વિરહની વેદના 17th March

17 03 2021

તારા વિના

“રામ બાણ વાગ્યા હોય તે જાણે. વિરહની વેદના અનુભવીને જ ખબર હોય. બાકી

વાતો તો ઘણી કરીશકાય. જે ઘરમાં પવન પણ પૂછીને આવતો હોય તે ઘરમાં આજે

વાવાઝોડું ઘુસી ગયું હતું. કેવી હાલત થાય ? ઘરનાને જ ખબર પડે !

ખેર, એ ઈતિહાસ ઉખેળવામાં હવે કોઈ ફાયદો નથી ! તારા વિના હવે જિંદગી પૂરી કર્યા

વગર છૂટકો પણ નથી. કુટુંબ અને મિત્ર મંડળની સહાયથી કટોકટીના એ વર્ષો ગુજાર્યા.

જીવનમાં પ્રભુને મોતની પણ યાચના કરી હતી. તારી સાથેના સુંદર વર્ષોની ભીની ભીની

મહેક આજે પણ જીવનમાં વરતાય છે. જે બાકીની જિંદગી જીવવા માટે પૂરતા છે.

ઈશ્વરનું અર્પિત આ જીવન લાંબુ છે, તો તેની પાછળ સર્જનહારનું કોઈ પ્રયોજન જરૂર

હશે.

એ સુનહરા દિવસો, બાળકોથી ઘરમાં થતો કલબલાટ આજે પણ કાનમાં ગુંજે છે. તારો

સદા વરસતો પ્રેમ અને લાગણીની ગંગામાં ભરપૂર સ્નાન કર્યું હતું. ખબર નહી કયા ગુનાની

સજા પામી અને એકલતામાં જિંદગી ગુજરી રહી છે. સારું છે બાળકો ખૂબ સંસ્કારી અને

લાગણિશીલ છે. તેમનો હર્યો ભર્યો સંસાર જોઈ જીવાય છે.

તારા વિના સંસારની મધુર બગિયાના ફુલોની સુગંધ પામું છું. સુંદર ફળો પ્રભુની પ્રસાદી

સમજીને માણું છું. સમય જતા વિરહની વેદના હળવી થઈ છે. કિંતુ હ્રદયમાં એ ટીસ કાયમને

માટે અનુભવું છું.

ફરિયાદ તસુ માત્ર નથી. બસ,’તારા વિના’ જીવનમાં મજા નથી. જો કે મજાની વ્યાખ્યા કદાચ

હવે ભૂલી ગઈ છું . ખેર, તમને પણ ત્રાસ આપીને હું શું પામવાની ? જે છે તે જ સત્ય છે !

આજે “તારા વિના” ફુલવાડી ખૂબ ખીલી છે. હે માળી, તારી હાજરી, ગેરહાજરીમાં સર્વત્ર

જણાય છે. શ્રીજીબાવાની કૃપાથી જીવન વિષે કોઈ ફરિયાદ નથી. બાળકોએ ફરિયાદ

કરવાની તક આપી જ નથી. આમ પણ તમે હતા ત્યારે પણ ક્યારે છેલ્લે ફરિયાદ કરી હતી.

યાદ નથી. વિયોગ ખૂબ લાંબો ચાલ્યો. હજુ કેટલો સહેવો પડશે તેની કૉઇ સિમા નથી. શું

થાય, કર્યા કર્મ ભોગવ્યા વગર છૂટકો પણ નથી !

“ગીતા” ગુરૂ છે. માત્ર કર્મ કરવામાં અધિકાર છે. સવારની સાંજ અને સાંજની સવાર , રોજ

એ ઘટમાળ ચાલુ છે.

તને મળવાની પ્રતિક્ષામાં દિવસો ગુજરે છે. ક્યારેક તો એ પાવન ઘડી આવશે ?


ક્રિયાઓ

Information

2 responses

17 03 2021
VISHWADEEP

આપની ભાવથી ભીંજાયેલ યાદ “શબ્દરુપી” અવાતાર લઈ અવાર–નવાર વર્ષા થઈ પડે છે એજ આપનો “અમરપ્રેમ”ની યાદ અપાવે છે,. યાદને સહારે જીવતાં શીખી ગયા છો તે આનંદની વાત છે. અઢળક પ્રેમ આપનાર સદાને માટે “વિદાય લઈલે છે ત્યારે એમની મીઠી યાદને સહારે હસતાં હસતાં જીવી જવું … જીવન જીવતા શીખો” એ આપની પાસીથી બોધ રુપે શિખવાનું છે. સુંદર અને સાચી ભાવ સભર અભિવ્યક્તિ બેના,

17 03 2021
Pravina

તમારા પ્રેમ ભર્યા શબ્દો બદલ ખૂબ ખૂબ આભાર. તમે અને રેખા સદા મારી સાથે છો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: