પાઠ ભણાવ્યો

2 04 2021

આજે એ દિવસ નજર સમક્ષ તરવરે છે. મારા માતા અને પિતા જાત્રા કરવા જઈ રહ્યા હતા. ૪૫ દિવસની લીલી વ્રજની પરિક્રમા. તેમની ઈચ્છા હતી પિતાના ખાસ મિત્ર શાંતિકાકા અને કમળાકાકી પણ સાથે આવે. હવે શાંતિકાકા અને કમળાકાકી સંયુક્ત કુટુંબમા રહેતા હતા. ધંધામાં પણ તેમનો દીકરો સાથે હતો. ધંધો શાંતિકાકાએ જમાવ્યો હતો તેથી ચલણ બધું તેમનું રહેતું.

દીકરા વહુને બાળકો સાથે ઘી કેળા હતા. સહુને ફાવતું પણ સારું. મારા માતા અને પિતા મંદિરની નજીક રહેતા. બાળકોને સારું ભણતર પ્રાપ્ત થાય એટલે અમે મરીન ડ્રાઈવ પર રહેતા હતા. બહું જ સાથે પણ રહેવાનું અલગ. મારી પત્નીને મારા કરતા વધારે મારી બા સાથે ફાવતું.

શાંતિકાકાએ પોતાના દીકરાને મનની વાત જણાવી, ‘બેટા હમણા મારી અને તારી માની તબિયત સારી રહે છે. જાત્રામાં ચાલવું પડે. તને ખબર છે મારો મિત્ર મોહન અને રમા પણ જાય છે. અમે ચારેય જણા સાથે હોઈએ તો એકબીજાની હુંફ રહે’.

હવે અઠવાડિયા પહેલાજ દીકરાને તેની ધર્મપત્નીએ  રજામાં ફરવા જવા માટે ઉશ્કેર્યો હતો. આમ પણ પત્નીઓ ખૂબ ચાલાક હોય છે. હોળીનું નાળિયેર પતિને બનાવતી હોય છે. મૂરખ પતિદેવ પત્નીની ચાલબાજી સમજવામાં નિષ્ફળ નિવડે છે.

દીકરએ બાપને કહ્યું, ‘પિતાજી હમણા ધંધામાં ઉઘરાણી આવી નથી તમે આ સાલને બદલે આવતી સાલ જાવ તો કેવું ‘?

પિતાજીએ મિત્રને ના પાડી દીધી. મોહનભાઈ અને રમા તો જાત્રા કરવા નિકળી ગયા. તેમની જાત્રા લાંબી હતી. વચમાં દિવાળી આવી બાળકોને શાળામાં રજા પડી. શાંતાકાકી અને કમળાકાકીના દીકરા વહુ નૈનીતાલ જવા ઉપડી ગયા. પિતા મોહનલાલને થયું,’ જાત્રા કરવા જવું હતું ત્યારે પૈસાની છૂટ ન હતી . હવે ક્યાંથી આવ્યા’ ?

મનમાં સમજીને બેસી રહ્યા. પત્ની સાથે વાત કરી. પત્નીને પતિદેવનો વિચાર ગમ્યો નહી. પણ તેમની વાત માન્યા વગર છૂટકો પણ ન હતો. દસ દિવસની અંદર પોતે રહેતા હતા એ આલિશાન ફ્લેટ વેચી દીધો. સઘળો સામાન ખટારામાં ભરીને દેશ ભેગા થઈ ગયા. આજુબાજુવાળાને ગંધ સરખી ન આવવા દીધી. તેમના મિત હજુ જાત્રામાં હતા એતલે કોઈને પણ મળ્યા વગર ગામ ભેગા થઈ ગયા. ભલું થયું દુકાન માણસોને ભરોસે સોંપીને નિકળ્યા. વર્ષો જૂના માણસો હતા એટલે ધંધો સાચવી લેશે તેની ચિંતા હતી નહી.

મોહનકાકાનો દીકરો પરિવર સહિત પાછો આવ્યો. ઘરના બારણાની ઘંટડી વગાડી. ટ્રેન સવારે વહેલી આવી પહોંચી હતી. ઉંઘમાંથી એક સુંદર જુવાન બહેન બારણું ખોલવા આવ્યા.

કોણ ?

‘મમ્મી, બારણું ખોલ હું આવી ગયો છું’.

પેલા બહેનને બાળક હતા નહી. ચમકીને દરવાજો ખોલ્યો. ‘આપ કોણ’.

હવે ચમકવાનો વારો મોહનકાકાના દીકરાનો હતો. તમે અંહી ક્યાંથી ,’આ તો મારું ઘર છે. ‘

‘ભાઈ તમારી ભૂલ થાય છે,’મોહન શેઠે પોતાનું ઘર વેચી દીધું . અમે નવા ભાડૂત છીએ’ !

આંખે અંધારા આવ્યા. ‘મારા પિતાજી ક્યાં છે’?

‘એ તો ગામ ગયા’ !

વળતી ટેક્સીએ કુંવર પોતાના પરિવાર સાથે સ્ટેશને આવ્યા અને ગામ ભણિ રવાના થયા.

ધુંઆ પુંઆ થતા સહુ ગામના ઘરમાં આવ્યા.

પિતાજી આ તમે શું કર્યું ‘? દીકરાએ રાડ પાડી. વહુને બાળકો શાંત ઉભા રહી તમાશો જોવા લાગ્યા.

‘દીકરા શું કહું, મારા મિત્ર સાથે જાત્રા કરવા જવાના પૈસા ન હતા. તું પરિવાર સાથે નૈનિતાલ જઈ આવ્યો. બેટા હવે હું અને તારી માતા અંહી ગામના ઘરમાં રહીશું. મુંબઈનો ધંધો તું સંભાળજે. ધંધો મારે નામે છે એટલે પૈસા મોકલવાની કોઈ આનાકાની કરીશ નહી. હું તારો બાપ છું’.

તારા માગ્યા વગર ,’આ ઘર લેવાના પૈસા લે ! સુખી થજે’.


ક્રિયાઓ

Information

One response

5 04 2021
Raksha

સાચે જ બરોબર પાઠ ભણાવ્યો!
ખુબ સુંદર વાર્તા,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: