મારો વારો ક્યારે ?

6 02 2021

જિંદગી વિષે ફરિયાદ નથી !સવાર પડે, સાંજ થાય, પાછી સવારની સાંજ થાય . આમ ૨૫ વર્ષ

પસાર થઈ ગયા. કોઈ જ વાતની કમી નથી છતાં એમ થાય ,હજુ કેટલાં? ઓ સર્જનહાર આ

માનવ જિવન પાછળ તારો આશય શું છે ? કળવું મુશ્કેલ છે. રોજ થતું , ‘મારો વારો ક્યારે”?

આજે તો નક્કી કર્યું, જવાબ મેળવવો પડશે. સવારથી ભગવાનની સામે ધરણા ધરીને બેઠી

હતી. યાદ છે ને પેલી વહુએ વેલણ બતાવી ભગવાનને ધરેલી સામગ્રી ખાવા મજબૂર કર્યા હતા.

વહુને ખબર ન હતી સાસુમાને રોજ ઠાકોરજીના ભાવાતા ભોજન બનાવી આપતી. સાસુમા

ઠાકોરજીને ધરતાં. સાસુમા જાત્રા કરવા ગયા, હવે એ ઠાકોરજી વહુના હાથનું જમતા નહી. એક

બે દિવસ ચલાવ્યું ત્રીજે દિવસે વેલણ લઈને ઉઠી. એને એમ કે સાસુમા આવશે તો તેનો ધોયલો

ધોવાઈ જશે. ડરના માર્યા ઠાકોરજી આરોગી જતાં.

બસ એ જ હાલ મારા થયા,’ મને જવાબ દે નહી તો હું માથું પટકીને અંહી મરીશ.’ હાથમાં માળા

ગણવા બેઠી, “મારો વારો ક્યારે” ? શ્રી કૃષ્ણ શરણં મમ તો રોજ બોલતી હતી. આજે અષ્ટાક્ષર ને

બદલે સપ્તાક્ષર!

વિરહનો અગ્નિ સદા જલતો રહે છે. જિવન તો નિર્વિઘ્ને વહે છે. પણ એમાં જે જિવંતતા જોઈએ તેનો

અભાવ જણાય છે. જીવનથી થાકી છું પણ હારી નથી. પ્રવ્રૂત્તિમય જીવન છે, થાકી જવાય છે, છતાં

સફર જારી છે. રોજ એક જ વિચાર આવે છે ! ‘મારો વારો ક્યારે?

આમ વારો ક્યારે આવશે, એની રાહ જોઈને જીવન જીવવું સહેલું નથી. મૂકને પંચાત જ્યારે આવવાનો

હશે ત્યારે આવશે ? અંતકાલની પ્રતિક્ષામાં વર્તમાન અને ભવિષ્યકાળને ડહોળવાની ઈચ્છા નથી. આ

બાકીનું જીવન જ્ઞાનમય, અહંકારનો અભાવ અને અનાસક્તિ પૂર્વક જીવવાની મનોકામના રાખવી

એ અનુચિત નહી ગણાય. આવશે ત્યારે ખબર પણ નહી પડે કે, ‘મારો વારો આવી ગયો’ !

વારો આવે કે ન આવે, કહીને આવવાનો નથી ! આવશે ત્યારે ખબર પણ નહી પડે.

આ જિંદગી દીધી પ્રભુએ પ્રશ્ન આવીને ઉભો ?

તેને સફળ કરવી કે નિષફળ ઉત્તર એનો ના દીધો !

ઉત્તર મળે કે ન મળે .દ્રઢપણે નિશ્ચિત છે, આ જીવન “સફળ કરીશ” ! પ્રય્ત્ન જારી છે. આળસનું નામોનિશાન નથી.

આનંદ યા ગમ એ સ્વ પર નિર્ભર છે. બને ત્યાં સુધી પરિસ્થિતિ, સંજોગ કે વ્યક્તિ પોતાનો પ્રભાવ લાદી શકતા

નથી. જો કદાચ એની ચુંગલમાં ફસાઈ જાંઉ તો પણ ઉભરી તેમાંથી બહાર નિકળવાની કળામાં નિપુણતા કેળવી છે.

હા, ભૂતકાળ બુલવો શક્ય નથી. તમે નહી માનો સ્વપના ન આવનારને આજે જૂના જૂના સ્વપના આવી ને રસના

ચટકાં આપી રહ્યા છે. વર્તમાન વિષે રતિભર ફરિયાદ નથી. ભવિષ્ય , પેલો ઉપરવાળો જાણે !


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: