ચીપિયો

21 03 2021

‘અલખ નિરંજન’ યાદ આવે છે, બાળપણમાં જો દરવાજે કોઈ સાધુ આવે તો ચીપિયો ખટખટાવે.

આ ચીપિયો એટલો બધો મોટો હોય કે વાત નહી પૂછવાની. આ ચીપિયો જોઈને નાનું બાળક

છળી મરે.

આજે એ ચીપિયાની વાત યાદ આવી ગઈ. ૨૧મી સદીમાં ‘ચીપિયો’ એટલે શું તે મારે તમને કહેવું

જરૂરી છે. એક જમાનો હતો રોટલી સગડી પર કરવામાં આવતી. પછી ફુલાવવા માટૅ લોઢી

પરથી કોલસા પર નાખવાની હોય. હવે કોલસા પરથી લેતા હાથ ન દાઝે એટલા માટે ‘ચીપિયો’

વપરાય. ચીપિયો વાપરવો એ પણ એક કળા છે. રોટલીને તેની પકડમાંથી છટકતા વાર ન લાગે !

એ જમાનામાં મારી પૂ. મમ્મી વાળનો અંબોડો વાળે ત્યારે તે છૂટી ન પડે તેને માટે વાળમાં

વપરાતી વસ્તુને પણ ‘ચીપિયા’ કહેવાતું. હવે ખબર પડીને બે ચીપિયા વચ્ચેનું અંતર.

આજે મને દુઃખ થાય છે, નવા જમાનાના સુધરેલ ગણાતાં આપણે પોતાની માતૃભાષાથી

તદ્દન અજાણ છીએ. જે પ્રજાને પોતાની માતૃભાષા અને માતૄભૂમિ પ્રત્યે પ્રેમ નથી એના

વિશે કાંઇ પણ કહેવું હું ઉચિત સમજતી નથી.

ચાલો ત્યારે પાછી મુદ્દા પર આવું. ગાડી ખોટે રસ્તે ચડી ગઈ હતી. બાળપણથી રોટલી વણતા

આવડતું. એટલે ચીપિયો પકડીને રોટલી ફેરવી કેવી રીતે પકડવી એ ટેવ પડી ગઈ હતી. પછી તો

સગડી ગઈને ગેસ આવ્યા. ગેસ પર તો ડબલ હજામત. રોટલી ફુલવા નાખો ત્યારે ગેસ ધીમો હોય.

ફુલે એટલા માટે વધારવાનો અને ચીપિયાથી રોટલી ફેરવવાની. આ કળા શિખતાં તો થાકી ગઈ.

મારી મમ્મીએ ખૂબ કુનેહ પૂર્વક શિખવાડ્યું. રસોડાની રાણી બનાવવામાં મારી પૂજ્ય મમ્મીનો

આભાર માનું તેટલો ઓછો છે.

માત્ર રસોડાના કામકાજ માટે નહી, જીવન કલામય તેમજ વ્યવસ્થિત જીવવા માટેની સઘળી રીત

એની પાઠશાળામાં ભણી હતી. કપડાંની ગડી વ્યવસ્થિત રીતે કરવાની.

ચીપિયા વગર રોટલી, ભાખરી કે રોટલા કરતાં ન ફાવે. એક વાર ચીપિયો જૂનો થયો હોવાથી ટૂટી

ગયો. આપણે તો રસોડામાં બળવો કર્યો. જ્યાં સુધી નવો ચીપિયો ન આવે ત્યાં સુધી રસોડામાં

રોટલી, ભાખરી કે રોટલા કરવાની હડતાળ પાડી. મમ્મીની શું વાત કરવી, એ તો અનુભવી એટલે

એને ચીપિયાની જરૂર ન પડે. મને તો દાઝવાની સખત બીક લાગે. આમ ચીપિયા વગર રોટલી કે

ભાખરી કરતાં જરાય ન ફાવે.

બી.એ. પાસ થઈને સગાઈ કરી. કુંવારે સાસરે જતી હતી ત્યારે મારા પૂ. સાસુમા અને જેઠાણી બધા

હાથેથી રોટલી શેકે. મારા તો જોઈને મોતિયા જ મરી ગયા. હવે નવા પરણીને જે ઘરમાં જવાનું હોય

ત્યાં માગતા પહેલા વિચાર કરવો પડૅ. આ ૫૫ વર્ષ પહેલાની વાત છે. ભલેને ‘લૉ કોલેજ”માં ભણતી

હતી પણ આમાન્યા જાળવવાની અને માતા તેમજ પિતાના સંસ્કાર દીપાવવાના એ વાત હૈયે કોતરાયેલી

હતી.

લગ્ન પહેલા જ્યારે ખરીદી ચાલતી હતી, ત્યારે ધીમેથી મમ્મીને કહ્યું,’ મને આણામાં ચીપિયો’ આપજે. મારે

સાસરે કોઈને વાપરવાની આદત નથી. મા તે રસોઈ તો બધી શિખવાડી છે પણ દાઝી ન જાંઉ એની કાળજી

તો કરવી પડે ને !

મમ્મી મારી જોરથી હસી.

બીજું શું આપું?

મેં કહ્યું, મમ્મી કહું ?

અરે મને નહી કહે તો કોને કહેશે ?

મમ્મી બટાકા છોલવાનું ચપ્પુ !

આમ ચીપિયા સાથે ચપ્પુની વાત પણ કહી દીધી !

ચીપિયાનું મહત્ત્વ આજે પણ જરાય ઓછું નથી ! બે અઠવાડિયા પહેલાં સમાજમાં મદદ કરવાના હેતુથી ગઈ હતી.

૨૦૦ માણસ માટે રોટલી બનાવવાની હતી. શું આરોટલી હાથ વડૅ શેકાય ? ના, ભાઈ ના સારામાં સારો ચીપિયો

શોધ્યો અને બધી રોટલી શેકી. જરા પણ દાઝી નહી.

માન ન માન ચીપિયા આજે પણ રસોડામાં તારું સ્થાન અચળ છે. તારી જગ્યા કોઈ લઈ ન શકે, હા કદાચ લોખંડનો

હતો એના બદલે સ્ટીલનો કે લાકડાનો હોઈ શકે. હા, તેના દેખાવમાં આધુનિકતાને જોઈ છે.

પણ ચીપિયા તું ચીપિયો છે. હરખાવાની છુટ્ટી છે


ક્રિયાઓ

Information

One response

22 03 2021
Vimala Gohil

ઘર આંગણે આવતા ‘બાવાજીના ચીપિયા’થી લઈને ‘આણાના ચીપિયા’ સુધીના રસાળ સ્મરણ લેખે
અનેક ્સ્મ્રુતિઓ તાજી કરી આપી.આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: