સિમંત

22 04 2021

લગ્ન પછી જો કોઈ પણ પવિત્ર અને સુંદર પ્રસંગ સ્ત્રીના જીવનમાં આવે તો તે તેના સિમંતનો. સ્ત્રી

પોતાના જન્મની પૂર્ણતાના શિખરે ત્યારે બિરાજે છે , જ્યારે તે માતૃત્વ પામે છે. બાળક્નો જન્મ

થાય ત્યારે યાદ રાખવું જરૂરી છે, ‘એક માતાનો પણ જન્મ થાય છે. ‘ પુરૂષ અને સ્ત્રીના જીવનમાં

બાળકનો પ્રવેશ એ અત્યંત આહલાદક અનુભવ છે. લગ્નના પવિત્ર સંગમનું એ સુંદર પરિણામ છે.

જે પદ પામીને બંને જણા જીવનમાં ધન્યતા અનુભવે છે. પછી આવનાર બાળક દીકરો હોય કે દીકરી

, માતાના ગર્ભમાં પારેવડું એક સરખા પ્રેમથી સિંચાય છે.

આજે સવારથી ઘરમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રસરી ગયું હતું. અનામિકાના પગ ધરતી પર

ટકતા ન હતા. લગ્ન થયાને ત્રણ વર્ષ પછી તેને બાળક આવવાનું હતું. આજે તેના સિમંતનો પ્રસંગ ઘરમાં

ઉજવાઈ રહ્યો હતો. અનામિકા એ લગ્ન પછી અર્પિત અને તેના માતા તેમજ પિતાનું દિલ જીતી લીધું હતું.

ખૂબ પ્રેમાળ હતી અનામિકા. અર્પિત વહાલો એટલે એના માતા અને પિતા પણ વહાલા એ સિદ્ધાંત તેણે

પહેલા દિવસથી અપનાવ્યો હતો.

અનામિકા અને અર્પિત બંને સાથે કોલેજમાં ભણતા હતા. ચાર વર્ષ સાથે ભણ્યા પણ જ્યારે કોલેજના

વાર્ષિક મેળાવડામાં નાટક ભજવતી વખતે એકબીજા તરફ આકર્ષાયા. ઉદાર દિલવાળા બંને પરિવારોએ

આ સમાચાર સાંભળી આનંદ વ્યક્ત કર્યો.

સારા નસિબે લગ્ન થયા ત્યારે કોઈ વિઘ્ન આવ્યું નહી. બંને કુટુંબની સહમતિથી રંગેચંગે પરણ્યા.

અનામિકામાં કશું કહેવાપણું હતું જ નહી કે વાંધો આવવાનો સવાલ ઉભો થાય. હા, અર્પિતની

મમ્મી તબિયતને કારણે પથારી વશ રહેતી હતી. અર્પિતે પહેલેથી ચોખવટ કરી હતી.

” હું એકેનો એક દીકરો છું. મારી મમ્મીને છોડીશ નહી. ‘. પિતાજી ખૂબ શાંત સ્વભાવના હતા.

અનામિકા તને ભલે મારા પર પ્રેમ થયો હોય આ શબ્દો સદા યાદ રાખજે. હું તને તેમજ મારી

માને બંનેને ખૂબ ચાહુ છું.

અનામિકાના મમ્મી પણ તેના ભાઈ અને ભાભીની સાથે રહેતા હતા. તેના પિતાજી બાળપણમાં

સહુને છોડી મોટર અકસ્માતમાં વિદાય થયા હતા. અનામિકા ત્યારે એક વર્ષની હતી. ભાઈ પાંચ

વર્ષનો. જીવનમાં કોઈ અસંતોષ ન હતો. અર્પિતના મમ્મીજી પણ અનામિકાથી હંમેશા ખુશ રહેતા.

સવારે બધા મહેમાન આવી ગયા હતા. આમ તો મોટો હોલ ભાડૅ રાખીને સિમંતનો પ્રસંગ ઉજવવાની

નવી પ્રથા સમાજમાં પ્રચલિત છે. કિંતુ અર્પિત અને અનામિકાને ઘરમાં ધામધુમથી ઉજવવો હતો. લોકો

ઘરે આવે,ઘરની શોભા વધે. કામ કરવા માટે માણસો રાખ્યા હતા. કેટરર્સે ઘરે આવીને બધી રસોઈ

બનાવી હતી.

અનામિકાના પિયરથી બધા આવી ગયા હતા. સજાવટ અને આધુનિક સગવડ જોઈ સહુ ખુશ હતા.

મહેમાનો આવ્યા અને અનામિકાના વખાણ ચારે કોર ગુંજી રહ્યા.

મંદીરના મહારાજને પણ સિમંતના પ્રસંગની વિધિ કરવા માટે બોલાવ્યા હતા. ૨૧મી સદીમા ગમે તેટલા

આધુનિક જુવાનિયા લાગે કિંતુ જ્યારે આવા માંગલિક પ્રસંગો આવે ત્યારે સહુને ચીલાચાલુ પ્રથા ગમતી

હોય છે. દિલમાં ઉમંગ અને હૈયામાં પેલો હજાર હાથવાળો છાનોમાનો આવીને બેસી જાય છે.

અનામિકાને તૈયાર કરવા બે બહેનો આવી હતી. બે દિવસ પહેલાં મનગમતી મહેંદી પણ મુકાવી હતી.

અર્પિતા ને સાતમો મહિનો ચાલતો હતો. રૂપ ,રંગ ખૂબ ખિલ્યા હતા. સ્ત્રી આ પ્રસંગ દરમ્યાન ખૂબ જ

સુંદર લાગે છે. મુખ પર આનંદ પકડા પકડી રમતો દેખાય છે.

તૈયાર થઈને અનામિકા ધીરે ડગલે બહાર આવી રહી હતી. બહાર આવતા પહેલાં ઘરના મંદીરમાં

શ્રીનાથજીને પગે લાગવા વળી રહી હતી. ત્યાં એને મંદીરવાળા રુમમાંથી અર્પિત અને એના મમ્મીનો

અવાજ સંભળાયો. મા, કહી રહ્યા હતા,’બેટા મને તો દીકરો જ જોઈએ”! અર્પિતના પપ્પાજી કશું જ

બોલ્યા નહી. અર્પિતને, દીકરો આવે કે દીકરી કોઈ ફરક ન હતો. એ તો બાળક આવવાનું છે એ

સમાચારથી ખૂબ ખુશ હતો.

અનામિકાના પગલાં મંદીરની બહાર થીજી ગયા. હવે આવનાર બાળક ,દીકરો હોય કે દીકરી એ

શ્રીજીના હાથની વાત છે. અનામિકાને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો !


ક્રિયાઓ

Information

One response

23 04 2021
Raksha Patel

શું વળાંક લીધો છે વાર્તાના અંતમાં!
👌🏻Perfect લઘુકથા!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: