મનોમંથન

18 12 2020

*********૧

. પુત્ર અને પુત્રવધુને સાથે રાખવા માટે આજની ૨૧મી સદીમાં કોઈ ઉત્સુક નથી. કિંતુ જ્યાં સુધી તેઓ બન્ને સદ્ધર ન થાય ત્યાં સુધી સાથે રહેવું હોય તો તેમાં ખોટું નથી !જો સંસ્કાર સાચા હશે તો દરેક બાળકને પોતાની જવાબદારીનું ભાન હોય છે પછી તે દીકરો હો કે દીકરી ! આ શિક્ષણ કોઈ શાળા યા કોલેજમાંથી મળતું નથી.*

**૨.

પુત્રવધુ તમારી દીકરી નથી એમાં શંકા નથી. જો હોત તો તમારે ત્યાં તેના લગ્ન ન થયા હોત ! જો તે ભૂલ કરે અને છે તો સમજાવવામાં વાંધો નથી. માનવું ન માનવું તેની મરજી ! દીકરીને સારા સંસ્કાર આપ્યા હશે તો નિશ્ચિંત રહેજો !

**૩.

સહુ પોતાનું ચરિત્ર અને વર્તન તપાસે ! તમારે ત્યાં નવી આવેલી દુલ્હનનું ચરિત્ર તપાસવા વાળા તમે કોણ ? દીકરીનું ચરિત્ર તમારી જાણમાં હોય છે.

**૪

. જો કદાચ સાથે રહેતા હોય તો કાંઈ ફૂટપટ્ટી લઈને કામકાજ માટે લીટી ન દોરાય “સમઝણ” નામની કોઈ ચીજ છે જે વડીલોને વરી હોય છે. બાળકો હમેશા તેમની સાહબી ભોગવે તેમાં ખોટું શું છે ?


**૫.

આજકાલના નહો સદીઓથી ચાલતું આવ્યું છે, પતિ અને પત્નીની બાબતમાં ત્રીજો ન બોલે તે તેના હિતમાં છે. પછી એ સંસાર દીકરીનો હોય કે દીકરાનો !

**૬.

દીકરો અને તેની પત્નીના સંતાનો તમારા પૌત્ર અને પૌત્રી કે દૌહિત્ર અને દૌહિત્રી છે. તમારે માત્ર તેમને લાડ કરવા અને વાર્તાઓ સાંભળવી હોય તો કહેવી. તેઓ તમારા બાળકો નથી એ હકિકત છે. આ સલાહ દીકરીના બાળકો માટે પણ લાગુ પડે છે.

**૭.

પુત્રવધુને કોઈ જબરદસ્તી નથી લાગણી સમજવાની કે સેવા કરવાની. એક વસ્તુ અંહી નોંધીશ. જાનવર પણ તમારી સાથે હોય તો તેના માટે પ્રેમ જન્મે સ્વભાવિક છે ! દીકરી ભલે માતા અને પિતાને પ્યાર કરતી હોય. યાદ રાખવું અગત્યનું છે, ” સાસુ અને સસરા પ્રાણથી પ્યારા પતિના માતા અને પિતા છે ” !

**૮.

તમારે નિવૃત્ત થયા પછી શું કરવું એ તમારી ઉપર નિર્ભર છે.. નિવૃત્તિની પ્રવૃત્તિ એ સુખી જીવનની ચાવી છે.

**૯.

નિવૃત્તિ દરમ્યાન મઝા કરો યા જરૂરિયત મંદોને ઉત્થાન કરવામાં મદદ, બીમારની સેવા કે સામાજીક કાર્ય આ યાદી ખૂબ લાંબી છે.. તમારી મનપસંદની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાવ.

**૧૦.

તમારા બાળકોના બાળકો એ તો પ્રસાદી છે. પ્રભુએ તમારી જીંદગીની પ્રાર્થના સાંભળી તેની હયાતીની ખાત્રી આપી છે. આવેલા બાળકોને ભરપૂર પ્રેમ આપો. આસક્ત ન થાવ !

.***


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: