માવડી

28 04 2021

ઓ મારી મા’ તને સંભળાતું નથી ? બુમો મારીને થાકેલી રવલી પોરો ખાવા બેઠી.

આમ પણ ડાહીબા સાંભળે ઓછું. એની નજીક જઈને કાનમાં બોલવું પડે. રવલી હિંચકે

ઝુલતી હતી. ઊભા થવાનો કંટાળો આવ્યો. એટલે વાડામાંથી રાડો પાડતી હતી. આખરે

એને ઊભા થયા વગર ન ચાલ્યું.

ડાહીબા પાસ આવીને, કાનમાં જોરથી બોલી. ડાહીબા ચમકી ગયા. ‘શું હું બહેરી છું ?

આમ રાડો ના પાડ’ !

રવલીથી રહેવાયું નહી, ‘ક્યારની તને બોલાવું છું .તું સાંભળતી નથી’.

‘બોલ હવે શું કામ છે ?’

‘મા, મારે નવી બંગડી જોઈએ છે. ‘ હજુ ગયા અઠવાડિએ તેની સગાઈ રઘુ સાથે થઈ હતી.

રઘુને રવલી બાળપણથી ગમતી હતી. રઘુમાં હિંમત ન હતી કે કહી શકે. રવલી દેખાવડી

હતી, એટલુંજ નહી, મેટ્રિક પાસ પણ થઈ ગઈ હતી. એક જ ધડાકે મેટ્રિક પાસ થઈ, આખા

ગામમાં રવલીનું નામ ચર્ચાતું થઈ ગયું.

રઘુ બે વાર નપાસ થયો. માંડ માંડ ત્રીજી વાર પરીક્ષામાં પાસ થયો. રવલીને સમાચાર મળ્યા,

આખરે રઘુએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. રવલીને ખબર હતી કે રઘુ તેના પર ડોળા ઘાલીને

બેઠો છે. પણ જો એ પાસ ન થાય તો મનોમન નક્કી કર્યું હતું ,’એને નહી વરું ‘.

હવે તો ના પાડવાનું કોઈ કારણ ન હતું.

જ્યારે ગામના મંદીરનો પુજારી ડાહીમા પાસે રઘુની વાત લઈને આવ્યો ત્યારે ડાહીમા હરખપદુડા

થઈ ગયા. રવલીની મોટી બહેન રંભા પરણેલી હતી પણ તે બાજુના ગામમાં રહેતી હતી. જો આ

રવલી પરણીને ગામમાં રહે તો ડાહીમાને હૈયે ટાઢક થાય. ડાહીમાને દીકરો ન હોવાનું દુઃખ ન હતું.

બન્ને બહેનો સુંદર અને સંસ્કારી હતી.

જૂના જમાનાના ડાહીબા પણ વિચારોમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. જીવો ડોસો માંદો રહેતો તેથી

રંભાને વહેલી પરણાવી હતી. નાની રવલીના લક્ષણ જોઈ તેને ભણાવી અને એક જ વારમાં પાસ

પણ થઈ ગઈ.

રવલી આજે રઘુને મળીને ઘરે આવતી હતી. રઘુ તેને છેક ઘર સુધી મુકવા પણ ગયો હતો. હા,

ડાહીબા ઝાંપો ખોલે ત્યાં સુધી ઉભો ન રહ્યો. રવલીએ કહ્યું, ‘માને અવતા વાર લાગશે, તું જા’.

જેવો રઘુ પાછો વળ્યો કે રવલીના ઢોરોની ગમાણમાં ગામના ઉતાર જેવા બે અપલખણિયા

સંતાયા હતા તે નિકળ્યા. રવલીને મોઢે ડુચો મારી તાણી ગયા.

ડાહીબા હાથમાં ફાનસ લઈને ઝાંપો ખોલવા આવ્યા. કોઈ જણાયું નહી.રાત અંધારી થતી હતી.

ડાહીબાને ચિંતા થઈ. રવલી કેમ હજુ આવી નહી. વાડામાં સુખો કામ કરતો હતો.

‘અલ્યા સુખા, જો ને રવલી કેમ હજુ આવી નથી. ‘

સુખો દોડીને રઘુને ઘરે પહોંચ્યો. ‘રઘુભાઈ રવલી ક્યાં ગઈ’ ?

‘અરે, હું એને ઘરે મૂકીને હાલ્યો આવું છું.’

‘રઘુભાઈ રવલી તો ઘરે આવી જ નથી. ‘

રઘુ, રઘવાયો થઈ ગયો. પગમાં જોડા પહેર્યા વગર દોડ્યો. ‘ડાહીબા, તમને ઝાંપો ખોલવા આવતા

વાર થઈ એટલે રવલીએ, કહે તું જા’.

‘ડાહીબા, તો શું મારું આંગણું રવલીને ગળી ગયું.?’

હવે રઘુના પેટમાં ફાળ પડી. ઘરે જઈને ફાનસ લઈ આવ્યો. બે માણસોને પેટ્રોમેક્સ આપીને કહ્યું ,

‘ડાહીબાના ઘરની આજુબાજુ જુઓ, કોઈ એંધાણ જણાય છે’.

બોબડો આવ્યો, રઘુને ખેંચીને રવલીને ખેંચી હતી તેં નિશાન બતાવ્યા. બોબડો બોલતો નહી પણ

ખૂબ ચતુર હતો.

પગલાના નિશાને સહુ ફાનસ અને પેટ્રોમેક્સ લઈને ચાલવા લાગ્યા. સાથે બીજા ચાર જુવાનિયા

પણ જોડાયા. પગના નિશાન જૂના મહાદેવના મંદીર સુધી લઈ ગયા. પછી તો બધે પથરા પૂર્યા

હતા એટલે કશું જણાયું નહી.

બોબડાએ પોતાની બુદ્ધિ દોડાવી. મંદીરની પાછળના ભાગમાં પહોંચી ગયો. ખૂણામાંથી કોઈના

કણસવાનો અવાજ આવતો હતો.

અંધારું હતું, ફાનસ ઉંચુ કર્યું. કોઈ ટુંટીયુવાળેલું દેખાયું. નજીક જઈને જોયું તો રવલી હતી. બોબડાએ

દોડીને બધાને બોલાવ્યા. રઘુ ગાંડાની જેમ દોડતો આવ્યો. રવલીને ઉંચકીને દવાખાના તરફ દોટ મૂકી.

રવલી દરદથી કણસતી હતી. સારું થયું ડોક્ટરે દવાખાનું બંધ કર્યું ન હતું.

રઘુએ રવલીને સુવાડી. રવલી ભાનમાં ન હતી. દરદ થતું હતું એ કળાયું, તેની આંખો બંધ હતી. ડોક્ટર

જિવરાજે તેને તપાસી. તેના શરીર પરના ઘા સાફ કર્યા. ડોક્ટરને ખબર પડી ગઈ હતી, રવલી સાથે

બેહુદું કામ થયું હતું. રઘુ રઘવાયો થઈ ગયો હતો. રવલીની આ હાલત તેનાથી જોઈ શકાતી ન હતી.

હવે તો ગણ્યા ગાંઠ્યા દિવસોમાં રવલીની સાથે સાત ફેરા ફરવાની વાતો ચાલતી હતી.

આખરે રવલીને ઘેનનું ઈંજેક્શન આપ્યું. તેનું દરદ ઓછું થયું. રવલીની મા ગાંડા જેવી થઈ ગઈ. એ

તો હવે રવલીના હાથ પીળા કરવાની ધમાલમાં ડૂબી હતી. રઘુને જોયો, રવલીની હાલત જોઈ

સાનભાન ગુમાવી બેઠી. ડોક્ટરને ત્યાંથી આવ્યા પછી રવલી હજુ ભાનમાં આવી ન હતી. તેને

ખાટલે મૂકી રઘુ તેની માને સાંત્વના દેવા લાગ્યો. રવલી અને તેની માવડીને છોડી જતાં રઘુનો

જીવ ન ચાલ્યો.

રવલીની બહેન રંભા તેના વર સાથે આવી પહોંચી. આખરે રઘુ પોતાને ઘરે આવ્યો. વિચારમાં ડૂબી

ગયો. હવે શું ? ખૂબ વિચાર કર્યો, પોતાના માતા અને પિતાને જણાવ્યું. રવલીની મા વધુ પરેશાન

થાય એ પહેલાં એને ઘરે દોડ્યો. રંભા મુંઝાયેલી હતી. રવલી ધીરે ધીરે ભાનમાં આવતી હતી. મા,

દીકરીની ચિંતામાં અધમૂઈ થઈ ગઈ હતી.

રઘુને જોઈ પાછા ડાહીબા હિબકે ચડ્યાં. રઘુએ પોતાનો ઈરાદો જણાવ્યો, ‘મા, આમાં રવલીનો

લેશ વાંક નથી. હું એની જોડે આવતી પૂનમે લગન કરીશ’.

ડાહીબા જાણે આ શુભ સમાચાર સાંભળવા જ શ્વાસ લેતા ન હોય !ક્રિયાઓ

Information

One response

3 05 2021
Yashumati Raksha Patel

સરસ સરળ શૈલીમાં લખાયેલ વાર્તા ખુબ ગમી!

Sent from my iPhone

>

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: