આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્ય તિથિ પર. **
બાપુ તમને અંતરથી પ્રણામ
તમારા ગાઉં સદા ગુણગાન
************
“હું, મોહનદાસ કરમચંદ ગાંધી, આજે સહુ ભારતવાસી સમક્ષ સત્ય બયાન આપીશ” !
ભલે તમે મને આદર આપો છો, શું હું એને માટે યોગ્ય છું, ખરો ?
તમે મારી ‘સત્યના પ્રયોગો’ વાંચી હશે? અસત્ય મને પસંદ નથી. ભારતની આઝાદી પછી
ટુંક સમયમાં જ હું મૃત્ય ને ભેટ્યો. મારા દિલના ભાવ પ્રગટ કરવાની તક મને મળી જ નહી !
સહુ પ્રથમ તો આ કોંગ્રેસ બરખાસ્ત કરવાની હતી.
સરદાર, તારી વિરૂદ્ધમાં જવાહરને મત આપ્યો એ બદલ ‘હું’ અખિલ ભારતનો ગુનેગાર છું.
સારું થયું ‘ગોડસે એ મને ગોળી મારી ! પણ એ ભૂલ સુધારાવાની કોઈને મતિ સુઝી નહી !
જવાહર, આવું મહોરું પહેરીને મને છેતરી ગયો. હજુ પણ મરે ગળે નથી ઉતરતું..
એની દીકરીએ મારી અટક ચોરીને ભારતની પ્રજાને કેટલો મોટો દગો કર્યો !
હિંસાનો હું વિરોધી હતો. જોવા જઈએ તો લાખો લોકોની હિંસા થઈ હતી.
મારા વહાલાં ભારતિય ઘરબાર વગરના થયા. સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી..
ભલે આખી દુનિયા મને પૂજે, મારા વિચારોનું સન્માન કરે !
શું હું ખરેખર એ આદરને કાબિલ છું ?
મારા દેશની પ્રજાને હું ખૂબ પ્રેમ કરું છું.
મારા આ અક્ષમ્ય ગુના બદલ મારા દેશના પ્રિય પ્રજાજનો મને ક્ષમા આપશે !.
શું આપણે આઝાદી લોહી વહેવડાવ્યા વગર મેળવી હતી ?
એમાં અર્ધ સત્ય છે, ગણવા બેસીશું તો આંકડા ઓછા પડશે એટલાં જુવાનો અને બુઝર્ગોએ જાન ગુમાવ્યા છે.
આઝાદીની લડતમાં સ્ત્રીઓએ પણ અત્યાચાર સહન કર્યા છે. .
બસ, આજે મને કહેવા દો, મારા વહાલાં ભારતિય પ્રજાજનો મારી ભૂલ કબૂલ કરું છું.
“જવાહર કથીર” નિકળ્યો તેનો ખૂબ અફસોસ છે !
સરદારના હાથમાં લગામ હોત તો આજે ભારતની શિકલ કંઇ ઔર હોત.!
જો કે મને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ બેઠો છે, આશા રાખું છું તમે એને સાથ અને સહકાર આપશો..
અરે, આ મેં શું સાંભળ્યું, “મારો ખેડૂત” આટલો પરેશાન ? ખેતી પ્રધાન મારા ભારતની આ દશા ?
જય હિંદ
ભારત માતાની જય
વાસ્તવિક ભાવ નું સુંદર વર્ણન…
વાસ્તવિક ભાવ નું વર્ણન