જીભ અને જાતે

7 04 2021

વર્ષો પહેલાંની વાત છે ઘરે ભારતથી મહેમાન આવ્યા હતાં. અંહીની રોજીંદગી જીંદગી જોઈ એક

સલાહ આપી હતી. ” બેટા જીભ હલાવવી એના કરતાં જાત હલાવવી સારી” . કોને ખબર કેમ એ

સુવર્ણ સલાહ હૈયે કોતરાઈ ગઈ છે.

શીર્ષક જોઈને થશે આ શું છે ? ખરું કહું તો જીવનની સચ્ચાઈ છે. જાત અને જીભ

બન્ને શરીરના ભિન્ન અંગો છે. શરીરના અંગ માટે ક્યારેય નાખી શકાય કે કયું

અંગ,કયા અંગ કરતાં સારું યા ચડિયાતું. તમે કહી શકશો કે આંખ કરતા કાન

સારા ? કે કાન કરતા પગ સારા ? ટૂંકમાં કહું તો દરેક અંગ પોત પોતાની જગ્યાએ ઉત્તમ છે.

સર્જનહારની આ તો કરામત છે કોઈ’વહાલું નહી કોઈ અળખામણું નહી’. બધા અંગો

તેના સ્થાને ઉચિત છે. એ પ્રમાણે જીવનમાં પણ દરેક સંબંધ, સગા કે કુટુંબી સહુ પોતપોતાની

જગ્યાએ ઉત્તમ છે. કોઈની અદલાબદલી કરવી શક્ય નથી યા યોગ્ય નથી !

ચાલો ત્યારે મૂળ મુદ્દા પર આવું. જાતે નો અર્થ તમે સમજી ગયા હશો ? જાતે એટલે પોતાની

મેળે ! જીભ માટે તો કશું પણ કહેવું વ્યાજબી નથી ! આ વાત આજે મારા દિમાગમાં કેવી

રીતે આવી ?

છેલ્લા ૨૦ વર્ષોથી દર વર્ષે ભારત આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભલે અમેરિકા ની

નાગરિકતા પ્રાપ્ત કરી હોય. ભારત માટેના પ્રેમમાં તસુભાર ફરક પડ્યો નથી. ભારત

મારી જન્મભૂમિ છે . તો અમેરિકા મારી કર્મભૂમિ છે. એના પ્રત્યે પણ એટલો જ પ્રેમ છે.

વષોના વહાણાં વાયા. અહીની જીંદગીથી પરિચિત છું. તેમજ તેના વિશે કોઈ ફરિયાદ

પણ નથી. અહીં આવીને શ્રમનો મહિમા જાણ્યો. ‘શ્રીમદ ભાગવત ગીતાનો’ સંદેશ બરાબર

સમજાય. ‘જાતે’ સઘળા કામ કરવાની આદત પડી ગઈ. ક્યારેય તેમાં નાનમ લાગી નથી.

ખરું પૂછો તો ભારત આવી, ભલેને ઘરમાં ત્રણ નોકર હોય તો પણ પાણી માંગવાની આદત

નથી!ઉભા થઈને લઈ લેવામાં આત્મ સન્માનની ભાવના જણાય છે.

‘જાતે’ શબ્દનો અર્થ સાચા અર્થમાં જાણ્યો. તેના માટે અમેરિકન જીવન પદ્ધતિનો માનું

તેટલો આભાર ઓછો છે ! તેના ફાયદા અગણિત છે. સહુ પ્રથમ તો સેહત સારી રહે.

શરીરના બધા અંગોમાં સ્ફૂર્તિ જણાય. ઘરમાં એક જાતનું શિસ્ત જળવાય.

સવારે ઉઠીએ ત્યારથી રાતના પથારીમાં થાકેલા સૂઈ જઈએ ત્યાં સુધીના દરેક કાર્ય કરવા

માટે કોઈની મદદ મળતી નથી. મતલબ બધા કામ ‘જાતે કરવાના’. મોટેભાગે નોકરી પર

પણ જવાનું, બાળકોના ઉછેર થી માંડી ઘરમાં રસોઈ કરવી બધું જ સમાઈ જાય. કપડાં ધોવા

થી માંડીને ઘરમાં ઝાડુ ઝાપટ કરવા કોઈ કામ બાકાત નહીં કરવાનું.

એક વાત જરૂર કહીશ, આ બધું કર્યા પછી પણ તમારામાં જે ઉત્સાહ અને ઉમંગ હોય છે

તેનું દર્શન તમને દિવસભર જણાશે. કોઈ ગૃહિણી તમને આ વિશે ફરિયાદ કરતી નહી દેખાય.

જ્યારે ‘ઘરમાં મહેમાન ‘ હોય ત્યારે તો ગૃહિણીની અગ્નિ પરીક્ષા લેવાય. છતાં મુખ પર મુખવટો

પહેરી હસતે મોઢે સહુને સાચવે. કરુણતા તો ત્યારે જણાય આવનાર પરોણો ,તેની ખામીઓ જુએ

અને બે વ્યક્તિઓમાં તેને બદનામ કરે ! ખેર, આ જીંદગી કહેવાય.

હવે ‘જીભ’ની વાત કહ્યા વગર રહી નહિ શકું. આપણા દેશમાં તેમને ત્યાં પૈસાની રેલમછેલ છે

ત્યારે જીભ સરસ રીતે ચાલતી જણાય.જ્યાં બેઠા હોય ત્યાંથી ફરમાન બહાર પડે. દેવ તેવી પૂજા,

પ્રમાણે વ્યક્તિ કામ કરતી હોય. મને ખૂબ આનંદ થાય જ્યારે મારી હાજરીમાં, કામ કરનાર

વ્યક્તિને પણ ઇજ્જત થી જોવામાં આવે. ઘણા તુમાખી દાર નોકરોને પગાર આપે એટલે જાણે

એમણે ખરીદ્યા ન હોય એવી રીતે વર્તન કરે ! નોકર આપણે ત્યાં કામ કરવાનો પગાર લે છે,

એનો અર્થ એ તો નથી કે આપણું વર્તન સભ્ય ન હોય ? ઘરની વ્યક્તિની જેમ તેમને પણ માન

મળે. એવા નોકરો પણ ખૂબ દિલથી કામ કરતા હોય છે. ‘જીભ’ને સંયમમાં રાખે તો તેમનું

કામ ફટાફટ અને ખૂબ ઉમંગ ભેર થાય. મારા જેવી હવે અમેરિકામાં વર્ષોથી ટેવાઈ ગઈ હોય

તેને હંમેશા ‘જીભ ચલાવવી એના કરતા જાત હલાવવી’ વધારે પસંદ પડે. આદત છૂટી ગઈ

હોવાને કારણે કોઈને પણ કામ  ચીંધી શકતી નથી.

જો કે હવે તો અમેરિકામાં પણ ‘હાઉસ કીપર’ આવે છે. તેની સાથે ખૂબ નમ્રતા પૂર્વક બોલવાની

આદત પડી ગઈ છે. છતાં પણ જમવાના ટેબલ પર ગરમ ગરમ રોટલી મહારાજ લાવે ત્યારે ‘જીભ’

ના ફાયદા જણાય છે. ઈસ્ત્રી કરેલ કપડાં જોઈને મન પ્રફુલ્લિત થઈ ઊઠે છે. સવારના પહોરમાં

ઊઠીને પોતાના પલંગ પાથરવાનો નહિ. આ બધા જીભ ના ફાયદા થોડા વખત માટે મન મોહી

લે છે. તેની આદત પડે તે પહેલા ઘર જવા માટે મન તત્પર હોય છે.

હવે આપણે નક્કી કરવાનું આપણે શું હલાવવું છે. ” જીભ કે જાત “.

****************


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: