૧લી એપ્રિલ

આજે નક્કી કર્યું હતું કોને એપ્રિલ ફુલ બનાવું ?

લખાણ સાથે લગન કર્યા છે !

ચોવીસે કલાક દિમાગ દોડંદોડ કરે છે !

**

અક્ષરો આળસ મરડીને બેઠા થયા.

*ભાષા ભૂષણોથી સોહી ઉઠી

.*કવિતા કિલકિલાટ કરી રહી.

*આખોય શબ્દકોષ અલંકારિત થઈ ઉઠ્યો.

*અરે બાપુ હર્ષોલ્લિત થઈ ગયા.

*પાટિદાર પટિયા પાડવા લાગ્યો.

*બાપુ, તારી ‘ઘણી ખમ્મા”. *

સૂરજ સાત ઘોડાના રથ પર સવાર થઈ ફરવા નિકલ્યો.

*પંખીનું ટોળું ગગનમાં સહેલગાહે નિસર્યું.*

છોકરાઓ કૂતરાની પાછળ લાકડી લઈ દોડ્યા.*

છોકરીઓ ઝાંઝર ઝમકાવી રહી.*

બાપુએ ખોંખારો ખાઈ ‘એલાન’ કર્યું .

*ખુશીની મારી કીડીઓ કતાર બંધ નિકળી પડી.

*મંગુભાઈ, મંછીનો હાથ પકડી મંદીરે નિસર્યા.

*આપણે ખુશખુશાલ દીકરા સંગે ફુદડી ફર્યા.

*જીંદગીની રમતમાં આંખે પાટા બાંધ્યા, જણાય ચોં થી ?

*પેલો ભગલો અહંકારનું પૂતળું નાકનું ટેરવું ઉંચુ રાખી હાલ્યો જાય !

*ટપાલી લગનની કંકોત્રી દઈ, મ્હોં ફાડી ઉભો રહ્યો. ” બક્ષિસ લેવા”

*આજે તને નિરાશ નહી કરું ‘મ્હોંમાંયેથી ફાટ, કેટલા દંઉ’.*

*લગનનો દી’ભાળી મન પાંચમના મેળે પહોંચી ગયું.

*ત્યાંતો બાપુ હરખ પદુડા થઈ બોલ્યા, ” અલ્યા મંદીરે કેટલા દેવાના’.

*હંધુય એ પેલા ભગવાનનું, મારે બે ટંક ભોજન’.

*આ ૨૧મી સદીમાં આવા બાપુને બે હાથ અને માથુ નમાવી પ્રણામ

“આવું આવું સપનામાં આવે !

પછી માર્ચ હોય કે એપ્રિલ ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: