श्लोकः ९
सत्संगत्वे निस्संगत्वे निस्स्गंत्वे निर्मोहत्वम्
*
निर्मोहत्वे निश्चल चित्तं निश्चलचित्ते जीवन् मुक्तिः
**
અસંગ નિપજે સત સંગથી. નિર્મોહ ઉપજે અસંગી દ્વારા
જેના દ્વારા મતલબ નિર્મોહ દ્વારા નિશ્ચલતા પ્રાપ્ત થાય.
નિશ્ચલતા દ્વારા જીવન મુક્ત થવાય.
*
જીવનમાં સત્સંગીઓનો સાથ મળે ત્યારે, અસંગના પાઠ ભણાય.
અસંગ જીવનમા મોહના પડળ દૂર કરવ સમર્થ બને. મોહના દૂર થવાથી
જીવનમાં નિશ્ચલતાને કેળવાય જે મુક્ત થવાના દ્વાર ખોલી શકે.
******************************
श्लोकः १०**
वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः
क्षीणे वित्ते कः परिवायेरो ज्ञाते तत्वे कः संसारः
**
વય સરી જતા કામ વિકાર ક્યાં ? જલ સુકાઈ જતાં
સરોવર ક્યાં ?લક્ષમી, ધન વિના પરિવાર ક્યાં ? તત્વજ્ઞાન
થતા સંસાર ક્યાં ?
***
ઉમર વધતા કામ અને વિકાર મનમાંથી ઘટતા જાય છે. જેમ જલ
સૂકાઈ જાય પછી સરોવરનું અસ્તિત્વ ભુંસાઈ જાય છે. ધન કમાતા
ન હોઈએ તો પરિવારમાં માન સનમાન ્મળતા બમ્ધ થઈ જાય છે.
જ્ઞાન પ્રાપ્ત થયા પછી સંસારની માયા છૂટી જાય છે.
*******************************************************
શ્લોકઃ ११
******
मा कुरु धनजनयौवन गर्व हराति निमेषात्कालः सर्वम्
मायामयमिदमखिलं हित्वा ब्र्ह्मपदंत्वं प्रविश विदित्वा
******
ધન અને યૌવન પર શાને ગુમાન. પલભરમાં કાળ સઘળું હરી જશે.
માયામય આ સંસારને મિથ્યા જાણ . જ્ઞાની બની આ સંસારે
બ્રહ્મપદ પામી સ્થિર બન.
*****************************************
ધન અને યૌવન પર શું કામ આટલું ગુમાન કરે છે ? કાલ આ
સઘળું પલભરમાં હડપ કરી જશે. આ સંસાર માયા છે. મિથ્યા છે.
જ્ઞાન પ્રાપ્ત કર અને સંસરમાં બ્રહ્મપદ પામવાનો નિર્ધાર કર.
****************************************************************
श्लोकः १२*******
दिनमपि रजनी सयं प्रातः शिशिर वसन्तौ पुनरायातः
कालः क्रीडति गच्छत्यायु तदपि न मुग्चत्याशावायुः
******
રાત , દિવસ અને સાંજ સવાર ,શિશિર અને વસંત વારા ફરતી આવશે.
કાળના ખેલમાં આ આયુષ્ય ઘટે છે. છતાં પણ આ આશા ઓછી થતી નથી.
*****
હે માનવ, દિવસ પછી રાત અને સવાર પછી સાંજ આવ્યા જ કરે છે. શિશિર
ઋતુ પુરી થાય અને વસંત રૂમઝુમ કરતી આવી પહોંચે છે. કાળના ચક્રમાં
તારું આયુષ્ય ઘટતું જાય છે. છતાં આશા તસુભાર પણ ઓછી થતી નતી.
श्लोकः १३
*******
का ते कान्ता धनगतचिन्ता वातुल किं तव नास्ति नियन्ता
क्षण मपि सज्जन संगतिरेका भवति भवावितरणे नौका
**
કામિની અને કાંચનની ચિતા ,આ ત્રિભુવનમાં નિયંતા શું નથી કરાવતી
એક ક્ષણ પણ જો સજ્જનનો સંગ કરો તો, એ નૌકા ભવસાગર પાર કરાવે !
**
સ્ત્રી અને પૈસો આ બન્નેની ચિંતા સતત કરીએ છીએ. અ પૃથ્વી પર
નિયતિ શું શું નથી કરાવતી ? ખોટી ભાગમ ભાગ કરીએ છીએ.
જો સાચા દિલથી સજ્જનનો સંગ માણીશું, અરે ક્ષણ પણ તે
સંગતને માણીશું, વિતાવીશું તો આ નૌકા ભવસાગર પાર કરવાની
ક્ષમતા ધરાવે છે.
******************************************