ઠંડીમાં પસીનો !

18 02 2021

ઠંડી પડૅ તો ઠરી જવાય અને ગરમી હોય તો પસીનો છૂટે. માનવી ક્યરેય સંતોષાય ખરો ? ભલેને ગમે

તેટલી ફરિયાદ કરીએ કુદરતનું કાર્ય અવિરત ચાલે. તેમાં કોઈની દખલ ન ચાલે. ફરિયાદ કરવાથી કોઈ

ફાયદો નથી. જે છે તેનો સ્વીકાર હસતે મુખે કરવો.

“અરે, પણ તું જો તો ખરી કેમ એકદમ ઘરમાં ઠંડી વધી ગઈ” ? કમપ્યુટર પર શેર બજારનું કામ કરતો

સાહિલ બોલ્યો.

‘લાગે છે આપણા ઘરનું હિટર બગડી ગયું છે’.

શિયાળાની ઠંડીમાં હિટર બગડૅ, એટલે ખેલ ખતમ !

ઘરમાં બે નાના હિટર હતાં ,જ્યાં જઈએ ત્યં સાથે લઈ જવાય તેવા. પણ આવડા મોટા રાજમહેલ જેવા

ઘરમાં તેની શી વિસાત.!

રાહુલે કામ કરવાનો વિચાર પડતો મૂક્યો. આમપણ બજાર ઠંડુ હતું. ઠંડિએ જે મારો ચલાવ્યો હતો તેની

સામે પહેલાં રક્ષણ અને પછી કામકાજ. જાતે હિટર ઠીક કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં ચાંચ ન ડૂબી. જાણો

છો વાણિયાના દીકરને આવા કામ ન ફાવે. ઠંડી કહે મારું કામ. સલોનીએ સીધો ,હિટર રિપેર કરતી

કંપનીને ફોન કર્યો.

આવતા વાર લાગે તેમ હતી. ઠંડીની ઋતુ હજુ અડધી પણ થઈ ન હતી. કામ કરાવ્યા વગર છૂટકો ન

હતો. છેક આઠ વાગ્યા પછી માણસ આવ્યો. બિચારાને આટલી ઠંડીમાં પસિનો થતો હતો. શું કરે

ફરિયાદીઓનો પાર ન હતો. એની કંપનીના બધા માણસો સ્વારથી કાર્યરત હતા.

આવતાંની સાથે કામે વળગ્યો. ‘ઠંડુ પાણી મળશે’?

સલોનીથી રહેવાયુંનહી ‘ખરેખર ઠંડું પાણી જોઈએ છે’?

પેલાએ હા પાડી એટલે લઈ આવી. તપાસતા ખબર પડી કે આ મશીન ખૂબ જુનું હતું. હવે આવા સમયે

એને રિપેર કરવું અસંભવ લાગ્યું. માણસે સરખી વાત કરી, ‘હું તમને ચાલુ કરી આપીશ પણ કોઈ ફાયદો

નથી, ૨૪ કલાક પણ નહી ચાલે. પાછું ઠપ થઈ જશે. ‘.

સાહિલ બોલ્યો તો આનો ઈલાજ શું છે” ?

‘નવું યુનિટ લગાડવું પડશે’.

આવી ઠંડીમાં મળશે ?

હા, મળી તો શકે પણ અઠવાડિયું નિકળી જાય.

મને મારા શેઠ જોડે વાત કરવા દો. બન્ને એવી રીતે વાત કરતા હતા, કે સાંભળનાર તેનો મર્મ ન પારખી

શકે. આખરે વાત પતાવીને કહ્યું, તમે જો અમારી પાસેથી ખરીદીને મારી પાસે નવું મશી મુકાવદાવશો

તો હું દરરોજ આવીને ૨૪ કલાક ચાલે એટલું ‘ફ્રી ઓન’ નાખી જઈશ. તેના વધારાના પૈસા નહી લંઉ.

સાહિલને થયું આ વાત ગમે એવી છે. એણે હા પાડી. સલોનીને પણ આ પ્રસ્તાવ ગમ્યો.

અઠવાડિયા સુધી એ કારિગર રોજ આવતોઅને મશીનમાં ફ્રી ઓન નાખી ચાલુકરી જતો. આમ સાહિલ

અને સલોનીને તકલિફ પડી નહી.

સાહિલે તેમજ સલોનીએ ભાવ પૂછવાની તસ્દી લીધી નહી.

‘સાહેબ તમારું મશીન આવી ગયું છે ,હું કાલે જુનું કાઢીને નવું બેસાડી જઈશ. સાહિલે નોકરી પરથી રજા

લીધી.

સલોનીને રજા હતી એટલે બન્નેએ સાથે અરામથી બપોરનું ભોજન કર્યું. જમીને આડે પડખે થયા. ત્યાં

દરવાજાની ઘંટડી વગી. મશિન લઈને બે જણા આવ્યા હતા,. જુનું કાઢવાનું અને નવું લગાડવાનું ખાસો

સમય લાગ્યો.

સાહિલ એંજિનિયર હતો. તેને બધું સમજ પડતી હતી. મશિન વિષે બધા પ્રશ્નો બારિકાઈથી પૂછ્યા. મશિન

કામ કરતું થયું.

‘હાશ, હવે કમસે કમ દસ વર્ષની શાંતિ” !

પેલાને મસ્ત ચા અને નાસ્તો કરાવ્યો. દસ દિવસથી આવતો હતો. ભાઈબંધી જેવો નાતો બંધાયો હતો. હવે

અંતિમ કાર્ય કરવાનું હતું.

સાહિલે ઈનવોઈસ અને લગાડવાના પૈસાનું બિલ માગ્યું. રકમ જોતાંની સાથે સાહિલને પસિનો છૂટી ગયો.

સાહિલની હાલત જોઈને સલોનીએ બિલની રકમ જોવાની હિંમત ન કરી.


ક્રિયાઓ

Information

2 responses

18 02 2021
Raksha

હવે તો લઘુકથા લખવામાં નિપુણ થવા માંડ્યા! લઘુકથા ખુબ ગમી!

19 02 2021
Pravina

હલો રક્ષા તારી કોમેન્ટની હમેશા પ્રતિક્ષા રહે છે. આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: