છૂટાછેડા**Tied together

1 02 2021

લાખો રૂપિયાનો ધુમાડો કરી સાહિલ ,સ્નેહાને પરણી ઘરે લાવ્યો. બન્ને વચ્ચે કોલેજના પહેલાં

વર્ષથી પ્રેમ પાંગર્યો હતો. અધુરામાં પુરું બન્ને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા. રંગે ચંગે લગ્ન

લેવાયાં. રૂમઝુમ કરતી સ્નેહા સાસરે આવી. નવી વહુ નવ દિવસ. સાહિલ એકનો એક દીકરો હતો

સ્નેહાને એક ભાઈ હતો જે મુંબઈ રહેતો.

લાખો રૂપિયાના ખર્ચે થયેલાં લગ્ન શું એક છૂટાછેડાના કાગળ દ્વારા ખત્મ થઈ ગયા? હસવું આવે

એવી વાત છે. ના, પણ આ હકિકત છે. ૨૧મી સદી નો અભિશાપ છે ! વિચારો એમાં ફાયદો કોને

થાય છે?

“પેલા કાળા કોટવાળા ને ” ?

એમાં તો બંને પક્ષ સંમત થશે ! છતાં પણ લોકો આડૅ ધડ છૂટાછેડા લઈ “શાંતિની’ જીંદગી જીવે છે.

આનું મુખ્ય કારણ સહન શક્તિનો અભાવ . ‘હું’ ને અગણિત મહત્વતા આપવી. હકિકતથી આંખ-

મિંચામણા કરવા. બસ હવે આગળ વાંચો અને વિચારો !

સ્નેહા જ્યારે પણ ભાઈને ત્યાં જાય ત્યારે, ભાભીની ઘર સજાવટની કળા જોઈ છક થઈ જતી.

તેને પણ થતું, કે તે પણ પોતાનું ઘર મરજી મુજબ સજાવે !.

સાહિલે પપ્પાનો પ્યાર જોયો જ નહતો. બે વર્ષનો થયો ત્યારે વિમાન અકસ્માતમાં પપ્પા ગુમાવ્યા

હતા. સ્નેહા સાથે લગ્ન પહેલાં સમજૂતિ થઈ હતી,’મમ્મી સાથે રહેશે’ ! સ્નેહાએ ત્યારે તો હરખાઈને

હા પાડી. નોકરી કરીને ઘરે આવે તો તૈયાર ભાણું કોને ન ગમે? આમ ગાડું બરાબર ચાલતું. હવે તો એક

દીકરીની મા બની. સાહિલના મમ્મી, શકુબેન ખૂબ લાગણિશીલ હતાં. બધી રીતે સ્નેહાને અનુકૂળ રહેતાં.

કોને ખબર કેમ હવે સ્નેહાને મમ્મી આંખના કણાંની જેમ ખુંચવા લાગ્યા. એમાં પાછી સ્નેહાના મમ્મીની

ચડામણી.

સાહિલને કાન ભંભેરવાનો પ્રયત્ન ચાલુ કર્યો. શરૂઆતમાં સાહિલ વાત ઉડાવતો. જ્યારે ટક ટક ખૂબ

વધી ગઈ, ત્યારે સ્નેહાને સાફ શબ્દોમાં કહી દીધું, “હું મારી મમ્મીને નહી છોડું’ ! સ્નેહાએ છેલો પાસો ફેંક્યો

‘તો હું તને છૂટાછેડા આપીશ”. સાહિલે પોતાનો સ્પષ્ટ જવાબ સંભળાવી દીધો.

‘જેવી તારી મરજી’. વાત વણસી ગઈ સ્નેહા છૂટાછેડા લઈ સલોનીને લઈ નિકળી ગઈ. દીકરી નાની હોવાને

કારણે માને મળી. સાહિલ ભાંગી પડ્યો પણ ખોટી દાદાગીરી ચલાવવા એકનો બે ન થયો. ફરી લગ્ન કરવાનો

વિચાર સુદ્ધાં ન કર્યો.

અહં,જ્યારે જીવનની ગાડીનો ડ્રાઈવર બને છે ત્યારે કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાનમય કોષનો ઉપયોગ કરતું નથી.

જે દરેક વ્યક્તિમાં હોય છે. સાહિલ પોતાની પરિસ્થિતિથી વાકેફ હતો. જે માએ, તેને અનાથ આશ્રમમાંથી

ઉગારી આ સ્થિતિએ પહોંચાડ્યો હતો, એ મા તેને માટે ભગવાન કરતાં પણ વધારે પ્યારી હતી. સ્નેહાને આ

વાતની જાણ ન હતી. હોત તો પણ તેના બધિર કાન સાહિલની કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતા.

આ બાજુ સ્નેહા, દીકરીના લાલન પાલનમાં વ્યસ્ત થઈ ગઈ. પોતાની નોકરી ખૂબ સુંદર હતી. દીકરીની ઉંમર

વધતાં વાર ન લાગી. સલોની સમજુ હતી. મમ્મી અને પપ્પાનો અઢળક પ્યાર પામતી. તેણે મનમાં નિર્ધાર

કર્યો.. દાદીનો સહકાર મેળવી બીડું ઝડપ્યું. દાદીનો સાથ મળ્યો. શકુ બહેનને સ્નેહા વિષે કોઈ ફરિયદ ન

હતી, તે જાણતા હતાં કે દીકરો તેમને નહી છોડે.

સલોનીએ જીદ પકડી,”પપ્પા અને મમ્મી તમે બન્ને એ શામાટે બીજાં લગ્ન ન કર્યા’?

મને ખબર છે,’ જેમ તમને બન્નેને હું વહાલી છું, એમ તમે પણ એકબીજાને હજુ ભૂલ્યાં નથી’.

સ્નેહા અને સાહિલ પૂતળાંની જેમ સલોનીની વાત સાંભળી રહ્યા. આટલા બધા વર્ષોના વિયોગ પછી સ્નેહાને પોતાની

ભૂલ સમજાઈ હતી. અહં આડૅ આવતો હતો. દીકરીને બહુ શ્રમ લેવો ન પડ્યો. તેનું મુખ્ય કારણ હતું શકુ બહેનનો પુત્ર

પ્રેમ. સલોની સમજદાર હતી. દાદીની આંખનો તારો. દાદીનો પ્રેમ અને તેમાં રહેલો સચ્ચાઈનો રણકો તેને સ્પર્શી ગયા

હતાં. માતાનો વાંક તેને સ્પષ્ટ જણાતો હતો. સ્નેહા, સાહિલને ભૂલી શકી ન હતી.

સલોની એ માતાને સચ્ચાઈનું દર્શન કરાવ્યું. સ્નેહાને પોતાનિ જાત ઉપર તિરસ્કાર છૂટ્યો. શકુ બહેનની મહાનતાને

મનોમન વંદી રહી. નિખાલસ પણે પોતાની અક્ષમ્ય ભૂલની ,ક્ષમા આપવા માટે કરગરી. શકુ બહેનનું તો હ્રદય સાગર

સમાન વિશાળ અને નિર્મળ હતું. તેમણે સ્નેહાને ગળે વળગાડી અને સાહિલને પ્રેમથી સમજાવ્યો.

મા, દીકરી અને પત્નીના પ્રયત્નો સફળ રહ્યા. સ્નેહાને દિલમાં સમાવી. આખરે સ્નેહા તેનો પ્રથમ પ્યાર હતો. પ્રથમ પ્યારની

ખુશ્બુ જેણે અનુભવી હોય તે સહુ વાકેફ છે કે એ ક્યારેય પોતાની મહેક વિસરતી નથી.

છૂટાછેડા, પાછાં ક્યારે બંધાઈ ગયા તેની ખબર પણ ન પડી. શકુ બહેનને હૈયે ટાઢક થઈ,” હાશ, હવે મારા પ્રાણ ગતે જશે ‘ !


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: