સગપણ લોહીનું હોય કે પરણેતરનું, ખેંચાયને બટકી જાય !
*******
એવા સગપણ શા કામના જે હવાનો ઝોકો પણ ન સહી શકે !
********
“૫૫” વર્ષો પસાર થયા
કાળાના ધોળા થઈ ગયા
આંખે મોતિયો આવી ગયો
સાજન તું દિલમાં અકબંધ રહ્યો
**
પ્રેમની ફોરમ ફેલાવી ગયો
નિશાનીઓ પ્રસરાવી ગયો
જીવનમાં સંગિત રેલાવી ગયો
સાજન તું દિલમાં અકબંધ રહ્યો
**
દિલમાં હલચલ મચાવી ગયો
અણસમજ, તું સમજાવી ગયો
પ્યારની પ્યાલી પિવડાવી ગયો
સાજન તું દિલમાં અકબંધ રહ્યો
**
દુનિયાદારીની દવા દઈ ગયો
એકલતા જીરવવી જતાવી ગયો
મનનું મંદીર મહેકાવી ગયો
સાજન તું દિલમાં અકબંધ રહ્યો
***
અંતે સર્જનહાર સાથી બન્યો
સુખ દુઃખ મારા બાંટી રહ્યો
અંતરનો એકતારો ગુંજી રહ્યો
સાજન તું દિલમાં અકબંધ રહ્યો
**************
‘૫૬’ મી લગ્નતિથી પર પ્યાર ભરી યાદ. હવે તો ગણતાં ગણતાં પણ થાકી ગઈ.
કોરોનાએ કેટલા ભરખ્યાં ?
મારે દ્વારે ન દેખાણો !
ચાલો, ઈંતજાર ખત્મ નથીથયો ?
ભાવના સભર સ્મરણાંજલિ. બહેનને હાર્દિક શુભકામના.
My heartfelt shraddhanjli.🙏 Very nicely written👌👌I am touched.