‘ મા જોને આકાશમાં વિમાન દેખાય છે’. દોડીને આવી, સૃષ્ટિ માનો સાડલો ખેંચી રહી
માને વિમાન બતાવતી અને તાળીઑ પાડીને નાચતી. સૃષ્ટિને બાળપણથી વિમાન જોવા બહુ ગમતા. ભલેને શાળાનું ઘરકામ કરતી હોય. જો ઉપર ગગનમાં વિમાનનો અવાજ સંભળાય કે તરત જ હાથમાંનું દફતર અને ચોપડા ફેંકીને તેને જોવા દોડી જતી.
કોને ખબર ગયા જન્મમાં પક્ષી ન હોય કદાચ. શાળામાં ચિત્રકામના સમયે અવનવા વિમાનના ચિત્રો દોરતી. ચિત્રકામની શિક્ષિકા તેના ચિત્રને જોઈ ખુશ થતી. મનોમન ભગવાનને પ્રાર્થના કરતી, ‘આ તારી દીરીની મનોકામના પૂર્ણ કરજે’. સૃષ્ટિ મોટી થતી ગઈ તેમ તેના વિમાનના ચિત્રો અદભૂત નવી નવી કારિગરી દર્શાવતા. જેનો હજુ વિમાન બનાવનાર કંપનીઓને વિચાર સુદ્ધાં નહોતો આવ્યો.
એનું વિમાન આકાશમાં ઉડતું હોય અને અચાનક ઉભું રાખવાનું હોય તો પાણી ઉપર પણ ઉતરીને તરી શકે. વિમાનમાં ઠંડી ખૂબ લાગતી હોય તો દરેક મુસાફર પોતાની બેસવાની જગ્યા ગરમ પણ કરી શકે. જેને કારણે આખા વિમાનમાં કોઈને તકલિફ ન પડે. આવા આવા વિચારો કરી તેના પ્રયોગો કરી, લેખો લખતી. એની દિમાગની ઉડાના વાંચનારના દિલમાં વસી જતી. જેને કારણે તેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. બસ પછી તો એક પછી એક કદમ સાચા રસ્તે વળ્યા.
ભણવામાં ખૂબ ધ્યાન રાખતી સૃષ્ટિ વર્ગમાં સહુથી કુશળ વિદ્યાર્થિની હતી. માત્ર વિમાનમાં રસ ધરાવતી કન્યા જ્યારે મોટી થઈ ત્યારે પોતાની હોંશિયારીને કારણે આઈ.આઈ.ટી.માં દાખલો મેળવી એરોનોટિક્સ એન્જિંન્યરિંગ ભણવા પહોંચી ગઈ. બાળપણથી એક સ્વપ્ન હમેશા તેની નજર સમક્ષ તરવરતું હતું. સ્વપનામાં તે વિમાનની ચાલક જણાતી. સાધારણ કુટુંબની સૃષ્ટિ માટે આ સ્વપનું અણમોલ હતું.
આઈ.આઈ.ટી.માં છાત્રવૃત્તિ મેળવીને પહોંચી હતી. તેને ગર્વ હતો કે માતા પિતા પર આસ્થિક બોજો નહોતો નાખ્યો . સાથે ભણતા જગતની નજીક ક્યારે સરી તેનો ખ્યાલ પણ ન રહ્યો. જગત તેની અપૂર્વ છટા અને સાદગીથી ચકિત થયો હતો. ભણવામાં તો તે પણ ખૂબ હોંશિયાર હતો. કિંતુ સૃષ્ટિના મુખ પર જે અડગતા અને લક્ષને પ્રાપ્ત કરવાનું તેજ ઝગારા મારતું હતું તેની આગળ તે વામણો જણાતો.
ઘણિવાર વર્ગના વિષય પર ગરમા ગરમ ચર્ચા થતી અને સૃષ્ટિ પોતાનો મુદ્દો ખૂબ દ્રૂઢતા પૂર્વક મૂકી તેનો સુલઝાવ આપતી જે જગતને ખૂબ ગમતું. ઉગ્ર ચર્ચા પછીનું શાંત વાતાવરણ જગત યાદોમાં વાગોળતો. જોતજોતામાં એન્જીન્યરિંગના ચાર વર્ષ પૂરા થયા. સૃષ્ટિની સફળતાએ ‘નાસા”નું ધ્યાન ખેંચ્યું. તેને અમેરિકા આવવાનું આમંત્રણ મળ્યું.
સૃષ્ટિના, માતા અને પિતા તેને એકલીને અમેરિકા મોકલવા રાજી ન હતા. તેમની મરજી હતી કે દીકરી પરણીને જાય તો વાંધો નહી. આ તકનો લાભ લઈ જગતે, સૃષ્ટિ સમક્ષ પોતાના દિલની વાત જાહેર કરી. બન્ને એકેબીજા તરફ આકાર્ષાયેલા હતા. ક્યારેય પ્યારનો એકરાર કર્યો ન હતો. જગત તેની બુદ્ધિમતા પર ફિદા છે.
સૃષ્ટિને ના પાડવાનું કોઈ કારણ ન હતું. જગત તરફ તે આકર્ષાઈ હતી. હમેશા તેને થતું જગત પૈસાવાળાનો નબીરો છે. જેને કારણે પોતાની લાગણી પ્રદર્શિત ન કરી શકતી. જ્યારે જગતે નિખાલસ દિલે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો ત્યારે એવું કોઈ વ્યાજબી કારણ ન હતું કે સૃષ્ટિ તેને નકારે. જીવનમાં બની રહેલી એક પછી એક ઘટના સૃષ્ટિના દિમાગને ઢંઢોળી રહી.
શું ખરેખર આ બધી ઘટના એના જીવનમાં કોઈ પણ અવરોધ વગર બની રહી છે. મનમાં ને મનમાં ઈશ્વરનો આભાર માની રહી. તેની માન્યતા દૃઢ બની કે એણે કરેલાં સઘળા પ્રયત્નો પરિણામ લાવ્યા. માતા અને પિતાના આશિર્વાદ, શાળાના શિક્ષક અને શિક્ષાકાઓએ
મૂકેલો વિશ્વાસ આવું સુંદર ફળ લાવ્યો.
સૃષ્ટિ જ્યારે વિમાનમાં બેસી હ્યુસ્ટન આવવા નિકળી ત્યારે વિચારી રહી હતી. અત્યાર સુધીની મુસાફરી તો નિર્વિઘ્ને જારી રહી હતી . અમેરિકા પહોંચ્યા પછી શું. એનું બધું કાર્ય નાસા દ્વારા થયું એટલે રાહ જોવી ન પડી. જગતને આવતાં ચારથી પાંચ મહિના પણ નિકળી જાય. તેને જરા મનમાં ડર લાગ્યો, મોઢા પરના ભાવ ન બદલાય તેની તકેદારી રાખી.
જીવનમાં પહેલી વાર વિમાનમાં બેઠી હતી ,તે પણ સિધું અમેરિકા જવા માટે. જગતે તેને હિંમત આપી હતી . મારી સાથે ફોનથી સંપર્કમાં રહેજે, તારી સાથે જ છું એવું તને લાગશે. સૃષ્ટીનો શ્વાસ હેઠો બેઠો. હ્યુસ્ટન એરપોર્ટથી તેને સીધી ક્લિયરલેક નાસા વાળા ગાડીમાં લઈ ગયા.જેટ લેગને કારણે બે દિવસ આરામ કર્યો. સારું થયું કે એપ્રિલનો મહિનો હતો ન ગરમી ન ઠંડી.
સૃષ્ટિએ અમેરિકા વિષે ઘણું બધું જાણવાનો પ્રયત્ન કર્યો હતો. કિંતુ જ્યારે પહેલીવાર પગ મૂકીએ ત્યારે જે અનુભવ થાય, તેને માટે ખાસ અનુભવ કરવો પડે. તેની બુદ્ધિ પ્રતિભાને કારણે તેને ગોઠવાતાં વાર ન લાગી. મોટી અડચણ ટેક્સાસની ભાષા. સૃષ્ટિ બોલે તે તેમને સમજ ન પડૅ , એની સાથે કામ કરનાર બોલે તે સૃષ્ટિને સમજ ન પડૅ.
સૃષ્ટિએ તેનું નિરાકરણ શોધી કાધ્યું. આખો વખત ટ.વી. પર આવતા સમાચાર જોતી. ધ્યાન દઈને સાંભળવાનો પ્રયત્ન કરતી. બીજું પોતાની વાત સ્પષ્ટ પણે ધીરેથી કહેતી. એનું ઈંગ્લીશ સારું હતું. મુંબઈમાં ્બોલવાની ટેવ નહ્તી એટલે જરા વાર લાગી. જુવાનિયાઓ શું ન કરી શકે ? આદત પાડી મહિનામાં તો ગોઠવાઈ ગઈ.
કામમાં બાહોશ, ઉપરથી સુંદર ભારતિય જુવાન છોકરી, મુંબઈમાં ઉછરેલી પૂછવું જ શું ? બે મહિનામાં બરાબર નાસાના પ્રોજેક્ટમાં ગોઠવાઈ ગઈ. તેની આશા, ઉમંગ અને નિશાન અજોડ હતા. જગત આવે તે પહેલાં મનોમન નક્કી કરી લીધું, “એસ્ટ્રોનટ્સ ‘ બનીશ.
જગત ચાર દિવસ પછી આવવાનો હતો. એપાર્ટમેંટ લઈને રહેતા આવડી ગયું હતું. ગાડીનું ઈન્ટરનેશનલ લાઈસંસ લઈને આવી હતી. નાસાથી હ્યુસ્ટનનું એરપોર્ટ ખાસું દૂર છે. સૃષ્ટિએ તેની સાથે કામ કરનારને વાત કરી. એણે બોસની પરવાનગીથી નાસાની ગાડી અને ડ્રાઈવરની સગવડ કરી આપી. નજીક નજીકમાં સૃષ્ટિ ગાડી લઈને જતી હતી.
જગત, સૃષ્ટિને એરપોર્ટ પર જોઈ ખુશ થઈ ગયો. તેની અદામાં પાંચ મહિનામાં ધરખમ ફરક દેખાયો. જગતતો પહેલાં ઘણિવાર અમેરિકા આવ્યો હતો. જે રીતે સૃષ્ટિ પોતાની વાતો કરી રહી હતી તે જોઈને એને થયું, મુંબઈથી અમેરિકા સુધીની ‘છલાંગ’ મારવામાં સૃષ્ટિ સફળ થઈ.
એનો ઈરાદો સાંભળી જગત એકીટશે તેને નિરખી રહ્યો. વિમાનને જોઈ રાચતી રોકેટ સુધી ————-