ધમાલ

આજે સવારથી ઘરમાં હલચલ વધી ગઈ હતી. હમેશા શાંતિ પ્રવર્તતી હોય એ ઘરમાં ‘ધમાલ’?

આશ્ચર્યનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. શાંતાબા સેવા કરતા હતા. ઠાકોરજીને રાજભોગ ધરાવી

મંદીરના કમરામાંથી બહાર આવ્યા.

‘શું થયું અંકિતા બેટા’ ?

‘બા, તમે બેટા, બેટા કહો છો ને આવું કાર્ય કરો છો’?

‘શું કર્યું બેટા, કહે તો ખરી’?

‘બા આજે લગ્નમાં જવાનું છે. ગઈ કાલે હું બેંકમાં ગઈ હતી. મારી મમ્મીએ આપેલી હીરાની

વીંટી જે મને ગમે છે તે લોકરમાં ન હતી, ક્યાં ગઈ’?

શાંતાબાના મુખ પર આશ્ચર્ય છવાઈ ગયું. મનહરભાઈ છાપુ વાંચતા હતા. તેમણે છાપામાંથી

ડોકું બહાર કાઢ્યું. શાંતાબાની સામે જોયું. તેમણે આંખેથી ઈશારો કર્યો, ‘તમે કાંઈ બોલશો નહી’.

વીની, તેમના દીકરાની વહુપ્રેમાળ ખૂબ હતી. કિંતુ વારંવાર તેનું મગજ તપી જાય. જ્યારે મગજ

તપે ત્યારે, વાણી પરનો કાબૂ ગુમાવી બેસે. નાના મોટા કશું ન જુએ. તેને હમેશા એમ જ લાગે કે

એ સાચુ બોલે છે. બાકી બધા ખોટું બોલે છે.

શાંતા બા ક્યારેય પોતાની વાત સાચી ઠરાવવા પ્રયત્ન પણ ન કરે. તેમને ખબર હતી વીની,

થોડી જીદ્દી છે. પોતાની ભૂલ ક્યારેય કબૂલ ન કરતી. હવે આનો કોઈ ઈલાજ તેમને જણાતો

નહી. શાંતાબા માનતા કે સમય સાથે બદલાશે. માત્ર ધિરજ સિવાય કોઈ ઈલાજ નથી. તેને

બાળક ગણી આંખ આડા કાન કરતા.

વીનીને વિવેક સમજાવી રહ્યો હતો, જરા યાદ કર ‘તેં છેલ્લે એ વીંટી ક્યારે પહેરી હતી?’

‘વિવેક તને શું ખબર, તું ઓછો બેંકમાં જાય છે ? માત્ર હું અને મમ્મી જઈએ છીએ. મને

બરાબર યાદ છે, છેલ્લે એ વીંટી મેં લાલ રંગના બટવામાં મૂકી હતી. ‘

વીની પોતાના રૂમમાં ગઈ, મમ્મીને ફોન જોડ્યો. એકદમ ગુસ્સામાં, ‘મમ્મી તારા માનવામાં

નહી આવે મારી મનગમતી વીંટી લોકરમાંથી ગુમ થઈ ગઈ.’

બીજા છેડેથી મમ્મી બોલી, ‘વીની, શાંત થા. ગયા મહિને તું તારી સહેલીના લગ્ન માટે ઘરે

આવી હતી ત્યારે બાથરુમમાં ભૂલી ગઈ હતી. શકુએ મને આપી હતી. (શકુ એમના ઘરમાં

કામ કરતી બાઈ). હું તને કહેવાનું ભૂલી ગઈ હતી !

વીની જવાબ ન આપી શકી, ભૂલ કબૂક કરે એ બીજા !!!!!!!!!

One thought on “ધમાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: