ખબર પણ ન પડી

સમય તું સરી ગયો ખબર પણ ન પડી
બાળપણ વિત્યું તોફાન મસ્તીમાં
ખબર પણ ન પડી
*
શાળાએ જતી ધ્યાન દઈ ભણતી
ક્યારે કોલેજના દ્વાર ખટખટાવ્યા
ખબર પણ ન પડી
*
કોલેજનો એ સુવર્ણ કાળ
વર્ગના મિત્રો સાથે ગુફ્તગુ માણી
ખબર પણ ન પડી
*
મનના માનિતા સંગે મુલાકાત
છ મહિનાનો એ પ્રણય ફાગ
ખબર પણ ન પડી
*
લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ
પિયરનું આંગણ ત્યજી, પિયુ સંગે નિસરી
ખબર પણ ન પડી
*
વિલેપાર્લાના એ યાદગાર વર્ષો
ચકા ચકીની એ સુહાની જીંદગાની
ખબર પણ ન પડી
*
ઘરનું આંગણ સોહી ઉઠ્યું
બે દીકરાઓના આગમને પગલી તને
ખબર પણ ન પડી
*
સંસારમાં પ્યાર અને શ્રીજીની સહાય
એવી ગુંથાઈ કે બસ બેખબર
ખબર પણ ન પડી
*
અચાનક ‘અમેરિકા’ માં આગમન
વાસ્તવિકતામાં કર્યું પદાર્પણ
ખબર પણ ન પડી
*
ઘર, નોકરી અને બાળકોમાં વ્યસ્ત
પતિના પ્યારની સુગંધ માણતા
ખબર પણ ન પડી
*
બાળકોની ઝળહળતી કારકિર્દી
પતિનો ટુંકી માંદગીમાં વિયોગ
ખબર પણ ન પડી
*
બાળકોનો સુખી સંસાર નિહાળતા
એકલતામાં સદા સંગેમાનુની
ખબર પણ ન પડી
*
બસ હવે પ્રવૃત્તિમય જીવનની સંગે
સફળતાની પગડંડીએ શ્રીજી શરણે
ખબર પણ ન પડી

3 thoughts on “ખબર પણ ન પડી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: