આજે સવારથી બેચેન હતી. વિરહની વેદનાની જ્વાળા શાંત થઈ ગઈ હતી. ભારેલો અગ્નિ ક્યારેક સ્મૃતિમાં ફરી વળતો અને સમસ્ત અસ્તિત્વને દઝાડતો. કલાકો સુધી એની તડપન રહેતી. ઘણિવાર તો અડધી રાતના ઉઠીને કડકડતી ઠંડીમાં પણ ઠંડા પાણીથી સ્નાન કરતી. દાંતની કડકડાટી બોલતી પણ ગણકાર્યા વગર કાર્ય પુરું કરતી.
ખૂબ સંયમ ધરાવું છું. આખરે પામર માનવી છું . મારી ધીરજની ચરમ સિમા આવી પહોંચે ત્યારે સંયમનો બંધ કડડ ભૂસ કરીને જમીનદોસ્ત થઈ જાય છે. પ્રતિક્રિયા નિહાળનારને સામાન્ય લાગે પણ અંતર ચૂરેચૂરા થઈને દસે દિશામાં ફેલાઈ જાય છે.
જાત ઉપર કાબૂ મેળવી લીધો. લાંબા શ્વાસ લેવાના ચાલુ કર્યા. મન શાંત અને નિર્મળ થઈ ગયું. શ્રીજી બાવાના લાખ લાખ શુક્રિયા મદદે ધાયા અને સંભાળી લીધી.
મારી દીકરી ક્યારની બારણા ઠોકી રહી હતી.
‘મમ્મી ઓ મમ્મી’ સાંભળે છે ને ?
‘અરે હું કાંઇ બહેરી થોડી છું ?’
‘મા, તું બહેરી જ છે.’
‘કેમ એવું કહે છે’ ?
‘મા, દસ મિનિટથી બેલ માર્યા, બારણું ઠોક્યું, તને ફોન પણ કર્યો’ !
‘સાચું કહે છે’?
‘હું ખોટું શું કામ બોલું ‘?
‘ખબર નહી કેવા વિચારમાં ખોવાઈ ગઈ હતી’ .
‘મમ્મી, સાચું બોલજે તને આજે પપ્પાજી યાદ આવ્યા હતા’?
‘બેટ તારા પપ્પાને હું ભૂલી ક્યારે છું ‘?
આજે માનસી ઉદાસ હતી. આમ તો પ્રવૃત્તિમાં ગળા ડૂબનારી માનસી એકલતાને પચાવી ગઈ હતી.
ખાલિપો તેઓ સદા યાદોથી મઘમઘતો હોય. જીવનમાં ઉમંગ લહેરાતું દેખાય, કારણ તે જાણતી હતી.
“પ્રભુનું અર્પિત આ જીવન કેમ વેડફી દેવાય , એ છે નિશાની ઈશની રે કેમ વેડફી દેવાય !.
સલોનીને આજે મા,માં ફરક જણાયો. મમ્મી તું હૈયામાં કોઈ વાત ન રાખીશ. ‘હું છું ને” ! તને શાની
કમી છે.
સલોની અને સુગંધનું જોડું નજર ઠારે તેવું હતું. સલોનીને સુગંધ નામ ખૂબ ગમી ગયું હતું અને પછી તો
સુગંધ પણ ગમી ગયો. નજર લાગે તેવી બેહુદી વાતોમાં બન્ને માનતા ન હતા, સલોનીએ વિચાર્યું આજે
મા સાથે રહેવું જરૂરી છે. સુગંધને ફોન ઉપર જણાવી દીધું આજે હું સાંજના ઘરે નહી આવું. ઘરે સુગંધના
મમ્મીને પણ વાત કરી.
બીજે દિવસે સલોની મમ્મીને ઘરે લઈને આવી. સુગંધ અને તેના મમ્મી તેમજ પપ્પા ખુશ થયાં. માનસીને
ઘણું સારું લાગ્યું. એકલતા હળવી થઈ પછી ઘરે પાછી ફરી રહી હતી ત્યાં સલોનીના પપ્પાનો હાથ લંબાયેલો
જણાયો અને ગાડીમાં બેઠા બેઠા તે હાથને થામી નિકળી ગઈ.
ખુબ સરસ! લખાણમાં ઘણો ફેરફાર મને આજે લાગ્યો! હું તમારી આ સાઈટ ખોલતો ને વાંચવાનું શરુ કરતો, પણ લખાણ વાંચવા પ્રેરતો નહિ. હવેની વાત, નવા વર્ષની જેમ નવનિત રહેશે એમ લાગે છે મને.
કુશળ રહી આમ સરસ લખતા રહો એ શુભેચ્છા સાથે,
‘ ચીમન પટેલ ‘ચમન’
નવા વર્ષની શુભ કામના
. તમારા અભિપ્રાય બદલ હ્રદયથી આભાર.
સરસ વાર્તા પ્રવિણાબેન,