પરિસ્થિતિ** મનઃ સ્થિતિ

જીવન જીવવાની કળા કહો તો કળા યા જીવનનું અસલ સ્વરૂપ. આ સૃષ્ટિમાં જન્મ પામનાર

દરેક વ્યક્તિને જાતજાતની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. રાય હો કે રંક સહુ તેનો સામનો

કરે છે. હવે પરિસ્થિતિની સામે તમારું વલણ કેવું છે એ ખૂબ અગત્યનું છે.

પરિસ્થિની મુકાબલો હસતા કરો કે રડતા કરો એ તમારા હાથમાં છે. જેનું બીજુ નામ મનઃસ્થિતિ

આપી શકાય. જેનો આધાર વ્યક્તિ પર છે. ધારોકે મારે ત્યાં બે દીકરી હોય, હવે આશા દીકરાની

રાખું એમાં નવાઈ નથી. જો ઈશ્વર કૃપાએ ત્રીજી પણ લક્ષ્મી આવે તો ? પત્ની પર ગુસ્સો કરવો,

આવનાર બાળકને દોષ દેવો શું વ્યાજબી છે ?

પરિસ્થિતિને સમાંતર જો મનઃસ્થિતિ હોય તો એ પરિસ્થિતિનો આનંદ માણી શકાય યા વિકટ

હોય તો તેમાંથી હેમખેમ પાર ઉતરી શકાય. આ લાગે છે તેટલું સરળ યા સહજ નથી ! ત્યાં જ તો

માનવીની કસોટી થાય છે.

વિકટ પરિસ્થિતિમાં મનઃસ્થિતિ વ્યાકુળ થાય અને પોક મૂકીએ. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે

માન મર્યાદાનું ઉલ્લંઘન કરી છાકટા બનીએ. આવી અવસ્થાને શું કહેવું ? એના માટે યોગ્ય શબ્દ

હજુ શબ્દકોષમાં લખાયો નથી.

આ સ્થિતિમાં મન ઉપર સંયમ રાખી તેને વધાવી લેવી એ જ ઉત્તમ ઉપાય છે. પરિસ્થિતિ હમેશા

અનુકૂળ હોય છે. કયા ચશ્મા પહેરી તેને નિહાળીએ છીએ તે અગત્યનું છે. પરિસ્થિતિનો સામનો

કરવા મનઃ સ્થિતિ કેવી છે તે અગત્યનો ભાગ ભજવે છે.

૮૦’ ના ગાળામાં એટલું બધું ‘રિસેશન’ હતું કે મોટા ભાગના લોકોની નોકરી ગઈ હતી. હવે અંહીની

સરકાર (અમેરિકાની) થોડા પૈસા છ મહિના સુધી આપે .જેને બેરોજગારીના ફાયદા સ્વરૂપે ગણાય

છે. એ દરમ્યાન ઘણા ભારતિય જેઓ વેપારીના દીકરા દીકરી હતા. નાના પાયા પર પોતાનો ધંધો

શરૂ કર્યો. સહુને ખબર છે. ધંધામાં જામતા થોડો સમય લાગે . એ ટાણે ધીરજ ગુમાવવાની ન હોય.

જેમણે બેરોજગારી દરમ્યાન પોતાની મનઃસ્થિતિ પર સંયમ કેળવ્યો અને પરિસ્થિતિનો સામનો કર્યો,

તેઓ આજે ખૂબ કમાતા થઈ ગયા. પોતાનામાં છુપાયેલો હુન્નર નોકરીની આડમાં છુપાયો હતો.

જેઓ પરિસ્થિતિને તાબે થયા, ઘર બદલ્યું ,ગામ બદલ્યા, જ્યાં ત્યાં નોકરીના ફાંફા મારવા લાગ્યા

તેમના નસિબમાં પંદરથી ૨૦ વર્ષ રઝળપાટ લખાઈ. દરેક મુસિબતોનું હલ, મુસિબતમાં જ છુપાયું

હોય છે. વિચાર શક્તિ કામે લગાડો. ઉલઝન સુલઝાવવાનો માર્ગ શોધો. માત્ર પરિસ્થિતિને તાબે

થઈ, દુઃખી થવું અને સાથે કુટુંબને પણ તેના ભોગ બનવું પડે એ ક્યાંનો ન્યાય ?

પરિસ્થિતિને દોષ દઈ લમણે હાથ મૂકી બેસવું એ કાયરનું કામ છે. તેની સામે તો ઝઝૂમીને રસ્તો

કાઢવો એ માનવીનું કામ છે. જીવન એનું નામ છે, જે તમને રોજ નવું શિખવે છે. તમારામાં

છુપાયેલી શક્તિ અને કળાને બહાર કાઢી ખિલવે છે.

એક વાત સદા યાદ રહે ,જીવન છે ચડતી યા પડતી આવે ! બંને સ્થિતિમાં સંયમ ન ગુમાવવો. કશું

કાયમ ટકતું નથી. માત્ર પરિસ્થિતિની સામે કેવી મનઃસ્થિતિ હોય છે એ જ તમને સફળતા યા

નિષ્ફળતાના દ્વારે આવી ઉભા રાખે છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: