મમ્મી મને દાળ આપ ને?
નાનકો ટીકલુ અને મોટો રુપિયો જમવા બેઠાં હતા. બન્નેને દાળ ખૂબ ભાવે. એમાંય જો
તુવેરની હોય તો પૂછવું જ શું. એક રોટલી ખાય અને એક વાટકી દાળ ચપાચપ પી જાય.
ભાતની બહુ ગરજ નહી પણ દાળ, પૂછો મત.
આજે રજાનો દિવસ હતો. મારી નાની નણંદ બે બાળકો સાથે આવી હતી. ‘બહેન તમે આજે
અંહી જમજો”. ખુશ થઈને ૧૧ વાગતામાં તો આવી પહોંચી. બાળકોને રમવામાં મજા આવી.
ભાભી અને નણંદ ગુફતગુ કરવામાં મશગુલ હતાં.
ત્યાં બા, બોલ્યા, ‘અરે તમે તો વાતોથી પેટ ભરશો, પણ મને ભૂખ લગી છે”.
અમે બન્ને રસોડામાં આવ્યા. બાને પ્રેમથી જમાડ્યા. બેટા આજે દાળ ખૂબ સરસ થઈ છે, થોડા
ભાત વધારે આપ.
જમ્યા પછી બાને આડે પડખે થવાની આદત હતી. બાની એકદમ કૂકડાની નિંદર હતી. સોય પડે ને
જે અવાજ આવે તો પણ તેમને નિંદરમાં ખલેલ પહોંચે. બધા બાળકોને ઉપર મોકલ્યા. કહ્યું, ‘થોડીવાર
સહુ પોતપોતાના મોબાઈલમાં વિડિયો ગેમ રમે. બા જમીને ઉઠી જાય પછી હું નીચે બોલાવીશ. અમે
બન્ને નણંદ ભોજાઈ વરંડામાં હિંચકા પર ઝુલવા લાગ્યા. તમે બન્ને વતો કરો. મને થોડીવાર સુવા જવું
પડશે. બા ગયા એટલે મારી નાની બહેન બોલી, ભાભી મારા બન્ને છોકરાં દાળ ખાતા જ નથી. મેં
કાવ્યાને કહ્યું , ‘આજે બાળકો જમવા બેસી ત્યારે તું કાંઈ બોલતી નહી.’ સારું ભાભી. પેટમાં કૂકડા
બોલ્યા એટલે બધા જમવાના ટેબલ પર ગોઠવાઈ ગયા.
ટીકલુ અને રૂપિયાના દાળના વાટકા જોઈ કાવ્યાને નવાઈ લાગી. આંખોથી કહ્યું, ‘કાંઈ બોલતી નહી’.
કાવ્યાના દીકરોઅને દીકરી ટેબલ પર ગોઠવાયા. જાણી જોઈને મામીએ દાળ માટે વાટકી ન આપી.
જમવાનું પિરસાયું. રોમા અને રાહિલ જોઈ રહ્યા, ‘મામી અમને કેમ દાળ માટે વાટકી ન આપી’ ?
‘તમને દાળ ભાવે છે ?
‘આપો તો ખરા નહી ભાવે તો નહી ખાઈએ’.
બધાને દાળ, ભાત, ગરમા ગરમ રોટલી અને શાક પિરસાયા. સાથે કાકડીનું રાઈતું. નણંદબા બાળકો
સાથે આવ્યા હોય એટલે ભાવતો શિરો તો હોય જ ! વટાણા અને રીંગણનું શાક સહુને મનગમતું હતું.
રોમા આમ તો બહુ દાળની શોખિન ન હતી. પણ ટીકલુ અને રૂપિયાના દાળનો વાટકો જોઈ મન પલળ્યું.
દીદીનું જોઈ રાહિલે પણ રોટલી દાળમાં બોળીને ખાધી. બન્ને જણા પ્રેમથી દાળને શાક સાથે રોટલી ખાઈ રહ્યા
હતા.
અચાનક ,કાવ્યા બોલી પેલી ત્રણ માળવાળી દાળની વાર્તા ભાભી કહોને. સલોનીએ વાત ચાલુ કરી. અમે
વડોદરા ગયા હતા. ત્યાં તમારા માના મિત્રને ત્યાં દાળ જમવામાં પિરસી તો વાટકામાં પાણી ઉપર અને વગર
ચડૅલી દાળ નીચે. વચમાં જરાક ઢંગડ્ગડા વાળી દાળ દેખાઈ. ટીકલુ અને રૂપિયો તો શાક અને શ્રીખંડ સાથે
જમીને ઉભા થઈ ગયા. રસ્તામાં ગાડીમાં હોટલ પર જતાં નટખટ ટીકલુએ એ દાળને ત્રણ માળ વાળી દાળનું
નામ આપ્યું.
બીજે દિવસે અંબાલાલ કાકાને ત્યાં જમવા જવાનું હતું. કોને ખબર કેમ સવરના જમણમાં અમદાવાદ હોય કે
વડોદરા તુવેરની દાળ જ બને. હવે કાકાને પતળી દાળ ભાવે . પાછાં ટીકલુ અને રુપિયોે જમવામાં દાળ ન
લીધી. ગાડીમાં બેસીને કહે ,”મમ્મી દાળમાં દાળ જ ન હતી’.
આમ દાળ પુરાણ ચાલુ થયું. રોમા અને રાહિલ બોલ્યા ,’મામી આમારી મમ્મીને તમારા જેવી દાળ બનાવતા શિખવો.”.
દાદીમાને ડાયાબિટિસ છે એટલે દાળમાં ખાંડ નથી નાખતી.
તેને વચ્ચેથી અટકાવી સલોની બોલી બેટા દાળમાં ખાંદ નહી ગોળ હોય !
હવે કાવ્યાને ખ્યાલ આવ્યો કેમ તેના બાળકો દાળ નથી ખાતાં. સારું સારું બહુ બોલ્યા છાનામાના જમીને ઉભા થાવ.
હજુ અમે જમીશું , ‘હરિ’ને કામ કરવાનું મોડું થાય છે.
દાળતો એવી છોકરાઓએ ઝાપટી કે પાછળ જમવાવાળાં માટે મહારાજે તરત કઢી બનાવી.
ત્રણ માળવાળી દાળની કથા અને રહસ્ય વાંચવાની મઝા આવી.
તુવર ની દાળ નો ઘર ઘર નો સ્વાદ અલગ હોય..અમારા બ્રાહ્મણ સમજ માં જ્ઞાતિ ની વાડી માં નાત જમાડે..વરસ માં બે ત્રણ કાર્યક્રમ થાય પણ દાળ ની સોડમ આખા વિસ્તાર માં આવે કે આજે બ્રાહ્મણ નું ક્યાંક રસોડું છે.
આપે ત્રણ માળ વાળી દાળ નું વર્ણન અદભુત કર્યું.મજા આવી