતાર પાછી પહેલાં જેવી થતી જાય છે. હવે અફસોસ ન કરતાં કે હાથમાં આવેલી ‘સુવર્ણ તક’ વેડફી મારી. આતો દૂધ ઉભરાઈ ગયું એવી વાત થઈ. કસમયનું ડહાપણ નકામું. મારા મિત્રો જે સમયે જે કરવાનું હોય તે મનમૂકીને કરો.

‘અબ પછતાયે ક્યા, જબ ચિડિયા ચુગ ગઈ ખેત ‘ !

પાછી એની એજ રામાયણ , ‘મારો દિલ લુછવાનો ટુવાલ ક્યાં છે ?

‘આજે હું ૧૦ઃ૨૦ની ઝડપી ટ્રેન ગુમાવવાનો’.

ધીમી ટ્રેનમાં અરચગેટ આવતાં એક કલાક ને વીસ મિનિટ લાગે છે. ઝડપી મને ચાલીસ મિનિટમાં પહોંચાડે છે !

‘આજે ટિફિનમાં શું મૂક્યું હતું ? મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું ‘.

‘અરે હજુ દસ મિનિટ સૂવા દોને. તમારું બધું તૈયાર છે. માત્ર બે પરોઠા બનાવતા મને વાર નહી લાગે ‘. પત્નીની આંખો ખુલતી ન હતી. કોરોના દરમ્યાન બંધ હતું. તે મોજથી નવ વાગે ઉઠતી હતી.બાળકો તેમજ પતિ દેવ ઘરમાં હતાં. નોકરોની કોઈ દાદાગીરી ન હતી. ઘરમાં જે સામાન હતો તેમાંથી રોજ નવી વાનગીઓ બનાવી સહુને ખુશ રાખતી હતી. ઘરમાં બધા સાથે મળી કામ કરતા હતાં. હવે ?

બસ બધા પાછા હુકમ ચલાવે છે .

મેં નહોતું કહ્યું , જે દશામાં હો તેમાં સંતોષ માણો ! પણ મારું સાંભળે છે કોણ ?

લો થઈ ગયાને ઠેરના ઠેર !

One thought on “ઠેરના ઠેર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: