‘જી અને હા’ અક્ષરનો પ્રતાપ !

5 04 2021

‘બે અક્ષર’. તેની તાકાત જો માપવા જઈશું તો અચંબો થશે. જો જીવનમાં ખુશ રહેવું હોય, ઉલઝનોથી દૂર રહેવું હોય, આનંદ પ્રમોદનો ભરપૂર ઉપભોગ કરવો હોય તો આ બે શબ્દોને હૈયામાં કોતરી રાખવા જરૂરી છે. આ શબ્દોનો ઉપયોગ જો થોડો વખત કરીશું તો જીવનભર તેના મધુર ફળ ચાખવા મળશે. જેની મિઠાશ પૂરી જિંદગી ચાખવા મળશે.

‘જી  અને હા’ નો ઉપયોગ જીવનમાં જેટલો છૂટથી કરીશું એટલું આગળ વધવાનો માર્ગ મોકળો થશે. જેમ અંગ્રેજીમાં ,’પ્લિઝ’ શબ્દ જાદૂઈ અસર ઉપજાવે છે તેમ આપણી ભાષામાં ,માત્ર ડોકું ધુણાવીને કાર્ય કરાવવાનો સરળ રસ્તો છે.

ચાલો તમને જુદા જુદા પ્રસંગો દ્વારા તેની યથાર્થતા સમજાવું. જો તમને યોગ્ય લાગે અને ગળામાં શીરાની જેમ વાત ઉતરે તો અપનાવવામાં વિલંબ ન કરશો.

નાનું બાળકઃ  તમને કદાચ જીંદગીમાં પહેલી વાર મળ્યું હોય અને તમારી પાસે બોલાવવું હોય તો ,તેની દરેક વાતમાં ‘હા’ ભણજો ! શરૂ શરૂમાં તે અચકાશે. અચાનક થોડી પળો પછી તમારી સાથે દોસ્તી થઈ જશે. . ચમત્કાર જુઓ તમે તેને જે પણ કહેશો તેનો જવાબ તમને ‘જી’માં આપશે. એક નાતો બંધાઈ ગયા પછી બાળકની પાસે તેના ભલા માટે મનગમતું કરાવવાનો ,સિધો અને સરળ ઉપાય !

અરે, દીકરો જુવાન થાય અને મમ્મી પાસે પૈસા માગે, સહુ પ્રથમ હા, પાડો. તમે પૈસા લેવા જાવ, સહુ પ્રથમ કબાટની ચાવી શોધો, દીકરો દોડતો જઈને લઈ આવશે. કબાટ ખોલો, પાકિટ કાઢો, એની નજર જો જો તમારી ક્રિયા પર આતુરતાથી મંડાઈ હશે. તમે પૈસા ગણો અને ધીરે રહીને,’ પૂછો બેટા શું કરવા છે.’   તરત જ કારણ કહેશે.

અરે, નોકરી પર પણ સંકટોથી યા ઘર્ષણોથી દૂર રહેવું હોય તો આ બન્ને શબ્દ રામબાણ ઈલાજ જેવા છે. ઘરમાં પતિ અને પત્ની બન્ને નોકરી કરતા હોય અને શાંતિ ઈશ્છતા હો તો આ બે શબ્દોનો ઉપયોગ ઘરમાંવાતાવર્ણ શાંત રાખશે. ‘કેમ’ , શબ્દ નો ઉપયોગ ભૂલેચૂકે ન કરશો. ‘જી અને હા’ જે યોગ્ય લાગે તે છૂટથી વાપરશો !

આ બન્ને અક્ષર, ‘હકારાત્મક’ વલણ દર્શાવે છે જે આ જીવનનું મહત્વનું અંગ છે. જિવનમાં પ્રગતિ પ્રાપ્ત કરાવે છે. જેની આવશ્યકતા નકારી શકાય એમ નથી.

હવે જો એ કારણ તમને વ્યાજબી લાગે તો વાત ત્યાં ખતમ . પણ તમને લાગે કે આટલી મોટી રકમ અને નાની ઉમર તો પ્યારથી વાત કરી શકવાની સ્થિતિમાં એ હશે. કારણ તમે પૈસા ગણો છો. એની નજર મધમાખીની જેમ મધ ઉપર છે. તમારી વાત સાંભળશે અને તમે જો તેના મત પ્રમાણે વ્યાજબી કહેતા હશો તો ,’જી’ મમ્મી કહેશે. નહિ તો પ્રેમથી તમને એની વાત મનાવવાનો પ્રયત્ન કરશે.

તમને તમારી જાત ઉપર, બાળક ઉપર અને તમારા આપેલા સંસ્કાર ઉપર ભરોસો હોવો ખૂબ જરૂરી છે. બાળકની ઉમર પ્રમાણે તેનામાં વિચારવાની શક્તિ ખીલી હોય છે. તેની વાતને ઈજ્જતથી સાંભળશો. એ ખૂબ આમન્યા જાળવી વાત કરશે યા પોતાની વાત મનાવશે !

ચાલો હવે વાત કરીશું જુવાન દીકરીની. કોલેજમાં જાય છે અને પ્યાર થઈ જાય છે. હવે આ એવી ઉમર છે કે, વાળ્યા વળે નહી અને હાર્યા હારે નહી. જો દીકરી સાથે પ્રેમ પૂર્વકનો મા દીકરીનો સંબંધ હશે તો દીકરી ‘જી’ કહી બધી વાત સાંભળશે. જ્યારે એ વાત કરતી હોય ત્યારે ‘હા’ કહી બધી વાત સાંભળવી. ઉગ્ર વાતાવરણ ખડું કરવું નહી. આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે જેનું હલ ધિરજ અને ચિવટ પૂર્વક નિકળે.

પ્રેમથી તેની બધી વાત ‘હા’ કહીને સાંભળવી. જો જીદ યા ‘ના’ શબ્દનો પ્રયોગ કર્યો તો સમજૌંબાજી હાથમાંથી જશે. આ બનેલી વાત છે. મારા મિત્રની દીકરી એક મુસલમાન છોકરાના પ્રેમમાં પાગલ થઈ. મુસલમાન હતો એનો માતા તેમજ પિતાને જરા પણ વાંધો ન હતો. દીકરી આસમાનની પરી જેવી અને પેલો છોકરો રસ્તા પરના મવાલી જેવો. મિત્ર મંડળીમાં મળ્યા અને ઓળખાણ થઈ. સાવ રદ્દી લાગતો, ન તેના માતા કે પિતાના ઠેકાણા યા ન કોઈ રિશ્તેદાર નજીકના . મિત્ર કેવી રીતે હતો તે પણ ખબર ન પડી. અપ્સરા જેવી છોકરી ,જેણે કદી પ્રેમનો સ્વાદ ચાખ્યો ન હતો, એ માર્ગ ભૂલી.

હવે માતા અને પિતાએ સમઝણ પૂર્વક વાત કરવાને બદલે ગુસ્સાથી વાત કરી. વાત વણસી ગઈ. કદી સામે ન બોલનાર છોકરીએ બળવો પોકાર્યો.

‘બસ, પરણું તો આને જ નહિતર કોઈ નહી’. હારી થાકીને માતા તેમજ પિતાએ લગ્ન કરાવી આપ્યા. હવે રંગ બદલાયો. પેલો છોકરો કમાવા પણ માગતો ન હતો. ખબર હતી છોકરી પૈસાવાળાની છે. જાતે કરીને પગ પર કુહાડો માર્યો હતો એટલે છોકરી માતા તેમજ પિતાને પણ કાંઇ કહી શકી નહી. એની સાથે પાકિસ્તાન પણ જઈ આવી. કુટુંબ સાવ નાખી દેવા જેવું હતું. ત્રણ વર્ષ ખેંચ્યા પછી બિમારીનો ભોગ બની. માતાને ખબર પડી તેને સારવાર કરવા ઘરે લઈ આવી. પેલા ભાઈ રફુચક્કર થઈ ગયા. ન કદી મળવા આવે કે ન કદી ફોન કરે.

સાપે છછુંદર ગાળ્યા જેવી હાલત થઈ. બે વર્ષ નિકળી ગયા. આખરે પીછો છોડાવ્યો. “છૂટાછેડા”.

બેટા હવે ફરી પરણીશ, નીચું જોઈને, દીકરી બોલી ‘જી હા’ !

બાળકની ઉમરનો પણ તકાજો હોય છે. શાળાથી આવેલા બાળકને ,’ચાલ હવે ઘરકામ કરવા બેસીજા ‘! જેવો હુકમ છોડતી માતા ભૂલે છે કે આખા દિવસનું શાળાએ ગયેલું બાળક આવે ત્યારે પ્યારથી તેની પાસે બેસી બે શબ્દ બોલીએ,

‘બેટા તારો દિવસ કેવો હતો ?

‘સારો.’

શાળામાં બરાબર ધ્યાન આપ્યું હતું’ ?

‘જી’.

ઘરકામ શિક્ષક્ને બતાવ્યું હતું ?’

‘હા’.

‘ભૂલ હતી’ ?

‘જી મમ્મી, એક’.

પછી કહીએ તારું ઘરકામ બતાવ, બાળક હોંશે હોંશે આખા દિવસમાં કરેલું બધું કામ બતાવશે. શાબાશી કે વઢ મળ્યા હશે તે પણ નિર્દોષ ભાવે કહી દેશે. બાળક સાથે બાળકની ભાષામાં વાત કરીએ તે વધુ યોગ્ય છે. જેમ બાળક પાસે આપણે શિસ્ત અને પ્રેમ ભરી વાણીની આશા રાખીએ છીએ તેવી આપણી પણ હોવી જરૂરી છે.

૨૧મી સદીમાં નોકરી કરતી માતા ,આખા દિવસનો થાક અને ગુસ્સો બાળક પર ચિડિયાપણાથી કાઢે તે યોગ્ય નથી .

‘જી અને હા’ એકાક્ષરીની કમાલ ખરેખર દાદ માગી લેતેવી છે !


ક્રિયાઓ

Information

One response

5 04 2021
Raksha

મનોવિજ્ઞાનને સમજાવતો લેખ!
સાચે જ મીઠા મધમાં આપેલી દવા સરળતાથી ગળામાં ઉતરી જાય!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: