જીવન શૈલી

10 01 2021

જીવન જીવવું એ કળા છે. કળા કેળવવી પડે છે. જેમ મોરના ઈંડાને ચીતરવા નથી પડતાં તેમ

જીવન જીવતાં દરેક વ્યક્તિને આવડતું હોય છે. ક્યાંક આળસ મહત્વનો ભાગ ભજવે છે . તો

ક્યાં વધુ પડતી મહત્વકાંક્ષા . બંનેનું જ્યાં સમતોલન હોય છે ત્યાં જીવનનો બાગ મઘમઘી ઉઠે

છે. બગિચામાં ઉગેલાં ફૂલ અને ફળ જોઈ આનંદ પ્રાપ્ત થાય છે . જીવન શૈલી એવી કંડારવી કે

સંસારમાં આવનાર બાળક ફુલની જેમ મઘમઘી ઉઠે. કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે મનુષ્ય જીવન

પ્રાપ્ત થાય છે જેને તે દીપાવી શકે !

જીવન શૈલી દરેકની આગવી હોય છે. આમાં ‘હું જ સાચો કે સાચી” એવી કોઈ શરત નથી. સત્યને

પંથે, યોગ્ય શિક્ષણ અને સંસ્કાર , જીવનમાં ધ્યેય અને પ્રગતિનો નિર્ધાર આ બધાનું સિંચન બાળપણથી

થયું હોય તો આદર્શ જીવન જીવવામાં સફળતા પમાય છે. સંજોગો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. છતાં

પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો આવશ્યક છે. જીવન શૈલી એવી કંડારવી કે, અંત સમયે જીવનમાં કોઈ

અફસોસ ન રહે.

આજથી ૨૦ વર્ષ પહેલાં હતું, એ જીવન સારું કે બાળપણમાં માતા અને પિતાની છત્ર છાયામાં

પસાર થયું હોય! ખરું પૂછો તો સમય સાથે કદમ મિલાવતા જાવ, વર્તમાનમાં રહી, પોતાના

ખિસાને પરવડે એ પ્રમાણે જીવો એ જીવન ઉત્તમ ! જુનું તે સોનું, માનવાવાળા આપણે અંહી

થાપ ખાઈએ છીએ. એ સોનાના ઘરેણાં હમેશા આધુનિક કલાકારિગરીના બનાવડાવીએ છીએ !

જીવનમાં નિયમિતતાના આગ્રહી બનવું. બાળકોના સંસ્કાર પર ધ્યાન આપવું. ‘દેખાદેખી’ શબ્દ

ને શબ્દ કોષમંથી વિદાય કરી ‘સંતોષ” શબ્દને મોટા લાલ અક્ષરે લખવો.

૨૧મી સદીમાં આંધળું અનુકરણ કરી સંસાર બેસૂરો બનાવવો નહી. જીવન જીવવામાં પોતાની

આગવી પ્રતિભાને સ્થાન આપવું. મારી બહેનપણિ એ કૂતરો પાળ્યો એટલે મારા બાળકોને પણ

લાવી આપવો ? કૂતરો પ્રાણી છે . તેની પાછળ કેટલું કામ અને ખર્ચો છે તેની ત્રિરાશી જરૂર માંડવી

મને જે ગમે તે, સમયની અનુકૂળતા, ઘર સંસારની જવાબદારી, પતિ તેમજ બાળકો યા ઘરના વડીલોની

સંમતિ આ બધુ વિચારવું પડે .

માત્ર “હું’ ને કેંદ્રમાં રાખી જીવન જીવીશું તો પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે. પોતાના

મનની મુરાદ, જે ક્ષેત્રમાં કાર્ય કરતા હોઈએ તેમા પ્રગતિના સોપાન પણ સર કરવાના હોય. જીવનમાં

સાલસતા ,વ્યવહારિક બુદ્ધિ, પ્રમાણિકતા બધું સપ્રમાણ હશે તો જીવન મઘમઘી ઉઠશે. ઉદાર દિલ અને

મોકળું મન ,સોનામાં સુગંધ ભળશે.

જીવનમાં કોઈ તમને સમજે કે ન સમજે ચિંતા કરવી નહી. જ્યાં સુધી તમારું વર્તન અને અંતર શુદ્ધ હશે ત્યાં

સુધી દુનિયા ઝખ મારે છે. આ દુનિયા કોઈની થઈ નથી અને થવાની નથી ! દુનિયામાં કોઈને પણ સમજાવવાની

જવાબદારી શિરે લઈને ફરવામાં કોઈ મઝા નથી. જીવનમાં નાસીપાસ થવું એના જેવો કોઈ ગુનો નથી ! જીવન

છે, ચડતી આવે કે પડતી આવે ફરી ઉભા થવાની તાકાત બતાવવી જ પડૅ.

બાકી બહાનાં બનાવવા હોય તો તેનો કોઈ જવાબ નથી. હા, તેમાં જીંદગૈથી ભાગી જવાની બૂ જરૂર આવે,

હે, આ જીવન જીવવું સરળ છે, મારે વ્યર્થ જવા દેવું નથી

જીવન જીવતાં સંકટ આવે, મારે રડતાં રડતાં જીવવું નથી

જીવન શૈલી નિરાળી હોય મારે ઘરેડમાંહી ચાલવું નથી

ચીલો ચાતરી કેડી કંડારી, મારે ઘેટાંની જેમ જીવવું નથી


ક્રિયાઓ

Information

One response

11 01 2021
Vimala Gohil

” સમય સાથે કદમ મિલાવતા જાવ, વર્તમાનમાં રહી, પોતાના

ખિસાને પરવડે એ પ્રમાણે જીવો એ જીવન ઉત્તમ !”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: