સંબંધ અને સગપણ શું એક સિક્કાની બે બાજુ નથી ?
સંબંધ કાચા સુતરને તાંતણે બંધાયા હોય, તો પણ હોય પાકાં !
**
સગપણ લોહીનું હોય કે પરણેતરનું, ખેંચાયને બટકી જાય !
એવા સગપણ શા કામના જે હવાનો ઝોકો પણ ન સહી શકે !
**
ભલેને કહેવાય પાણી કરતાં લોહી જાડું છે ?
વખત આવે પાણીનું પાણી અને દૂદનું દૂધ જણાય છે !
**
ઢળતી ઉમર અને ઢળતી સંધ્યા ખૂબ સુહાના હોય છે.
મુખ પર અને ગગને “હાશકારો” તરવરી રહેલો જણાય છે !
**
અધુરા સપના પૂરા કરવાનો સુહાનો અવસર એટલી ઢળતી ઉંમર !
જાત સાથે સગાઈ અને જવાબદારીથી છૂટાછેડા એટલે ઢળતી ઉમર !
**
બાળપણનો તરવરાટ, જુવાનીનું ગાંડપણ અને બાહોશીની બાહોંમાં,એટલે ઢળતી ઉમર !
સુખ અને દુખથી પર ‘ગીતા’ની સમતાનું હલેસું, જીવન સાગર તરવાની હોડી એટલે ઢળતી ઉમર !
*
તન પર અસર, મન નિજાનંદમાં મસ્ત એટલે ઢળતી ઉમર !
ઉમર વધે કે ઢળે, તારી કૂચ હરદમ ઉમંગભેર જારી રહે