૫૫મી વર્ષગાંઠ

18 03 2021

આ દિલ છે ને તે, કશું સાંભળતું પણ નથી અને માનતું પણ નથી. રહી રહીને કહે છે એક વાર તમારો સંદેશો મને મળશે. આજે ૨૫ વર્ષ થવા આવ્યા. આ આંખે મોતિયો પણ આવી ગયો. તાર, ટપાલ કે ફોન કશું જ ન આવ્યું. ભલેને તમને કદાચ મારી યાદ ન સતાવતી હોય પણ મને  ? આગમનના ભણકારા વાગે છે. નોકરી પરથી નિકળતાં પહેલાંની ફોનની ઘંટડી સંભળાયછે.

‘બસ અડધો કલાકમાં આવ્યો’.

એનો અર્થ,’ જમવાની થાળી પિરસ’ . ખૂબ ભૂખ લાગી છે. તમે આખો દિવસ કામમાં ખાવાનું પણ ભૂલી જતાં.

ઘણીવાર વિચાર આવે છે, શું ખરેખર હું એકલી છું’? પોતાની જાતને જવાબ મળી રહે છે, ‘અરે પગલી, પાર્થિવ દેહ નથી તો શું થયું. તેમની હાજરી, ગેરહાજરીમાં મોજૂદ છે’.

‘તું અને હું ક્યાં ભિન્ન હતાં ?

સાચું કહું તમે માનશો તો ખરા ને ? એવો એક શ્વાસ નથી જેમાં તમારી યાદ કે ખુશ્બુ સમાયા ન હોય ! સમય તો થંભતો નથી. આ શ્વાસ પણ ખૂટતો નથી. એક જીંદગી જીવવાની છે ,કેમ વ્યર્થ જવા દેવાય. માન્યતા એવી છે કે  એક લાખ, ચોર્યાસી હજાર યોનીમાંથી પસાર થયા પછી આ અમૂલ્ય માનવ દેહ પ્રાપ્ત થાય છે. ભવભવના બંધનમાંથી  તમે હાથતાળી દઈને સરી ગયા. હવે આ પાછળ રહ્યો તે દેહનું શું ? ઘણી વાર વિચાર આવે છે ,શામાટે’ રાજા રામમોહન રોયે’ ભરતમાંથી સતિ થવાનો રિવાજ નાબૂદ કર્યો હતો’? હસતાં નહી ૨૧મી સદીમાં પણ આવો વિચાર આવે. જ્યારે સ્ત્રીઓ ચંદ્ર પર આરોહણ કરે છે. ફરીવાર લગ્ન કરવાને માટે કોઈ બંધન નથી.

“અરે, જીવ માર્ગ બદલીને પાછળની જીંદગી યાદોના સહારે પૂરી કરી લે. બાળકોનો સુનહરો સાથ છે, તારા પર ઈશ્વરે કરેલી કૃપાનો વરસાદ છે. ”

આ જીવન જીવવા માટેનું ખરું કારણ છો “તમે”. મારો પ્રથમ પ્યાર હતાં. મેં તમને દિલોજાનથી ચાહ્યા હતાં. તન અને મન સમર્પિત કર્યા હતાં. સુંદર બે ફુલ આપણા બગિચામાં ખિલ્યા હતાં. પ્રેમના જળથી તેમનું સિંચન કરી તેમને સુંદર વ્યક્તિ બનાવ્યા હતાં. આજે ફુલવાડી ખૂબ મઘમઘી રહી છે. ખાનગી વાત કહું, ‘મારા  માળી વગરના બગિચાની હું મહેક માણું છું ‘. બગિચાનું વૃક્ષ  ફૂલ અને ફળોથી સુશોભિત બની લહેરાઈ ઉઠ્યું છે.

જ્યારે આધેડ ઉમરના પતિ અને પત્નીને પ્રેમથી સમજમાં કે કુટુંબમાં જોંઉ છું, ત્યારે તમારી કલ્પના કરવાનો આનંંદ આવે છે. પ્રિયે મારી જુવાની વિદાય થઈ ચૂકી છે. તમે જુવાનીમાં વિદાય થયા હતાં. હવે, તમને આજે કલ્પનામાં પણ હું આધેડ વિચારી શકતી નથી. હા, સાથે હોત તો નજરે ભાળ્યું હોત ! ખેર, માથા પર ટાલ અને મુખ પર મારી જેમ કરચલીઓ કલ્પવી પણ મુશ્કેલ છે. કદાચ મારી જેમ મોતિયો પણ ઉતરાવ્યો હોત. હસતાં નહી, રડવું નથી એટલે કલીઘેલી ભાષામાં  તમને રિઝવવાનો પ્રયત્ન છે. કહે છે ને બુઢાપો આવે ત્યારે બાળક બની જવાય ! બાળપણની નિખાલસતા અને સ્મિત જાળવી રાખવાનો નમ્ર પ્રયાસ છે.

જીંદગીનો રાહ ફંટાયો છે. બાળકો સુખી છે. તેમના સંસારમાં વ્યસ્ત છે. તમારા પ્યાર અને પ્રોત્સાહને એકલતાની જીંદગી જીવવા માટે દિશા બતાવી છે. તમારી હાજરીમાં બંધન નહી અનૂકુળતા સાંપડી હતી. આજે એ બધા જીવન જીવવા માટે સહાય રૂપ બન્યા છે. જીવનમાંથી અજ્ઞાનને, અંધકારને તિલાંજલી આપી પ્રકાશની દિશામાં આગળ વધવા ડગ માંડ્યું છે. સમાજને યા જરૂરિયાતવાળાની વહારે ધાવા સતત પ્રયત્નશિલ રહું છું. બાળકો પણ સંસ્કારી છે. સહુ પ્રથમ ઘર અને પછી સમાજ . સંપ ત્યાં જંપ.

દિલની વાત આજે તમારી સમક્ષ ઠાલવતાં સંતોષની લાગણી ફરી વળી છે. એકલી છું, એકલતા સતાવતી નથી. પ્રવૃત્તિમય જીંદગી સત્કર્મોથી ભરપૂર બની જીવન જીવવા માટે પ્રાણવાયુ પૂરો પાડે છે. એક મક્કમ નિર્ણય જાત સાથે કર્યો છે.  એક જીંદગી જીવવાની છે. એળે નહી જવા દંઉ. એક ખાનગી વાત કહું ? વચન આપો તમે હસશો નહી. નાનપણથી કબીરનું ભજન ગમતું હતું. પેલી ઝીની  રે ઝીની ચદરિયા. તેની અંતિમ પંક્તિ છે, દાસ કબીરને ઐસી ઠાની જ્યોં< કી ત્યોં ધર દીઈ ચદરિયા ઝીની રે ઝીની.  ઈશ્વરને મેં કાનમાં કહ્યું, ‘જો હું કબીર નથી.  મારી ચાદર તો મેલી છે. પણ એક વચન આપું છું . હું મારી આ મેલી ચાદર તને ધોઈને, ચોખ્ખી કરીને પાછી આપીશ”.

એટલે તો, “ચાહે તને કોઈ સમજે કે ન સમજે તું તારા પથ પર ચાલતી રહે. દુનિયાને સમજાવવાની કોઈ આવશ્યકતા નથી. તારી મુસાફરી અંતિમ શ્વાસ સુધી અટકવી ન જોઈએ. એકલી આવી હતી. એકલી જવાની છે.  શું સાથે લઈને આવી હતી કે ચિંતા છે ? કશું સાથે લઈ જવાની નથી એનાથી પરિચિત છે.  તને સાથ કોનો છે તે તું જાણે છે. એક સર્જનહારનો અને બીજો પતિએ તારામાં મૂકેલા સંપૂર્ણ વિશ્વાસનો ! માતા અને પિતાએ ખૂબ સુંદર સંસ્કાર આપી ઉછેરી હતી. બસ તો ચિંંતા છોડીને જીવન ગુજાર”.

ખબર નહી કેમ આજે હ્રદયના ભાવ તમારી સમક્ષ ઠાલવીને હળવી ફૂલ જેવી બની ગઈ છું. શાંતિ હ્રદયમાં શાંતિથી સૂતેલી છે. મસ્તકથી પગની પાની સુધી તેનું સામ્રાજ્ય છવાયું છે. ક્યારે, કયા હાલમાં , કયા સમયે અંતિમ પળ આવી પહોંચશે તેનો અંદાઝ પણ નથી. જો કદાચ મુલાકાત સંભવ ન હોય તો, પ્રેમે વિદાય આપો.


ક્રિયાઓ

Information

One response

18 03 2021
Raksha

બધી લાગણીઓને કાગળ પર ઉતારી દીધી! લેખિકા હોવાનો મોટો ફાયદો. ચાલો…..મનના ઉભરાને લેખમાં ઠાલવીને મનને શાંતિ મળી! જાણે અશાંત મનને વલોવી તત્વ જ્ઞાનનું નવનીત નીપજ્યું!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: