હકિકત

હકિકતની હોડીને હલેસાં મારવામાં આળસને સ્થાન ન હોઈ શકે ! હકિકતનો હવા મહેલ ચણવા

તેને અનુકૂળ સપના પણ આવે. જેમાં સિમેન્ટ અને રેતીનું મિશ્રણ આખા દિવસના અનુભવો

પૂરા પાડતાં હોય છે!

જુવાનીમાં સપના ન આવે તો ક્યારે ઘડપણમાં આવે ? હા, ઘડપણમાં આવે ખરા પણ એ જરા

વિચિત્ર હોય. બાજુમાં પત્ની સૂતી હોય ને એમ લાગે કે કોઈ છે જ નહી ! રાતના દાંત વગર શીરો

ખાધો હોય ને એમ લાગે કે ચકરી ખાધી હતી. ભગવાનની માળા ફેરવતાં ફેરવતાં બાજુ વાળાની

જુવાન પત્ની ,ખાંડ લેવા આવી હતી તે યાદ આવે !

સપના જોવાનો અધિકાર છે, બાળકોને અને જુવાનિયાઓને. બાળકોને રમત ગમતમાં પહેલાં

આવવું હોય. શાળામાં સારા ગુણાંક લાવી ઉપલા વર્ગમાં જવું હોય. રમતગમતોમાં ઈનામ જોઈતા

હોય. સપના અને હકિકત છે તો સંસાર સરતો રહ્યો છે. હકિકતની હરિયાળીમાં કેવી રીતે જીવન

જીવવું એ સમજાવે છે. હાલત સદા એક સરખી રહેતી નથી.

ભરતી, ઓટ, સાંજ, સવાર એ કુદરતનો ક્રમ છે. કોરોનાની મહામારી, લોક ડાઉન, સુશાંતનું

કસમયનું મૃત્યુ !

જુવાનિયાઓને રંગીન સપના આવે. મનગમતા સાથી સાથે હવામાં કિલ્લા બાંધે. ભણીગણીને

નામ કમાવાની દોડધામ ચાલતી હોય. માતા અને પિતાના સપના પૂરા કરવામાં મચી પડ્યા હોય.

હમણાં આ ‘કોરોના’ની મહામારીને કારણે મને પણ મુસિબતોમાં ફસાયેલાં લોકોના વિચાર

કરવાની આદત પડી ગઈ છે. ઉમર એવી છે કે ખાસ તો બહુ ન કરી શકું ! જેનો અફસોસ છે.

સુશાંતની કતલ, એ વિચારે તો સમગ્ર જીવન હચમચી ગયું છે. એને હું, મર્યો તે પહેલાં ઓળખતી

પણ ન હતી. દેશી ચેનલ રાખી નથી, નવા ચહેરાથી જરા પણ પરિચિત નથી. આ તો એના

ગયા પછી થોડું ઘણું વાંચ્યું, તેના ચલચિત્રો જોયા, એમ લાગે છે એ જાણે મારા કુટુંબનો સભ્ય ન

હોય ? તેને ન્યાય મળવો જ જોઈએ. આજે નહીતો કાલે ‘સત્ય મેવ જયતે”! ભારતમાતાના

એ સુપુત્રને ,તેના પરિવારને ત્યારે જ શાંતિ પ્રાપ્ત થશે !

એના પરિણામની તો રાહ જોવાની છે. કિંતુ ભારત માતાને એક લાડલા, ‘સોનુ સુદે’ મહામારીના

આપત્તિ કાળ સમયે લોકો માટે જે કામગીરી કરી છે તેને બિરદાવ્યા વગર રહી શકતી નથી. આપણા

દેશના સંતાનો ખરેખર પ્રસંશનિય છે. આપણી ધરતીમાતા ખૂબ પવિત્ર છે. આ ભારત દેશ છે, જે’

ધરતી’ને માતાનું સ્થાન પ્રદાન કરે છે. જેનો સુપુત્ર ,’સોનુ સુદ’ એણે કેટ કેટલી વ્યક્તિઓને સહાય કરી.

આ મહામારીના કાળ દરમ્યાન પોતાના જાનની પરવા કર્યા સિવાય કેટલું ઉમદા કાર્ય કર્યું. સફળતા

પૂર્વક અનેક લોકોને ઘર ભેગા થવામાં સહાય કરી. તેમને માટે વાહનની વ્યવસ્થા, ખાણી પીણીનો

ઈંતજામ કરવો ! તે પણ આવા કપરા કાળ દરમ્યાન ધન્ય છે તેના માતા અને પિતાને આવા સુંદર

બાળકને, જન્મ આપવા બદલ. તેની પત્ની અને બાળકો પણ સહભાગી બન્યા.

‘સોનુ’ના કાર્યની ગમે તેટલી પ્રસંશા કરીએ તે પૂરતી નથી. માનવના દેહમાં સાક્ષાત ભગવાને આવીને

તેને પ્રેરણા આપી. અને સતક્રર્મમાં જોતર્યો. રાત દિવસ એક કર્યા. બસો, ગાડીઓ અને બીજા વાહન

વ્યવહારની વ્યવસ્થા માટે કેટ કેટલા ધક્કા ખાધાં. આના વિચાર માત્રથી શરીરમાં સ્પંદનો ઉત્પન્ન

થાય છે. તે સમયે તેની માનસિક હાલત કેટલી દૃઢ હશે. આ કાર્ય કરવાની તેને પ્રેરણા આપનાર

જે પણ હોય તેને શત શત પ્રણામ.

વિઘ્નહર્તાએ તેનો સાથ નિભાવ્યો. આવા સુંદર કાર્ય બદલ લાખોની સંખ્યામાં લોકો પોતપોતાને

ઘરે સહિસલામત પહોંચ્યા. કોરોનાને કારણે જ્યારે આપણા લાડીલા વડાપ્રધાને ‘લોક્ડાઉન’ જાહેર

કર્યું ત્યારે આપણા દેશ વાસીઓને સ્થળાંતર કરવાની જરૂરત પડી. આખા દેશમાંથી લોકોને પોતાને

ગામ અને શહેર પહોંચવું હતું ! કેટલી વિકટ પરિસ્થિતિ હતી

સોનુ સુદના દિલમાં ભગવાન વસ્યા અને તેણે આ મુશ્કેલ કાર્ય આરંભ્યું. તન તોડ મહેનત કરી.

જાનની પરવા ન કરી. જોઈએ આપણા દેશની સરકાર તેને કઈ રીતે નવાજે છે ? સરકાર

એનું કાર્ય કરશે કિંતુ, પ્રજા તરિકે આપણિ ફરજ બને છે. તેને અભિનંદન પાઠવવાની. તેના આ

અપ્રતિમ સાહસી કાર્યને બિરદાવવાની.

સપના અને હકિકતનો આપણા જીવનમાં અમૂલ્ય ફાળો છે. એ સોનેરી તક આપણા હાથમાંથી

સરી ન જાય તેની તકેદારી રાખવી. સંજોગોને માથે બધું ઢોળી આપણે હાથ ઉંચા કરીએ તે કાયરતા

દર્શાવે છે. જીવનનો સહુથી સુનહરો કાળ છે.” જન્મ અને મૃત્યુ વચ્ચેનો” !

One thought on “હકિકત

Leave a reply to Vimala Gohil જવાબ રદ કરો