આજે બધા ભેગા મળીને ૨૦૨૦, નો ભવ્ય વિદાય સમારંભ યોજીએ. દર વર્ષે આપણે નવા
વર્ષને ખૂબ ઉમંગભેર આવકારી છીએ. વિતેલા વર્ષનું સરવૈયુ કાઢીને ખાતાવાહી બંધ કરી નવા
વર્ષના જમા ઉધારના પાસા ઢાળીએ છીએ.
૨૦૨૦ના કઠીન વર્ષે આપણને ઘણું બધું શિખવ્યું, જીવનમાં આવતા ઝંઝાવાત સામે અડીખમ
ઉભા રહેતા શિખવ્યું જેઓ જીવનની બાજી હારી ગયા તેમને વિદાય આપી. આમાં કોઈની
મરજી ચાલી ન હતી. કિંતુ કુદરતના ખોફ પાસે પામર માનવીનું શું ગજુ ? શું જેમણે કોરોનામાં
જાન ગુમાવ્યા તેમને જવાની મરજી હતી ? સવાલ જ ઉભો થતો નથી. તો પણ બનતી મહેનતથી
સામનો કર્યો. દાક્તરો, નર્સો, અને સર્વે તે ક્ષેત્રની વ્યક્તિઓએ તનતોડ મહેનત કરી, હજુ કરે છે.
માનવ જીવન અણમોલ છે, તેને બચાવવા સવાર સાંજ જોયા વગર કાર્યમાં પ્રવૃત્ત રહી લાખો લોકોના
જાન બચાવ્યા. કેટલાય. ડોક્ટર, નર્સ અને તે ક્ષેત્રમાં કાર્ય કરતા લોકો ફરજ બજાવતા મૃત્યુને ભેટ્યા.
હજુ પણ તેમના કાર્યમાં દિવસ, રાત જોયા વગર પ્રવૃત્ત છે. મસ્તક ઝુકી જાય છે તેઓની કાર્ય પ્રત્યેની
નિષ્ઠા જોઈને. .
સામાન્ય માનવી હોય, તવંગર હોય કે જ્ઞાની હોય કોઈનું પણ ‘કોરોના ” આગળ ચાલ્યું નહી. માનવે
સ્વીકાર કરવો રહ્યો. તેની ઔકાતનું ભાન રાખવું રહ્યું. આડંબર અને અહંકાર વેગળાં કરવા રહ્યા.
કુદરત સામે નત મસ્તકે ઉભા રહી તેની કૃપાની યાચના કરવી રહી.
માણસને માણસ સાથે જીવતા શિખવ્યું. એક વાત બરાબર સમજાઈ ગઈ ગરીબ હોય કે તવંગર
જાનની કિંમત સરખી છે. કુદરતના દરબારમાં ઉંચનીચનો ભેદ નથી. જો માણસે ગ્રહણ કરવાનું
હોય તો આ મહત્વનો પાઠ ભણવાનો છે. કુટુંબમાં ભરપૂર પ્રેમ પ્રવર્ત્યો. ધનની ક્ષુલ્લકતા સમજાઈ.
માનવીની જીંદગી ખૂબ કિમતી છે તેનું જ્ઞાન થયું. હવે ‘વેક્સિન’ અવ્યા છે. આશા રાખીએ સહુને
સમયસર પ્રાપ્ત થાય અને ‘કોરોના’ પર લગામ આવે. છતાં પણ સહુએ ધિરજ ધરવી આવશ્યક છે.
કુદરત કોપે ત્યારે માનવીએ અથાગ પ્રયત્બ કરવો રહ્યો.
કુદરતની મહાનતા ને સ્વીકારી તેની સામે ટક્રકર લઈ તેનો સામનો કરવો અને એ કઠિન પરિસ્થિતિમાંથી
પસર થવાનો માર્ગ કંડારવો. જેને કારણે માનવે તેની મહાનતા વિનમ્ર પૂર્વક સ્વીકારવી રહી.
ચાલો ત્યારે ૨૦૨૧ની સાલને પેમપૂર્વક આવકારીએ અને કોરોનાનો કેર નાબૂદ થાય તેવી મંગલ કામના કઈએ
પડકારોને પડકારવાની કૌવત કસોટી કરતું વર્ષ- વિદાય થતું ૨૦૨૦ કહે … Helth is wealth be aware.
… મનનીય લેખ
રમેશ પટેલ(આકાશદીપ)
Reblogged this on આકાશદીપ.